________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૨
૨૮૫ હૈયાતિમાં ભડભડ બળે છે. તેને ઠારવાં પાણી છાંટે તો તે ગ્યાસતેલ થઈ જાય. શ્રીકૃષ્ણ બળદેવને કહે છે- અરે ભાઈ ! આપણે ક્યાં જઈશું?
મા બાપ બહાર નીકળ્યા નહીં તો અંદર લેવા ગયા. તો દેવોએ પોકાર કર્યો કે- તમે બન્ને ભાઈઓ નીકળી જાવ. પરંતુ તમારા મા-બાપ નહીં નીકળે એ તો દ્વારીકામાં ભસ્મ થઈ જશે. બન્ને ભાઈઓ એકલા નીકળ્યા.
જંગલમાં ચાલ્યા ગયા. વાસુદેવને તૃષા લાગી. તે બળદેવને કહે –ભાઈ ! મને તૃષા લાગી છે. જેની આઠ હજાર દેવી સેવા કરતા તે દેવો ક્યાં ગયા? બળદેવને કહે છે -બંધવ! મને તુષા લાગી છે, હવે હું એક ડગલું પણ આગળ નહીં ભરી શકું. બળદેવ કહે છે ભાઈ ! તારા માટે હું પાણી લાવું છું. બળદેવ તો ઘણાં બુદ્ધિવાળા તેથી વડના પાનનું પાત્ર બનાવી પાણી લેવા ગયા. પાછળથી ભરતકુમાર આવ્યા. વાસુદેવ આડો પગ રાખીને સૂતા હતા. તેમના પગમાં પદ્મમણી હતો તેથી જરતકુમારને હરણની આંખ જેવું લાગ્યું. હરણ જાણી તેમણે બાણ માર્યુ. વાસુદેવે પોકાર કર્યો કોણ છે આ જંગલમાં મારો અપરાધ કરનારો? ત્યાં તો ભરતકુમાર આવ્યા. અરેરે... પ્રભુ! તમે અહીં ક્યાંથી? તમારા માટે તો મેં બાર-બાર વરસ સુધી વનવાસ વેઠ્યો! શ્રીકૃષ્ણ કહે– ભાઈ હવે તું ચાલ્યો જા!
જે રતનના પંલગમાં સુવાવાળો, આઠ હજાર દેવ જેની સેવા કરે, હજાર પહ્મણી જેવી રાણીઓ તેને અત્યારે શરીરમાં કેવી પીડા થઈ રહી છે. તેના પગ ઉપર કીડી ચડી રહી છે. “ગર્વ ન કરીશ ગાત્રનો.” શરીરનો ગર્વ ન કરીશ નાથ ! આહાહા! શરીરની સ્થિતિ આવી છે તેના ગર્વ ન કરીશ નાથ! હવે આપણો ચાલતો વિષય.
* * *
(ઉપજાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमेकमिष्टं
સ્વયં સમસ્ત રજુ વન્યદેતુ: રૂ-૧૦૨ાા ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ મતાંતરરૂપ થઈને આશંકા કરે છે-એમ કહે છે કે કર્મભેદ છેઃ કોઈ કર્મ શુભ છે, કોઈ કર્મ અશુભ છે. શા કારણથી? હેતુભેદ છે, સ્વભાવભેદ છે, અનુભવભેદ છે, આશ્રય ભિન્ન છે; આ ચાર ભેદોના કારણે કર્મભેદ છે. ત્યાં હેતુનો અર્થાત્ કારણનો ભેદ છે. વિવરણ-સંકલેશપરિણામથી અશુભકર્મ બંધાય છે, વિશુદ્ધપરિણામથી શુભબંધ થાય છે. સ્વભાવભેદ અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com