________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨
કલશામૃત ભાગ-૩ કહે છે. જ્યારે ફૂલચંદજી પણ શુભભાવને હેય તો બતાવે છે.
અહીં કહે છે કે પ્રભુ! તારી ચીજ તો શુદ્ધ ચૈતન્ય રતન છે. અનંત શક્તિના રતનથી ભર્યો પ્રભુ છે. આવા પ્રભુના અવલંબનથી જે પરિણામ થાય છે તેને મોક્ષમાર્ગ કહે છે, અને તેને જ શુભ અને શુદ્ધ કહે છે, તેને જ ભલું કહે છે. જ્યારે શુભ અને અશુભ તે બન્ને ભૂંડા છે–ખરાબ છે-અશુદ્ધ છે એમ કહે છે.
(ાશ્રય) ફળની નિષ્પત્તિ તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી.” બન્નેનું ફળ એક જ છે. કેમ કે તેનાથી સંયોગ જ મળે છે. માટે એક જ છે. બસ. શુભાશુભ ભાવનું ફળ બંધન અને બંધનનું ફળ સંયોગ તે બધા દુઃખરૂપ અને દુઃખનું કારણ છે. આહાહા! શુભના કારણે લક્ષ્મી મળે છે તે દુઃખનું કારણ છે. સંયોગ ઉપર લક્ષ જાય છે તો પાપ બંધાય છે. લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ પરિવાર તેની ઉપર લક્ષ જાય છે તો એકલું પાપ ઉત્પન્ન થાય છે તે પાપ બંધન છે.
(મનુષ્યપણાની) આવી ૨૫-૫૦ વર્ષની જિંદગી ચાલી જાય અને પછી ભગવાનની પૂજા કરે, થોડું શાસ્ત્ર વાંચન કરે અને માને કે આપણે ધર્મ થઈ ગયો ! ધર્મ ચીજ તો કોઈ અલૌકિક છે ભાઈ ! એવા શુભભાવ તો અનંતવાર કર્યા છે. “મુનિવ્રત ધાર અનંત બાર રૈવેયક ઉપજાયો.” એ શુભભાવ તે અશુદ્ધ છે. નિશ્ચયથી તો એ અજીવ જ છે. પુણ્યપાપ ના અધિકારમાં છેલ્લે કહ્યું છે કે- પાપનો અધિકાર છે ને ! તેમાં તમે આ દયા-દાનવ્રતને ક્યાંથી લાવ્યા? ભાઈ ! એ દયા-દાન-વ્રતરૂપ શુભ પુણ્ય પણ નિશ્ચયથી તો પાપ જ છે. જયસેન આચાર્યની ટીકામાં પુણ્ય-પાપ અધિકારમાં સંસ્કૃતમાં પાઠ છે. અધિકાર પાપનો ચાલે છે અને તમે વ્યવહાર મોક્ષમાર્ગની વાત કરો છો. વ્યવહાર મોક્ષમાર્ગ તો પુણ્ય છે. પાપનો અધિકાર ચાલે છે પરંતુ પુણ્ય એ પાપ જ છે. અહીંતો મોક્ષમાર્ગની વાત ચાલે છે.
શ્રી યોગીન્દ્રદેવે યોગસારમાં કહ્યું છે કે “પાપ પાપકો તો સહુ કહે પણ અનુભવી જન પુણ્યકો પાપ કહે.” આ યોગસારમાં છે. પાપ પાપકો તો સહુ કહે પણ ધર્મી અનુભવીજન પુણ્યકો ભી પાપ કહે. આહાહા! પોતાના પવિત્ર ચૈતન્ય સ્વરૂપથી શ્રુત થવું અર્થાત્ શુભ (શુદ્ધ) ભાવથી શ્રુત થવું તે પાપ છે. અરેરે ! આ માર્ગ સાંભળવા મળ્યો નહીં અને ઊંધો માર્ગ મળ્યો તો ક્યાં જાય !
અહીં તો કહે છે- આશ્રયમાં ફેર છે. મોક્ષમાર્ગના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય છે. બંધમાર્ગના આશ્રયે અશુદ્ધતા-પુણ્ય ને પાપ ઉત્પન્ન થાય છે. એ ટીકાનો અર્થ છે. અહીં આશ્રયનો અર્થ ફળ, પુષ્ય ને પાપ બન્ને પાપ છે અને તે સંયોગ આપશે. એ ભાવોમાં
ક્યાંય આત્માની શાંતિ છે નહીં. જ્યાં શાંતિનો સાગર ભગવાન ડોલે છે, તે શાંતિ શાંતિ... શાંતિ શાંતિ રસથી ભર્યો છે ભગવાન. સ્તુતિમાં આવે છે નેઃ “ઉપશમરસ વરસે રે પ્રભુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com