________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
કાર્તિકેયઅનુપ્રેક્ષા ૩૧૩ ગાથામાં આવે છે કે- જેને અંત૨માં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો તો સમ્યગ્દર્શન સહિત સ્વરૂપાચરણ પ્રગટ થયું તે પોતાની પર્યાયને કેવળજ્ઞાનની અપેક્ષાએ (પામર ) તૃણ તુલ્ય-તરણાસમાન માને છે. ચૌદપૂર્વ બાર અંગનું જ્ઞાન, સમ્યજ્ઞાન થયું હોય. તો પણ પોતાની પર્યાય ને પોતે તિનકા (તરણા ) સમાન માને છે. વસ્તુએ પ્રભુ છે પણ પર્યાયમાં મારી ઘણી પામતા છે તેમ માને છે. મારી જ્ઞાન દશા શું અને અવધિ-મન:પર્યયની જ્ઞાન દશા શું ? મારી ચારિત્ર દશા કઈ અને યથાખ્યાત ચારિત્રવંતની વીતરાગ દશા કઈ? આ તો સભ્યજ્ઞાનીની વાત છે. હોં !મિથ્યાષ્ટિનું જ્ઞાન તે તો શાનેય નથી. એ ૫૨લક્ષી વાત છે. હોં !મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે તો જ્ઞાનેય નથી. એ ૫૨લક્ષી જ્ઞાન તે બધું અજ્ઞાન છે. અહીં તો પોતાનું સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ તેનું જ્ઞાન થયું અને ૧૧ અંગ આદિનો વિકાસ થયો (તો પણ પોતાને પામર જાણે છે.)
એક આચારાંગમાં અઢાર હજાર પદ અને એક પદમાં એકાવન કરોડથી વધારે શ્લોક... એવા તો અગિયાર અંગ કંઠસ્થ હો ! મિથ્યાર્દષ્ટિને પણ અગિયાર અંગ કંઠસ્થ હો ! પરંતુ તેની વાત અહીંયા છે જ નહીં. અહીંયા તો આત્મજ્ઞાનપૂર્વક જેને અગિયાર અંગનું જ્ઞાન થયું હોય. એ પણ પોતાની પર્યાયનો અનાદર કરે છે. આટલી (અલ્પજ્ઞ ) પર્યાય નહીં. નાથ ! ક્યાં કેવળજ્ઞાનની ઝળહળ જ્યોતિ અને ક્યાં મન:પર્યય અને અવધિજ્ઞાનઃ તેની અપેક્ષાએ પોતાનું જ્ઞાન તો કાંઈ નથી તેમ માને છે.
મુનિને માર્દવ નામનો ધર્મ-રતન હોય છે. તેને ધમ રતન કહ્યું જુઓઃ પાઠમાં ‘ માર્દવ રતન ’ તેમ છે ને ! અર્થાત્ ધરમ રતન આહાહા ! ઘણાં શાસ્ત્રોનો જાણવાવાળો પંડિત હો તો પણ ઉત્તમ માર્દવ ધર્મ કહેવાતો નથી. તે વિચારે છે કે- મારાથી મોટા અવધિ અને મનઃ પર્યાયી છે અને કેવળજ્ઞાની તે સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે. તે ક્યાં, અને હું ક્યાં ? હું અલ્પજ્ઞ છું. સમ્યગ્દર્શનપૂર્વક છ– છ– મહિનાના ઉપવાસ કરે તો પણ (પોતાને પામર માને છે. ) (જ્ઞાની ) જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય આદિમાં મોટા હો તો પણ મદ ન કરે.
૨૮૪
મહામુનિ-રાજકુમા૨ હો કે ચક્રવર્તી હો અને તેનું અપમાન લોકો કરે તો તે સહન કરે છે. તેને જ્ઞાતા દૃષ્ટાપણે જાણે છે. અપમાન કરે ત્યારે- તે સમયે કષાયથી ગર્વ ઉત્પન્ન કરતા નથી કે- હું કોણ છું? આનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. શ્વેતામ્બરમાં ચાર સજજાયમાળા છે. તે અમે સંવત ૬૫/૬૬ ની સાલમાં વાંચ્યું હતું, તેમાં આવે છે કે– ‘ ગર્વ ન કરીએ રે ગાત્રનો. ” ગાત્ર નામ શ૨ી૨નો ગર્વ ન કરીએ.
,,
શ્રીકૃષ્ણ જેવા મહાપુણ્યવંત વાસુદેવ. એ “ કૃષ્ણદેવ જન્મ્યા એકલા, તૃષામાં દેહ છૂટી ગયો. ” સોનાના ગઢ અને રતનના કાંગરાં એવી દ્વારિકા બળદેવ અને વાસુદેવની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com