________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦
કલામૃત ભાગ-૩ દૃષ્ટિ કરવી.) ગઈકાલે બહેનના શબ્દોમાં કહ્યું હતું કે- જાગૃત જીવ ધ્રુવ અંદર ઊભો છે તેની અંતર દૃષ્ટિ કરી પૂર્ણાનંદનો સ્વીકાર, સત્કાર અને તે સ્વભાવનો આદર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિનાની ક્ષમા તેને ક્ષમા ગણવામાં આવતી નથી. કોઈ અલ્પ ક્રોધાદિ કરે તો તે શુભભાવ છે, તેનાથી પુણ્ય બંધાય પણ તે ઉત્તમ ક્ષમા નહીં.
ઉત્તમક્ષમા પોતાના આનંદના અનુભવપૂર્વકની છે. તેમાં દેવ, મનુષ્ય, પશુ અને અચેતનકૃત- આ ચારકૃત કોઈ પણ પ્રતિકૂળતા આવી જાય તો ત્યાં જ્ઞાતા-દષ્ટપણે રહેવું અને વિકલ્પ ઉઠાવવો નહીં તેનું નામ ઉત્તમક્ષમા છે. આવી ઉત્તમ ક્ષમા એક સમય પણ કરે તો તેને આત્મજ્ઞાન અને ધરમ કહેવામાં આવે છે...., પરંતુ આ ક્ષમા... સમજમાં આવ્યું?
પોતાનો દોષ ન હોય અને કોઈ પ્રતિકૂળ શબ્દ કહે તો જાણવું કે- મારામાં દોષ છે. અને તે કહે છે. જો મારામાં દોષ નથી અને કહે છે તો તે અજાણ છે. તેને દોષ નથી તે ખબર નથી મારામાં દોષ છે અને તે કહે છે. તો તો બરાબર છે. અને મારામાં દોષ ન હોય અને કહે છે તે બાળક છે–અજ્ઞાની છે, તેને ખબર નથી.
કોઈ કટુ વચન કહે તો એમ જાણવું કે તે મને મારતા તો નથી ને! મારે તો એમ જાણવું કે- તે મારો વધ તો નથી કરતાને ! વધ કરે તો એમ જાણવું કે તે મારા આત્માના ધર્મનો ઘાત તો નથી કરતાને! આનું નામ ઉત્તમ ક્ષમા છે. એક પણ બોલ જો યથાર્થ સમજવામાં આવે તો આખી ચીજ સમજમાં આવી જાય.
ભગવાન આત્મા જાગતી જ્યોત ચૈતન્યબિંબ પ્રભુ છે. તેમાં તો પૂર્ણ અકષાય સ્વભાવ ભર્યો છે. આવો પરમાનંદનો નાથ બાદશાહ પરમાત્મા ! જે પરમાત્મ સ્વરૂપ છે તેનો જેને અંતરમાં દૃષ્ટિમાં સ્વીકાર થયો તેનું નામ અનુભવ અને સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન સહિત જે ક્ષમા હોય તે ક્ષમા. શ્વેતામ્બરમાં જૈન સંદેશમાં ક્ષમાનું લખ્યું છે. તેમાં બધા દાખલા અન્યમતિના આપ્યા છે. ઈસુ ખ્રિસ્ત ક્ષમા કરી, મહમદે ક્ષમા કરી. સ્વામીનારાયણમાં યોગીરાજે આવી ક્ષમા કરી. એને તો હજુ આત્મજ્ઞાન શું ચીજ છે તેની ખબર નથી તો ક્ષમા ક્યાંથી આવી?
જ્યારે મુનિઓને ઘાણીમાં પિલ્યા ત્યારે તે મુનિઓ તો આનંદ સ્વરૂપમાં રમતા હતા. તેને ઘાણીમાં પિલ્યા તેનો ખ્યાલ પણ ન હતો અને તે પ્રતિકૂળતામાં વૈષનો અંશ પણ ન હતો અને અનુકૂળતાનો ગંજ હો... તો પણ રતિનો-રાગનો જીવને અભાવ છે. અને પોતાના સ્વરૂપમાં શાંતિથી... આનંદથી રહે છે તેનું નામ ઉત્તમક્ષમા કહે છે.
આ દેશ માટે મરી જાય તે ક્ષમા નહીં. દીકરા શહીદ થાય તે ક્ષમા નહીં. ભાઈ તને ક્ષમાની ખબર નથી. જ્યાં (પરને) પોતાનો દેશ માને છે તે જ મિથ્યાત્વભાવ છે. એને (મારે) એ સહન કરે તે ક્ષમા નહીં. આવો મારગ છે બાપુ!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com