________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦
કલામૃત ભાગ-૩ પોતાના માટે બનાવેલો આહાર ન લેવો તો કહે છે કે તેમાં ભલું શું છે. તેમાં શુભભાવ છે. આવી વાત છે.
શિવસાગર આદિ છ સાધુઓ આવ્યા હતા. તો તેમણે પૂછયું કે અમે ભાવલિંગી નહીં? એ ભાઈ કહે– ના, ના ભાવલિંગી નહીં. તો સાધુ કહે– અમે દ્રવ્યલિંગી તો છીએ કે નહીં? તો એ ભાઈએ કહ્યું કે- તમે દ્રવ્યલિંગી પણ નહીં. અરે. બાપા! દ્રવ્યલિંગી કોને કહેવાય.. કે જેને નગ્ન દશા હોય, અઠ્ઠાવીસ મૂળગુણ ચોખ્ખા હોય, તેના માટે આહાર બનાવ્યો હોય તે ન ભે, આ રીતે દ્રવ્યલિંગમાં શુભભાવ બહુ જ ઊંચો હોય તેને મિથ્યાષ્ટિનું દ્રવ્યલિંગ કહે છે. આ વસ્ત્ર સહિત તો દ્રવ્યલિંગ પણ નહીં. તેના માટે આહાર બનાવે અને તે ભે, તો દ્રવ્યલિંગ પણ નહીં.
પ્રશ્ન:- દ્રવ્યલિંગ નથી તો તે કોણ છે? ઉત્તર:- મિથ્યાષ્ટિ છે. પ્રશ્ન:- મિથ્યાષ્ટિ મુનિ હોય?
ઉત્તર:- કેવળ મિથ્યાદૃષ્ટિનું મુનિપણું છે. તે મુનિ છે જ નહીં. આ પર્યુષણના દિવસો છે. પરમાત્માના પંથની વાત છે નાથ! ભગવંત અંદરમાં તારી ચીજની બલિહારી છે. બાપુ! એ શુભભાવથી રહિત અંદરમાં તારી ચીજ બિરાજમાન છે. એ ચીજનો પત્તો લે અને શુભભાવમાં ધર્મ માનવો છોડી દે.. તો તને સમ્યગ્દર્શન થશે, તે મોક્ષમહેલની પ્રથમ સીઢી છે.
શુભભાવમાં ધર્મ નથી અને મારી ચીજ તો આનંદ છે તેનો મને અનુભવ થાય તેનું નામ ધર્મ છે અને એ ધર્મની પહેલી સીટી છે. પહેલાં અશુભભાવ છોડવો અને પછી શુભભાવ છોડવો તે ક્રમ છે ને ! શુભને છોડવો એ ક્રમ જ નથી. અશુભ-શુભ છોડવો કેમ કે તે મારી ચીજ જ નથી. તે બધી વિભાવની ક્રિયા છે. પાંચ મહાવ્રત, નગ્નપણે રહેવુંવસ્ત્ર રહિત આદિ જે શુભભાવ છે એ તો વિકારભાવ છે. ભગવાન આત્મા અંદર નગ્ન
સ્વરૂપે બિરાજમાન છે. જેમાં વિકલ્પનો અભાવ છે, શુભભાવનો અભાવ છે એવી નગ્ન ચીજ બિરાજમાન જે પ્રભુ છે તેની દૃષ્ટિ અને અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન વિના જેટલા કાય-કલેષ આદિ કરે તે બધા નિરર્થક છે. ભવભ્રમણનો અભાવ કરવા માટે નિરર્થક છે અને ભવભ્રમણ માટે સાર્થક છે. આહાહા ! માણસને આકરું કામ પડે છે.
એ લોકો એમ કહે છે કે આવું નથી તો ધર્મ કેવી રીતે રહેશે? બાહ્ય દ્રવ્યલિંગ હો ! નગ્નપણું હો તો શું ધર્મ રહેશે? અરે ! પણ તે ધર્મ જ છે નહીં. તું સાંભળ તો ખરો ! તો પછી ધર્મ શું છે? “કન્ય: તયાં ત્રાતિ” પહેલાં શુભોપયોગનું દૃષ્ટાંતઆપ્યું. બ્રાહ્મણના ઘરે જે ચંડાલણીનો પુત્ર ઉછર્યો છે તે કહે– મને મદિરા ન ખપે. તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com