________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૨
૨૯૫ ચાલ્યા જશે. તો પછી અમારી ઠેકેદારી નહીં રહે ત્યાં સુધી બોલ્યા. અહીં મારા મોઢે કહ્યું. કે અમે તો નરક અને નિગોદમાં જઈશું. અમે સોનગઢનો વિરોધ કરીએ છીએ, હવે અમે બીજું શું કરીએ? અમે ઠેકેદાર રહ્યા ને! પ્રિયંકરજી આમ બોલ્યા હતા. તેનું રેકોર્ડિંગ ઉતારી લીધું હતું. તેઓ સાચું બોલ્યા. એ તો લાલ બહાદુરે કહ્યું કે- ક્રમબદ્ધની વાત તો સાચી છે. પરંતું સાધુઓએ અમને અહીંનો વિરોધ કરવાનું કહ્યું છે.
શાસ્ત્રમાં છે. શાસ્ત્રને જુએ છે અને તેને ક્રમબદ્ધ દેખાતું જ નથી. અમારે શું કરવું? જો તમે માનશો તો સોનગઢનું સત્ય થઈ જશે માટે ન માનવું. સાધુ કહે છે– સોનગઢનું ન માનવું. અરે.. પ્રભુ! સત્યને સ્વીકારવામાં તને હરકત શું છે! બાળક કહે તો પણ શું છે! આઠ વર્ષનો બાળક સમકિતી જ્ઞાની હોય અને તે કહે તો તમારે માન્ય રાખવું જોઈએ. અમે ૬૦ વર્ષના, ૮૦ વર્ષના છીએ ને ! ૮૦ વર્ષ તો દેહના છે, તારી સ્થિતિ તો અનાદિ અનંત છે. તો અનાદિ અનંત તત્ત્વનું ભાન ન હોય ભૂલ હોય અને કોઈ કહે તો કબુલ કરવું જોઈએ. બાળક કહે તો પણ વાત સાચી વાત છે તે માનવી જોઈએ.
આહાહા! શ્વેતામ્બરમાં આવે છે કે એક સાધુ નીકળ્યા અને તેઓ એક સ્ત્રી સાથે વાતચીત કરતા હતા. તો એક બાળક આવ્યો, તે કહે- મહારાજતમે આ સ્ત્રી સાથે વાતચીત કરો છો ! તમારી ઇર્ષા સમિતિ છે નાથ ! શાસ્ત્ર પ્રમાણે બાળક કહે તો પણ પ્રમાણ કરવું જોઈએ. તમે રસ્તામાં ચાલો છો અને સ્ત્રી સાથે વાત કરો છો? બ્રહ્મચારીએ સ્ત્રીનો સંગ ન કરવો જોઈએ. બાળક કહે તો પણ સત્ય માની લેવું જોઈએ. મૂળ શબ્દો યાદ નથી પરંતુ ભાવ યાદ છે.
“શુભકર્મના ઉદયે સંસાર, તેવી જ રીતે અશુભકર્મના ઉદયે સંસાર;” પુણ્ય ભાવનું ફળ સંસાર છે. અરે..“પુણ્ય ભાવ તે જ સંસાર છે. ગણધર દેવે આવું માન્યું છે.” ઇષ્ટ ગણધર દેવે આવું માન્યું છે. (છે પાઠમાં?) બનારસીદાસનું પદ છે- “મુખ
ઓમ્ ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે” ગણધરદેવ એમ કહે છે, વાણીની રચના કરનારા એમ કહે છે કે- પુણ્ય એ સંસાર છે. પ્રવચન નં. ૯૯
તા. ૧૯-૯-'૭૭ દશ લક્ષણી પર્વનો આજે ત્રીજો દિવસ છે. ઉત્તમ આર્જવ ધર્મ. આર્જવ અર્થાત સરળતા તે મનથી વચનથી અને કાયાથી ત્રણેયની સરળતા હોય છે. અને તે પુણ્યબંધનું કારણ છે. જ્યારે (ધર્મરૂપ ) સરળતા તે સમ્યગ્દર્શનરૂપ શુદ્ધોપયોગની છે. શુભાશુભભાવ રૂપ અશુદ્ધ ઉપયોગ તેનાથી રહિત પોતાનો જે શુદ્ધોપયોગ તે ઉત્તમ આર્જવ છે.
શુદ્ધોપયોગપૂર્વક જ્યારે સમ્યગ્દર્શન થાય છે પછી સ્વરૂપમાં વૈરાગી-વીતરાગી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com