________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૧
૨૮૩ થઈને (વિભાવ ભાવ) ઉત્પન્ન થાય છે પરંતુ સ્વભાવને આધીન થઈને શુભભાવ ઉત્પન્ન થતો નથી. કર્મજનિત કહ્યું, તેથી વ્યાખ્યા એ છે કે- કર્મ જેનું નિમિત્ત છે. કર્મને વશ થઈને પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય છે. કર્મજનિત પર્યાય અર્થાત્ વિકારભાવ માત્રને પોતારૂપ જાણે છે. તે પોતાનું સ્વરૂપ છે તેમ માને છે.
‘જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી.” ભગવાન આત્મા પુણ્ય-પાપથી રહિત છે એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ નથી. એ ચંડાલણીના પુત્રની પેઠે જ છે. શુભ -અશુભભાવ મારા છે તે મિથ્યાષ્ટિ છે. બન્ને મિથ્યાષ્ટિ છે. શુભભાવમાં ધર્મ માનવાવાળો અને અશુદ્ધભાવ અમને ખપે... એવું માનવાવાળા બન્ને અધર્મી મિથ્યાષ્ટિ છે.
“જીવના શુદ્ધ સ્વરૂપનો તો અનુભવ નથી.” ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપી છે તે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત છે તેવા શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ નથી. અનુભવ નથી. અનુભૂતિ નથી. જેને આત્માના આનંદનું વેદન નથી તે બધા મિથ્યાષ્ટિ છે. પ્રવચન નં. ૯૮
તા. ૧૮-૯-'૭૭ उतमणाण पहाणो, उतमवयणकरणसीलो वि।
अप्पाणं जो हीलदि, मद्दवरयणं भवे तस्स।। પર્યાયમાં બાર અંગ આદિનું ઉત્કૃષ્ટ જ્ઞાન થયું હોય અને સાથે ચારિત્રરૂપ આનંદની ઉત્કૃષ્ટ રમણતા હોય તો પણ (ધર્મી) પોતાની પર્યાયમાં પોતાને હણે છે- નિંદે છે. (સમ્યજ્ઞાની) પોતાની પર્યાયનો અનાદર કરે છે. અરે! હું ક્યાં અને આ અવધિ, મનઃ પર્યય અને કેવળજ્ઞાનની દશા ક્યાં? સમ્યગ્દર્શન વિનાનું જે જ્ઞાન છે તે જ્ઞાન જ નથી. પછી તે અગિયારેય અંગ ભણ્યો હો કે નવપૂર્વ ભણ્યો હો ! તે જ્ઞાન નહીં. અહીં તો આત્માનું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. નિમિત્તનું (જ્ઞાન) નહીં. રાગનું, (જ્ઞાન) નહીં, પર્યાયનું (જ્ઞાન) નહીં. આહાહા ! આત્મ દ્રવ્ય જે વસ્તુ તેનું જ્ઞાન તે (આત્મજ્ઞાન ), એ ઉત્કૃષ્ટ જ્ઞાનની દશા ઘણી હો.... તો પણ (સમ્યજ્ઞાની) પોતાની પર્યાયમાં પોતાના (પરિણામની) હિનતા કરે છે. અરેરે ! ક્યાં સર્વજ્ઞ, મન:પર્યય અને અવધિજ્ઞાનની દશા અને બારસંગ આદિની જ્ઞાન દશાઃ આ રીતે પોતાનો અનાદર કરે છે તેનું નામ ઉત્તમ નિર્માન માર્દવ ધર્મ છે.
અહીંતો પાંચ-પચ્ચીસ હજાર કર્યા ત્યાં થઈ ગયા ડાહ્યાં અને જ્ઞાની તે એમ માને કે અમને ઘણું જ આવડે છે. અહીં ધર્માત્મા એમ ફરમાવે છે કે- જેને ઉત્તમજ્ઞાન-સમ્યજ્ઞાનઆત્મજ્ઞાન થયું છે અને ચારિત્રમાં પણ ઉત્કૃષ્ટ દશા થઈ છે છતાં તે પર્યાયમાં કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ પોતાને અલ્પજ્ઞ માને છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com