________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૨
૨૯૧ જીવમય નથી તેઓ પહેલાં અર્થ કરતા ત્યારે એમ કહેતા હતા કે- શુભભાવ કેવળ બંધનું કારણ છે. પછી કહે– (શુભભાવ છે તે) વ્યવહારે મોક્ષમાર્ગ છે, એમ કહેતા હતા. અહીં એ વાત છે નહીં. શુભ વ્યવહારે મોક્ષમાર્ગ છે જ નહીં, અહીં તો શુદ્ધને મોક્ષમાર્ગ કહ્યું છે. પોતાના ચૈતન્ય સ્વરૂપના આશ્રયથી શુદ્ધ પરિણામ અર્થાત્ નિર્મળ વીતરાગી મોક્ષમાર્ગની પરિણતિ ઉત્પન્ન થાય તે મોક્ષમાર્ગ છે. અને તેને અહીં (૧૪૫ ગાથામાં) શુભ કહેવામાં આવી છે. શુદ્ધને શુભ કહેવામાં આવ્યું છે. શુભ અશુભ ભાવને બન્નેને અશુદ્ધ કહીને અશુભ કહેવામાં આવ્યા છે. તે બન્ને અશુભ બંધના કારણ છે.
સમયસાર ગાથા ૧૪૫ની ટીકામાં સંસ્કૃતમાં આવો પાઠ છે. “શુભાશુમ મોક્ષ बन्धमार्गो तु प्रत्येकं केवल जीव पुलमय त्वादनकौ , तदनेकत्वे सत्यपि केवल પુવર્ણમય વામffશ્રત,” શુભ અને અશુભ તેમાં શુભ મોક્ષમાર્ગ છે અને અશુભ બંધ માર્ગ છે. “પ્રત્યે વોવન નીવ” અર્થાત્ શુભ જીવમય અને અશુભ અર્થાત્ શુભાશુભ પરિણામ પુદ્ગલમય છે અને તે એક છે. શુભને (શુદ્ધ) અશુભ એક નથી અનેક છે.
સંસ્કૃત ટીકામાં શુભનો અર્થ શુદ્ધ લેવો છે. તેમજ શુભાશુભભાવને ત્યાં અશુદ્ધમાં લેવા છે. આહાહા ! “અનેક છે' અર્થાત્ તે બન્ને એક નથી. ભગવાન આત્માનો શુદ્ધભાવ તેને કહ્યો કે- જે સમ્યગ્દર્શન જ્ઞાન નિર્વિકારી પર્યાય ઉત્પન્ન થઈ છે તેને અહીં મોક્ષમાર્ગ અર્થાત્ શુભ કહ્યું, અને તેનાથી અન્ય જેટલાં પુણ્ય ને પાપના શુભ અશુભભાવ છે તેને પુદ્ગલમય કહીને અશુદ્ધ કહ્યું તે પુદ્ગલમય છે. –અજ્ઞાનમય છે. ૧૪૫ માં એવો અર્થ છે, જ્યારે અહીં બીજો અર્થ છે.
અહીં આશ્રયનો અર્થ ફળ લીધો છે. શુભનું ફળ અનુકૂળતા અને અશુભનું ફળ પ્રતિકૂળતા બસ એટલું. પરંતુ એ બધા પુદ્ગલના સંયોગફળ છે. તેમ કરીને ઉડાવી દીધા છે. કોને પડી છે કે સત્ય શું છે? નામામાં પચ્ચાસ પૈસાનો ફેર પડે તો રૂપિયાનું ગ્યાસતેલ બાળીને નિર્ણય કરે. આ કેમ ફેર પડયો પચ્ચાસ પૈસાનો? આખી રાત લાઇટ બાળી અને રાત જાગી એ પાપના નામાનો હિસાબ મેળવે ! અહીં આ નામામાં ફેર પરંતુ તેની કાંઈ ખબર ન પડે. જેને ધર્મ કરવો હોય એ નિર્ણય તો કરશે કે નહીં? ધર્મ ખાતામાં ધર્મ શું અને અધર્મ ખાતામાં અધર્મ શું? શુભાશુભભાવ બન્ને અધર્મ છે-અશુદ્ધ છે–અશુભ છે. ભગવાન આત્માના આનંદનું જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર થયું તે શુદ્ધ છે, તે શુભ (શુદ્ધ) મોક્ષનો માર્ગ છે. સમજમાં આવ્યું?
અરે ! માણસ શું કરે છે? પોતાની દૃષ્ટિને મેળવતો નથી. તે પંડિતને આવી દૃષ્ટિ નથી. તેઓ કહે છે– રાગ તો બંધનું કારણ છે. પરંતુ ૧૪૫ માં શુભને આશ્રયે મોક્ષમાર્ગ શબ્દ પડ્યો છે ને તેથી તેમણે મોક્ષમાર્ગ લઈ લીધો. બીજા તો શુભભાવને મોક્ષમાર્ગ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com