________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
૨૦૮
રહ્યા છે. મારગ આ છે બાપુ !
અરે...જિનવ૨નો મા૨ગ વીતરાગભાવે ઉત્પન્ન થાય છે. શુભભાવ એ તો રાગભાવ છે ને પ્રભુ ! એ રાગમાં મગ્ન થવાવાળા માને છે કે- અમે મુનિ છીએ. તે પંચમહાવ્રત પાળે છે... અમારે વિષય-કષાય ખપે નહીં. આહાહા ! અમારા માટે જે આહાર-પાણી બનાવ્યા હોય તે ખપે નહીં. એવું માનનાર શુભજોગમાં ધર્મ માનનાર મિથ્યાર્દષ્ટિ છે. અત્યારે તો ખુલ્લે ખુલ્લા ચોકકા કરીને આહા૨ લ્યે છે ને !
અમારા સંપ્રદાયના ગુરુ હતા. તે ઘણાં જ શાંત હતા અને કષાય મંદ હતો. પરંતુ તેની દૃષ્ટિ વિપરીત હતી. બાહ્યમાં એટલી કડક ક્રિયા, ચોખ્ખી પાળતા, નાનું ગામ હોય, પાંચ-સાત ઘર હોય ત્યાં વહેલાં ન જાય. નવ- સાડા નવ વાગ્યા બાદ ગામમાં જાય. કેમ કે વહેલાં જાય તો અમારા માટે રસોઈ બનાવશે ! અથવા રસોઈ બનતી હોય તેમાં થોડા ભાત, રોટલીમાં આટો નાખશે તેથી પહેલાં ન જતાં. જંગલમાં રહે, ગામ બહાર બેસે. પછી નવ સાડાનવનો ટાઈમ થઈ જાય, દાળ- ભાત બની ગયા હોય અને રોટલીની તૈયારી થતી હોય ત્યારે જાય. નિર્દોષ આહાર છે. તેમના માટે બનાવેલો આહાર બિલકુલ ન લ્યે. પાણીનું બિંદુ તેમના માટે બનાવ્યું હોય તો તે ન લ્યે. એક બિંદુમાં અસંખ્ય જીવ છે. જે અમારા માટે બનાવ્યું હોય તે અમને ન ખપે. તે અમને ન કલ્પે. આવી સખત ( કડક ) ક્રિયા હતી.
બપોરે વ્યાખ્યાનમાં કહે– કોઈ સાધુ માટે આહાર પાણી બનાવીને દેશે તે ગર્ભમાં ગળશે. ગર્ભમાં એટલે માતાના પેટમાં મરી જશે. આ તો અમારા સંપ્રદાયના ગુરુ આવા હતા. દૃષ્ટિ વિપરીત તેથી મિથ્યાર્દષ્ટિ પરંતુ ક્રિયા એવી પાળે કે પાણીનું એક બિંદુ પણ તેને માટે બનાવ્યું હોય તે ન લ્યે. તે પૂછે– કોના માટે બનાવ્યું છે ? મહા૨ાજ ! અમે સ્નાન માટે બનાવ્યું છે મહારાજ ! અમે સ્નાન માટે બનાવ્યું છે, સ્નાન માટે બનાવ્યું છે તો દશ શેર ક્યાંથી વધ્યું ? સ્નાન માટે બનાવ્યું હોય તો શેર-બશેર પાણી વધે. દશ શે૨ કેમ વધ્યું છે ? અમને ન ખપે. તે પાણી ન લ્યે. પછી ગરાશીયા કાઠીના ઘરેથી મઠ્ઠા લઈ આવે. મઠ્ઠા અર્થાત્ છાશ ઘણી પડી હોય. આવો આવો મહારાજ ! પછી દશશેર પાંચશેર નિર્દોષ છાશ જે એને માટે બનાવેલી ન હોય તે લ્યે.... પરંતુ પાણી ન લ્યે..
ન
અહીં કહે છે– શુભભાવમાં ધર્મ માને તે મિથ્યાર્દષ્ટિ છે. અમારે માટે કરેલો આહાર અમને ન ખપે. શુભોપયોગી તેને માટે બનાવેલો આહાર ન લ્યે પરંતુ છે તે શુભોપયોગ, તેમાં ધર્મ માને છે તો દૃષ્ટિ મિથ્યા છે. “ આવો જીવ મિથ્યાર્દષ્ટિ છે કર્મ બંધને કરે છે.
66
แ
“વિષય કષાય સામગ્રીને છોડે છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે.” એ વ્રત, ઉપવાસ, બ્રહ્મચર્ય-શરીરથી શિયળ, છ પહોર આહાર ન લેવો, કંદમૂળ ન ખાવા, બીજ પાંચમ-આઠમ આદિ બ્રહ્મચર્ય પાળે. કંદમૂળનો ત્યાગ કરે. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com