________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૭
કલશ-૧૦૧ છે! તને શોભે નહીં નાથ !
શ્રોતા- અધ્યાત્મની ભાંગ કેવી રીતે થાય?
ઉત્તર- આહાહા! તેણે અધ્યાત્મને ભાંગ કહી દીધી. કેમ કે તેને આ વાણી સચિ નહીં. આહાહા! શુભોપયોગની બધી જ ક્રિયા બંધનું કારણ છે. એ પંચમહાવ્રત કરો, ઉપવાસ કરો. મહિના મહિનાના, બબ્બે મહિનાના અને જાબજીવ (આખી જિંદગી) ચૌવીહાર-રાત્રિનો આહાર ન કરે એ બધો તો શુભભાવ છે. તેમાં ધર્મ ક્યાં આવ્યો?
અહીંયા કહે છે કે જેમાં બ્રાહ્મણના ઘરે ઉછર્યો છે જે ચંડાલણીનો પુત્ર તે એમ માને કે મને મદિરા ન ખપે. એમ શુભોપયોગી મુનિઓ-અજ્ઞાની એમ માને છે કે અમારે વિષય કષાય ન ખપે. પરંતુ તેમાં શું આવ્યું? અંદર જઇને આ બધા ભાષણ કર્યા તેમાં બધાએ માર્યા હશે ગોટા...! એની બહેનને લઈને હળવે હળવે આવ્યાં અને બાપુ! તારો ધર્મ જુદી ચીજ છે. એ અંદર મોટો ધ્રુવ ધણી પડ્યો છે ને...
વીંગ ઘણી માથે કીયો, કોણ ગંજે નર ખેત.” જેણે ધ્રુવઆત્મા આનંદકંદ પ્રભુ દૃષ્ટિમાં ધીંગધણી ધાર્યો-કોણ ગંજે નરખેત? આ જગતમાં હવે તેને નુકશાન કરવા વાળી કોણ ચીજ છે?
અહીં કહે છે કે- જે જીવ એવું માને છે કે હું તો મુનિશ્વર, અમને વિષય-કષાય સામગ્રી નિષેધ્ય છે એમ જાણી વિષય-કષાય સામગ્રીને છોડે છે. જુઓ! તે સ્ત્રી અને કુટુંબને અને આહાર- પાણી-વેપાર-ધંધાને છોડે છે. અમારે આ ખપે નહીં. અમારે આ ખપે નહીં. આહાહા! ગજબ વાત છે. આજે તો બરોબર ઉત્તમ ક્ષમાનો પહેલો દિવસ આવ્યો ને! ભાઈ– એ શુભોપયોગની ક્રિયા તે ચંડાલણીના પુત્રની જેમ છે. એમ આ શુભભાવ વિભાવનો પુત્ર છે તે સ્વભાવની પ્રજા નહીં. તારો સ્વભાવ તો આનંદનો નાથ છે તેથી તારી પ્રજામાં તો પ્રભુ આનંદની દશા ઉત્પન્ન થાય. એ તારી પ્રજા છે. વિભાવની પ્રજા એ તારી પ્રજા નહીં.
શ્રોતાઃ- આજે તો સંવત્સરી છે.
ઉત્તરઃ- આજે સંવત્સરી નથી. શ્વેતામ્બરની સંવત્સરી છે. રામવિજય સિવાયના છે તેની સંવત્સરી ગઈકાલે ગઈ. રામવિજયવાળાની સંવત્સરી આજે છે. અમે જ્યારે જામનગર ગયા હતા ત્યારે રામવિજયે ૨૦-૨૫ માણસોને અમારી પાસે મોકલ્યા તે કહે કે- તમે આ વ્રત ને તપ ને પૂજાને ભક્તિનો નિષેધ કરો છો અને એ ધર્મ નહીં એમ કહો છો નુકશાન ઘણું થશે. આપણે ચર્ચા કરીએ. મેં કહ્યું- અમે કોઈની સાથે ચર્ચા કરતા નથી. આ વ્રત કરો, જાવ્વજીવ બ્રહ્મચર્ય પાળો, બાલ બ્રહ્મચારીપણે રહે. એ બધો તો શુભભાવ છે, તે કોઈ ધર્મ નથી. એમ પાંચમહાવ્રતનું પાલન એ શુભરાગ છે, તે આકુળતાનું કારણ છે, તે દુઃખ છે. સુખ નહીં. એ ભાઈ ! આ જુદી વાત સાંભળવા અહીં રહ્યા છે. એટલું સારું કર્યું! એ માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com