________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૧
૨૭૫ સમજમાં આવ્યું ? એ. ! હજુ સમ્યગ્દર્શનની ખબર ન પડે! સમ્યગ્દષ્ટિ તો શુભભાવ અને અશુભભાવ બન્નેને બંધ માને છે. તેને ધર્મ ને ધર્મનું કારણ માનતા જ નથી. આ તો સાદી ભાષા છે. બપો૨ના જરા કઠણ–(ઝીણું ) છે. પરંતુ ધ્યાન રાખે તો એ પણ સમજાય એવું છે. એ શક્તિનું વર્ણન છે અને આ તો ચાલુ અધિકાર છે.
અહીં કહે છે કે- વ્રત-તપ-નિયમ-શીલ-સંયમનો પાળવાવાળો પુણ્યબંધ કરે છે. હિંસા-જૂઠું-વિષય સેવવાવાળા પાપબંધ કરે છે. પરંતુ બન્ને બંધકરણશીલ છે. બન્ને બંધના કા૨ણ છે. બન્નેમાં કોઈ ધર્મ છે સ્વભાવ છે તેમ છે નહીં.
ભગવાન આનંદનો નાથ એવો જે સ્વભાવ એ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ હો એ ધર્મ છે. ચૈતન્ય સ્વભાવ જ્ઞાતાદેષ્ટા છે. ચૈતન્યભાવથી, ચૈતન્ય સ્વભાવથી ધ્રુવપણે ભરેલો ભગવાન છે તેનો આશ્રય લેવાથી જે કોઈ શુદ્ધભાવ ઉત્પન્ન થાય છે તે ધર્મ છે. આ શુદ્ધભાવ પુણ્ય-પાપના ભાવથી રહિત છે, અને પર્યાયમાં જે આનંદનો સ્વાદ આવે છે. તેનાથી પુણ્ય-પાપનો સ્વાદ કલુષિત અને આકુલિત છે. એ વ્રત નિયમ આદિનો ભાવ આકુલિત છે. આ વાત લોકોને આકરી પડે. સમજમાં આવ્યું ? બહા૨માં બધે ભાષણ કરે. પછી આવું જ કરે ને ? વ્રત પાળો ને તપ કરો તો ધર્મ થશે ! ધૂળમાંય ધર્મ નથી.
જે કંજુસ હોય તે દાન ન કરે. બાકી બીજા તો દાન કરે છે, એ દાન કરે છે એમાં એ શુભ છે. એ ચંડાલણીનો પુત્ર છે. ગજબવાત છે ને પ્રભુ ! ચૈતન્ય ચમત્કા૨થી ભરેલો ભગવાન એ ત૨ફનું લક્ષ અને આશ્રય નહીં અને આ પુણ્ય-પાપના ભાવોનો આશ્રય એ બંધનું કારણ છે.
“ કેવા છે તેઓ ? “ અથ ન નાતિમેવમ્રમેળ વરત: ” બંને ચંડાળ છે. તો પણ જાતિભેદ અર્થાત્ બ્રાહ્મણ -શુદ્ર એવા વર્ણભેદ તે રૂપ છે ભ્રમ ” છે તો બન્ને ચંડાળના પુત્ર પરંતુ વર્ણભેદ કરે છે કે અમે બ્રાહ્મણ છીએ અને પેલો કહે અમે શુદ્ર–ચાંડાળ છીએ.
“૫૨માર્થ શૂન્ય અભિમાનમાત્ર તે-રૂપે પ્રવર્તે છે.” ૫૨માર્થથી તો શૂન્ય છે અને તેને અભિમાન માત્ર છે. હું બ્રાહ્મણ અને હું શુદ્ર તે રૂપથી પ્રવર્તે છે. “ કેવો છે જાતિ ભેદ ભ્રમ ? “ !: મવિરા નૂરાતં વ્યનતિ” ચંડાલણીના પેટે ઉપજ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણ ના ઘરે થયો છે એવો જે છે તે ” જે બ્રાહ્મણના ઘરે ઉછર્યો છે તે મદિરાને જોઈને ના.. ના... ના અમને નહીં. અમે અડશું નહીં. દારૂને અડશું નહીં. ચંડાલણીના પેટે ઉપજ્યો છે અને પ્રતિપાલ બ્રાહ્મણના ઘરે થયો છે એવો જે છે તે મદિરાપાનને અત્યંત વર્જે છે. તેને તે અડતો પણ નથી, તેનું નામ પણ લેતો નથી. જુઓ છે પાઠમાં ? તે મદિરાનું નામ પણ લેતો નથી. તે સુરાપાનનો અત્યંત ત્યાગ કરે છે, તે અડતો પણ નથી, નામ પણ લેતો નથી. એવો વિરક્ત છે. શા કારણથી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com