________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
કલશામૃત ભાગ-૩ કર્મબંધ અને કર્મથી રખડવાની પરિપાટી થાય છે. “શુભ કર્મનો ઉદયે ઉત્તમ પર્યાય થાય છે,” મનુષ્યપણું મળે, સાયબી મળે એક હુકમ કરે ત્યાં એકના હજાર તૈયાર થાય. શું સાહેબ ! શું લેવું છે? પાણી લેશો, બરફ લેશો! શુભકર્મના ઉદયથી આવો સંયોગ સામગ્રી મળે છે ને ! આવી અજ્ઞાનીની દલીલ છે.
ત્યાં ધર્મની સામગ્રી મળે છે, તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષ જાય છે, તેથી મોક્ષની પરિપાટી શુભકર્મ છે.” અમે તો એમ માનીએ છીએ કે- શુભભાવથી શુભકર્મ બંધાય છે ને તે મોક્ષની પરિપાટીમાં કામ કરે છે. એમ અજ્ઞાનીની દલીલ છે. “આવું કોઈ મિથ્યાત્વાદી માને છે.” મિથ્યા એટલે જૂઠું માનવાવાળો.
તેના પ્રતિ ઉત્તર આમ છે કે- ફર્મ ભેદ ન દિ” , કોઈ કર્મ શુભરૂપ, કોઈ કર્મ અશુભરૂપ- એવો ભેદ તો નથી.” શા કારણથી? “દેતુ સ્વભાવનુભવાયા સવા પિ મેવાત” કર્મબંધના કારણ વિશુદ્ધ પરિણામ-સંકલેશ પરિણામ એવા બન્ને પરિણામ અશુદ્ધરૂપ છે, અજ્ઞાનરૂપ છે;”
દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ અશુદ્ધ છે, એ અજ્ઞાનરૂપ છે. અજ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવ નહીં. આવી વાત છે. પેલો કહે– ફેર છે. અહીં કહે છે- અજ્ઞાનરૂપ છે. ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ છે જ્ઞાન ચૈતન્ય તેમાં શુભાશુભ ભાવનો તો અભાવ છે. “તેથી કારણભેદ પણ નથી, કારણ એક જ છે.” કહે છે કે- સંકલેશ પરિણામથી પાપ બંધાય અને વિશુદ્ધ પરિણામથી પુણ્ય તેવો કારણભેદ છે. અમે કહીએ છીએ કે બન્નેથી બંધ થાય છે. તેથી તે કારણભેદ નહીં. દયા-દાન-વ્રત-ભક્તિ-શુભથી પુણ્ય બંધાય છે અને સંકલેશ પરિણામથી પાપ, પરંતુ બન્નેથી બંધ છે, કાંઈ ફેર નથી. સમજમાં આવ્યું?
“કારણ એક જ છે.”શું કહે છે? શુભ-અશુભ પરિણામ અજ્ઞાનમય છે. તેમાં અશુદ્ધપણું એક જ છે. તેમાં શુભ ઠીક અને અશુભ અઠીક તેવું છે જ નહીં. આ મોટી તકરાર છે. આ મોટા ઝગડા. તે એમ કહે છે કે-શુભભાવ મોક્ષ માર્ગ છે. અહીં કહે છેશુભ અને અશુભ બન્ને પરિણામ બંધનું કારણ છે. અરેરે... પ્રભુનો મારગ છે શૂરાનો કાયરના નહીં કામ.”
“હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરના કામ જોને ” “પ્રભુનો મારગ છે શૂરાનો'આ શુભ અશુભભાવ તે પ્રભુનો મારગ નહીં, એ તો બંધ માર્ગ છે. શુભને અશુભ બન્ને હોં! કાયરના તો કાળજા કંપી ઊઠે એવું છે. જે ભાવથી પુણ્યબંધ થાય તે ભાવ અશુદ્ધ અને અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દ મિથ્યાત્વ નહીં. એ ભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અભાવ છે. પછી તે પંચ મહાવ્રતના પરિણામ હો !દયા-દાન-વ્રત- ભક્તિ-પૂજા મંદિર બંધાવવા, રથયાત્રા કાઢવી, આ ધર્મશાળા બંધાવવી આ શેઠિયાએ સાગરમાં ત્રણ લાખની ધર્મશાળા બંધાવી છે. ધર્મશાળા બંધાવે એ ભાવ શુભ, અશુદ્ધ અને અજ્ઞાન છે. ગજબવાત છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com