________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૦
૨૬૭
એ પુણ્યોદયથી દુઃખનું કા૨ણ મળ્યું છે. એ મળ્યાં તો એમાં શું આવ્યું ? પૂર્વના પુણ્ય હતા તો સંયોગ આવ્યા તો તેમાં ધર્મ શું થયો ? ધર્મ તો પોતાનો આશ્રય કરશે તો થશે. પોતાના આશ્રય વિના પરના આશ્રયથી ક્યારેય ધર્મ થતો નથી. સમવસરણમાં ત્રણલોકના નાથની પૂજા પણ અનંતવાર કરી, મણી રત્નના દીવા અને હીરાના થાળ, કલ્પવૃક્ષના ફૂલથી કરી. મહાવિદેહમાં ભગવાન તો કાયમ બિરાજે છે ત્યાં અનંતવાર ગયો તો તેનાથી શું થયું ? એ તો શુભ ભાવ છે.
પ્રશ્ન:- રાગમાં નજીકતો આવે ને?
ઉત્ત૨:- જરી પણ નજીક ન આવે. તેમાં તો દૂર છે તો નજીક ક્યાંથી આવે ? તેને છોડી પોતાના આત્માની નજીક દૃષ્ટિ કરે તો નજીક આવે. આવી વાત છે તેથી લોકોને આકરું પડે છે. પરંતુ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. તેણે સમવ૨સણમાં તીર્થંકરની વાણી પણ અનંતવાર સાંભળી છે. પરંતુ આત્માનો આશ્રય લીધો નહીં. તો બધું જ ફોગટ છે.
પુણ્ય-પાપ અધિકારની ગાથામાં આવે છે કે– વિદ્વતજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે છે. ” વિદ્વતજનો નિશ્ચય તજી-ભૂતાર્થ તજી અર્થાત્ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ છે તેનો આશ્રય છોડી અને વ્યવહા૨માં વર્તન કરે છે. વ્યવહાર નામ દયા-દાનવ્રત-ભક્તિ પરંતુ નિર્વાણ તો નિશ્ચયને આશ્રયે થાય છે. સ્વના આશ્રયે નિર્વાણ થાય છે. ૫૨ની ક્રિયાથી નિર્વાણ થતું નથી.
પુણ્ય-પાપ અધિકા૨ની ગાથામાં વિદ્વાનોની વ્યાખ્યા કરી છે. વિદ્વાનો શાસ્ત્રમાંથી આવું કાઢે છે. તે ભૂતાર્થ-સત્યાર્થ આત્માનો આશ્રય છોડીને આવું કરો. આવું કરો. દયા પાળો, વ્રત પાળો, પુણ્ય કરો, બે પાંચ લાખનું દાન કરો, બે-પાંચ મંદિર બંધાવો વગેરે. જ્યારે નાનાલાલભાઈએ રાજકોટમાં મંદિર બંધાવ્યું ત્યારે ઇંદોરના મુન્નાલાલ પંડિત આવ્યા હતા. તે કહે- શેઠ! તમે આઠમા ભવે મોક્ષે જશો. શેઠ કહે- એ અમારી માન્યતા નથી. અમારા મહારાજ એમ કહેતા નથી. અને અમે પણ એમ માનતા નથી. મંદિર બંધાવ્યું એ શુભભાવ છે. અને એ મંદિર તો તેના કારણે થયું છે. અમારો શુભભાવ હતો તો તે પુણ્ય છે પરંતુ તેના આશ્રયે ભવકટી નહીં થાય એમ પોતે– શેઠ ના
પાડતા હતા.
નાનાલાલ કાલિદાસ કરોડપતિ શ્વેતામ્બર હતા. તેઓ શ્વેતામ્બરના પ્રમુખ હતા. પછી દિગમ્બર થઈ ગયા ને! કરોડપતિ અને ખાનદાન માણસ, ઉદ્ધત નહીં. ત્રણ ભાઈઓમાં તેમની સ્થિતિ બહુ જ સારી. પૈસા એટલા પણ ઘમંડ નહીં. દાન આપે તો પણ તેને ઘમંડ નહીં. બહુ નરમ માણસ હતા. સંવત ૧૯૦૬ની સાલમાં પંચકલ્યાણક હતા ત્યારે બહા૨થી હિંદી માણસ ઘણું આવ્યું હતું. ત્યારે ઇંદોરથી મુન્નાલાલ પંડિત પણ આવ્યા હતા. ત્યારે વ્યાખ્યાનમાં મોટી સભા થતી. ઓહોહો ! આવું સરસ મંદિર અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com