________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧OO
૨૬૫ સુખાકારી માને છે. તે ધુળેય સુખાકારી નથી. હવે બીજી વાત- “હિંસા વિષય- કષાયરૂપ જેટલી છે ક્રિયા”, એ ક્રિયા પહેલાં જડની લેવી. શરીરથી મારે છે તો જડની ક્રિયા લેવી. “તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ સંકલેશ પરિણામ”, જડક્રિયા તેના અનુસાર થયેલા હિંસાના પરિણામ એ અશુભ અને તે અનુસાર અશાતાનો બંધ એ કર્મપિંડ. તે ત્રણેયને અજ્ઞાની બુરાં માને છે અને શુભને ભલાં માને છે.
અહીંયા હિંસા-વિષય-કષાયરૂપ જેટલી ક્રિયા છે તે પહેલાં જડની લેવી. એ ક્રિયાને અનુસાર અશુભ ઉપયોગરૂપ સંકલેશ પરિણામ. અર્થાત્ એ જીવના પરિણામ. “તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અશાતાકર્મ” –આદિથી માંડીને પાપબંધ રૂપ પુગલપિંડ, તે બૂરાં છે.” અશાતા-અપયશ નામકર્મ આદિ પેલાં ત્રણ ઠીક છે અને આ ત્રણ અઠીક છે તેમ અજ્ઞાની માને છે. તે બન્ને એકભાગરૂપ હોવા છતાં તેના બે ભાગ કરી ધે છે. આહાહા ! બહુ આકરું કામ! સ્થાનકવાસીમાં તો એ જ ચાલે કે-આણે આટલા ઉપવાસ કર્યા. ૨૦ કર્યા તેણે ૨૫ કર્યા, પછી તપસીનો વરઘોડો કાઢો અને તેની ખૂબ પ્રશંસા કરે છે. ઓહો! તમે બહુ સારું કામ કર્યું તેને તપસીની ઉપમા આપે છે. ધૂળમાં એ તપસી નથી સાંભળ તો ખરો!
એ અપવાસ આદિ શુભક્રિયા અને શુભભાવરૂપ પરિણામ અને પ્રકૃતિ પુણ્યબંધ તે ત્રણેય મિથ્યા છે. જુદા છે. તેમાંથી અજ્ઞાની એકને ભલું માને છે. બીજાને બુરું માને છે. આવી વાત છે.
પહેલાં હિંસા-વિષય-કષાયરૂપ જેટલી ક્રિયા તે લેવું. ક્રિયા એટલે જડની-અજીવની ક્રિયા અને એ ક્રિયાને અનુસાર અશુભ ઉપયોગરૂપ સંકલેશ પરિણામ એ જીવના પરિણામ. અને તે પરિણામના નિમિત્તથી થતાં અશાતાકર્મ-પુદ્ગલપિંડ એ જડ અને પાપબંધરૂપ પુલપિંડ છે. “તે બૂરા છે જીવને દુઃખ કર્તા છે.” એમ અજ્ઞાની માને છે. આ બૂરાં છે અને તે ભલાં છે તેમ અજ્ઞાની બે ભાગ કરે છે.
આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કે- જેમ અશુભકર્મ જીવને દુ:ખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે.” શુભ પરિણામ એ પણ વર્તમાન દુઃખરૂપ છે. અને જે પુણ્યરૂપ ભાવ બંધ થયો એ શુભબંધનનું કારણ થયું. તે પણ દુઃખરૂપ છે. તેનાં ફળમાં લક્ષ્મી આદિ મળે છે.
આહાહા! અહીં તો ત્યાં સુધી લીધું છે કે-શુભભાવથી પુણ્ય બંધાય અને પુણ્યબંધના કારણે વીતરાગ આદિની વાણી મળે.... એ વાણી તરફ તારું લક્ષ જશે તો પણ તને રાગ થશે, દુઃખ થશે. કઠણ વાત છે. સંયોગ મળશે તો સંયોગ ઉપર લક્ષ જશે, તો રાગ જ થશે.
સમયસાર કર્તા-કર્મ ૭૪ ગાથામાં આ વાત આવી ગઈ છે. શુભભાવ વર્તમાન દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. ૭૪ ગાથામાં આ છઠ્ઠો બોલ છે. “દુઃખ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com