________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯)
કલશામૃત ભાગ-૩ ટીકાના પાઠનો અર્થ પણ લોકોને એવો લાગે. “શુભાશુભ મોક્ષ માર્ગ–બંધમાર્ગ છે. ” આવો પાઠ છે. શુભ એ મોક્ષમાર્ગ અને અશુભ તે બંધમાર્ગ છે. ત્યાં શુભ પરિણામની વાત નથી. ત્યાં શુભ એટલે જે શુદ્ધ સમ્યગ્દર્શન શાન ચારિત્ર એ શુદ્ધને ત્યાં શુભ કહેવામાં આવ્યા છે. સંસ્કૃત મૂળ ટીકામાં આવો પાઠ છે. ૧૪૫ની ટીકા વાંચે તેને મૂંઝવણ થઈ જાય.. એવું છે. - જ્યારે અહીંયા આશ્રય” નો અર્થ બીજો લીધો છે. અહીં આશ્રયમાં ફળ લીધું છે. ત્યાં (૧૪૫માં) આશ્રય એટલે મોક્ષમાર્ગને આશ્રયે શુભ છે અને બંધમાર્ગને આશ્રયે અશુભ છે તેવી અજ્ઞાનીની દલીલ છે. તેના ઉત્તરમાં કહ્યું કે- શુભ તો તેને કહીએ કે જે આત્માના આશ્રયે પવિત્રતા પ્રગટ હો! સમ્યગ્દર્શન જ્ઞાન તેને શુભ કહીએ. સમજાણું કાંઈ ?
શ્રોતા:- પવિત્રતાને શુભ કહ્યું છે.
ઉત્તરઃ- તેને શુભ કહે છે- તે શુભ છે. શુભાશુભ ભાવથી રહિત પોતાનો પવિત્ર ભગવાન આત્મા તેના આશ્રયથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તેને ભગવાન મોક્ષમાર્ગના આશ્રયે શુભ છે તેમ કહેવામાં આવે છે. શુભ એટલે શુદ્ધ, શુદ્ધ ને શુભ કહ્યું છે. અને પુણ્ય-પાપના જે શુભાશુભ ભાવ છે તેને અશુભ કહ્યું છે. આ રીતે અર્થમાં ફેર છે.
કારણ કે જો એમ કહો કે મોક્ષમાર્ગના આશ્રયે શુભભાવ કહો તો.. શુભને તો જીવમય કહ્યું છે. અને શુભભાવ તો જીવમય છે નહીં. શુભભાવ એ તો અશુદ્ધ અને અજ્ઞાનમાં જાય છે. અમારા પંડિતજીએ શુભનો અર્થ શુદ્ધ કર્યો છે. અને અશુભ એટલે શુભાશુભભાવ બન્ને. અહીં અશુદ્ધને શુભ કહ્યું છે સમજમાં આવ્યું? તે અર્થમાં આટલો ફેર છે. ફૂલચંદજી પાછા આવો અર્થ કરે કે- શુભભાવ મોક્ષનું કારણ નથી. પરંતુ શુભભાવ મોક્ષમાર્ગ છે અને અશુભભાવ બંધમાર્ગ છે તેવો અર્થ કરે છે પરંતું આવો અર્થ નથી.
નિશ્ચયથી શુભભાવ તો તેને કહીએ કે- શુભ-અશુભ ભાવથી રહિત, ભગવાન આત્માને ધ્યેય બનાવી અને જે સમ્યગ્દર્શન જ્ઞાનના શુદ્ધ પરિણામ થયા, વીતરાગતા થઈ તેને મોક્ષમાર્ગને આશ્રયે શુભ કહેવામાં આવે છે. શુભ અને અશુભ ભાવ તે બંધમાર્ગના આશ્રયે અશુભ કહેવામાં આવે છે. ૧૪૫ની ટીકામાં સંસ્કૃતમાં છે કે“મોગશમો વા નીવપરિણામ:” શુભ (શુદ્ધ) અક્ષય મોક્ષમાર્ગ કેવળ જીવમાં છે. અશુભ બંધમાર્ગ છે તે પુલમય છે. આવી ટીકા છે પણ તેનો અર્થ બીજો છે. શુભ નામ અક્ષય મોક્ષમાર્ગ કેવળ જીવ છે. અક્ષય એટલે શુદ્ધ પરિણામ. શુભાશુભ પરિણામથી રહિત શુદ્ધ પરિણામ- તે અક્ષય મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની જે વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે. અને આ શુભાશુભ પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com