________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
કલશામૃત ભાગ-૩ “બ્રાહ્મ તામિકાનાત’ હું બ્રાહ્મણ” એવો સંસ્કાર તેના પક્ષપાતથી ” અમારા સંસ્કાર આવા છે તેવા પક્ષપાતથી અભિમાની છે.
ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી,” હું ચંડાલણીના પેટથી જન્મ્યો છું એવા મર્મને તો તે જાણતો નથી. અને હું બ્રાહ્મણ છું તેમ માને છે. ગજબ વાત છે. “હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે” એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે;” હવે સિદ્ધાંત આવ્યો.
તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકો-યતિક્રિયામાં મગ્ન થતો થકો - શુદ્ધોપયોગને જાણતો નથી. શુભોપયોગી થયો છે તે હવે પ્રશ્ન કરે છે કે શુભોપયોગ તે મોક્ષનો માર્ગ છે. અરેરે...! પ્રભુ તું આ શું કરે છે? ભાઈ? તારા ભગવાન સ્વરૂપમાં સ્વભાવ પડ્યો છે એ સ્વભાવ સામું દેખે નહીં અને વિભાવ સામું જુએ છે. આહાહા ! તને સ્વભાવની મહિમા આવી નથી નાથ ! તું તો પ્રભુ પરમાત્મ સ્વરૂપે છો ને! અતીન્દ્રિય આનંદનો નાથ ! તારા સ્વભાવમાં વિભાવનો અભાવ છે. એ વિભાવના અભાવને દેખતો નથી અને વિભાવને દેખે છે.
શુભોપયોગી થતો થકો-વતિ ક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી.” સાધુની ક્રિયા, અઠ્ઠાવીસ મૂળગુણ, પાંચ મહાવ્રત અને વ્યવહાર સમિતિ-ગુપ્તિમાં મગ્ન છે. તે શુદ્ધોપયોગને જાણતો નથી કે મારી ચીજ તો આનંદનો નાથ પ્રભુ શુદ્ધોપયોગ છે અને તે જ જાણવામાં આવે છે, પરંતુ તેને તો જાણતો નથી. કહો.. આ તો સમજાય એવી વાત છે. બપોરે વ્યાખ્યાનમાં ધ્યાન રાખે તો પકડાય એવું છે. બપોરના શક્તિનું વર્ણન ચાલે છે ને! વસ્તુનું તત્ત્વ જ એવું છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય શુદ્ધ છે. શુદ્ધ ક્રિયાથી અંદર પરિણમન કરે છે. તે શુદ્ધ છે તેની સંધિ કરવી ઘણી જ કઠણ છે. જ્યારે આ અધિકારમાં તો સાદી ભાષા છે. મુનિ થઈને વ્રત પાળે છે અને યતિક્રિયા કરે છે. તે પાંચ મહાવ્રત, સમિતિ અને ગુપ્તિમાં મગ્ન રહે છે.
તે જીવ એવું માને છે કે હું તો મુનિશ્વર” જે કેવળ યતિક્રિયામાત્રમાં મગ્ન છે એવો જીવ માને છે કે હું તો મુનિશ્વર છું. “અમને વિષય કષાય સામગ્રી નિષિદ્ધ છે.” વિષય કષાય અમને ન ખપે. તો શું થયું? વિષય કષાય ખપે નહીં એ તો શુભભાવ છે. જેમ બ્રાહ્મણના ઘરે બ્રાહ્મણ થયેલો તે ચંડાલણીનો પુત્ર કહે- મને દારૂ ખપે નહીં, તેમ શુભોપયોગમાં આવવાળો અજ્ઞાની કહે– મને વિષય-કષાય ખપે નહીં. વિષય કષાય ખપે નહીં તે તારો ભાવ તો શુભભાવ છે. તેમાં કોઈ ધર્મ નથી. શાસ્ત્રમાં છે કે નહીં?
ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશમાં કાઢયું છે તે આમાંથી જ કાઢયું છે. આ રાજમલજીની કળશટીકામાંથી જ સમયસાર નાટક બનાવ્યું છે. હવે એ લોકો કહે છે કેટોડરમલ અને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. પ્રભુ! આ શું કહે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com