________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૨
૨૮૯ કારણે ભેદ નહીં, કારણ એક જ છે.
શુભકર્મ-અશુભકર્મ એવાં બંને કર્મ પુદ્ગલપિંડરૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવ ભેદ તો નથી.” એ પુણ્યબંધ હો કે પાપબંધ હો.. એ બન્ને પ્રકૃતિ પુદ્ગલ જડ છે. આ તો સાદી વાત છે. બપોરના વ્યાખ્યાનમાં જરા ઝીણી વાત છે. શબ્દ શબ્દ ફેર છે. બપોરના અધિકારમાં કહે છે- પ્રભુ! તું કોણ છો? અંદરમાં ચૈતન્ય હીરલો પ્રભુ પડ્યો છે ને ! સચ્ચિદાનંદ પોતાની ચીજમાંથી બહાર નીકળ્યો નથી. એ શુભ અશુભભાવ એ તો દુઃખરૂપ છે એ તો અજ્ઞાન છે. તે બન્નેનું ફળ કર્મ બંધન છે. તે પુદ્ગલનું પુદગલ જ છે. પછી તે પુણ્ય હો કે પાપ હો બન્ને પુદ્ગલ જડ છે.
સ્વભાવ ભેદ તો નથી.” શું કહ્યું? શુભ અશુભ પરિણામને તમે કારણભેદ કહો છો. પરંતુ અમે તો કહીએ છીએ બન્નેથી બંધ થાય છે. તેમાં કારણભેદ નથી. બંધની પ્રકૃતિમાં તમે સ્વભાવમાં ભેદ માનો છો. તો અમે કહીએ છીએ બન્ને પુગલ સ્વભાવ છે, એ સ્વભાવમાં ભેદ નથી.
રસ તે પણ એક જ છે, રસ ભેદ તો નથી. વિવરણ- શુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, સુખી છે;” લોકો એમ માને છે કે- પૈસાવાળાને આબરૂવાળા સુખી છે. ધૂળમાંય સુખી નથી. “અશુભ કર્મના ઉદયે જીવ બંધાયો છે, દુઃખી છે; વિશેષ તો કાંઈ નથી. ફળની નિષ્પતિ તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી.” બન્નેમાં ફળ મળે છે સંયોગ જડ વિશેષ તો કાંઈ નથી.
અમૃતચંદ્રાચાર્યે સમયસાર ગાથા ૧૪પની ટીકામાં એમ લીધું છે. શિષ્ય પૂછયું કેશુભભાવ તો મોક્ષમાર્ગના આશ્રયે છે અને અશુભભાવ બંધમાર્ગના આશ્રયે છે. તેના જવાબમાં એમ લીધું કે- શુભ મોક્ષમાર્ગ છે અને અશુભ બંધમાર્ગ છે. આવો પાઠ છે. અત્યારે આ વાતે બે મતભેદ થઈ ગયા છે. મોક્ષમાર્ગ શુભ એટલે શુભભાવ નહીં પરંતુ જે શુદ્ધ મોક્ષનો માર્ગ છે તેને અહીંયા શુભ કહેવામાં આવ્યો છે. પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ, તેની દૃષ્ટિ જ્ઞાન અને રમણતારૂપ વીતરાગ પરિણામ તેને ત્યાં શુભ કહેવામાં આવ્યું છે. એ શુભ છે અને પુણ્ય-પાપ પરિણામ તે બન્ને અશુભ છે. અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગ શુદ્ધ છે અને રાગ શુભ અને અશુભ બન્ને અશુદ્ધ અને અશુભ છે. તે પંડિત આ અર્થમાં થોડો ફેર કરે છે. કે શુભ તો મોક્ષમાર્ગના આશ્રયે થાય છે. એ પરિણામ જીવમય લીધાં છે. મોક્ષમાર્ગને આશ્રયે શુભ થાય તે જીવમય છે. તો (રાગાદિ) શુભ પરિણામ મોક્ષમાર્ગના આશ્રયે હોય તો શુભ પરિણામ જીવમય નહીં. કેમ કે એ તો વિકારના પરિણામ છે. તો પછી “જીવમય શુભ તેનો અર્થ એ છે કે પોતાના આશ્રયથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામ ઉત્પન્ન થયા તે શુભ છે. અને તે જીવમય છે. અરે ! અર્થમાં પણ ફેર કરે !!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com