________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧OO
૨૬૩ જ્ઞાનીને આવે છે પણ તે દુઃખરૂપ છે અને હેય છે તેમ જાણે છે. સમજમાં આવ્યું?
પકડ પકડમાં ફેર છે એ વાત સાંભળી છે ને ! બિલાડી હોય ને બિલાડી તે ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને પકડે તેમાં ફેર છે. પોતાના બચ્ચાને તો દાંત પોચા રાખીને પકડે છે. અને ઉંદરને પકડે છે તો તેને દાંતેથી છોડતી નથી. તેમ મિથ્યાષ્ટિ જીવ પુણ્યપાપને પકડે છે તો તેને પોતાના છે, તેમ પકડી લ્ય છે. અને જ્ઞાનીને શુભભાવ આવે છે પરંતુ તે ઉંદરની જેમ પકડતો નથી. પોતાથી ભિન્ન રાખે છે. આ પુણ્યના પરિણામ પોતાના સ્વભાવથી ભિન્ન ચીજ છે. તે પોતાની ચીજમાં પકડ કરવા જેવી ચીજ નથી. તેને ભિન્ન રાખી અને તેનો જાણવાવાળો રહે છે. સમજમાં આવ્યું?
આ વીતરાગમાર્ગ જિનેન્દ્રના પંથનો રસ્તો બહુ અલૌકિક છે. આહાહા! કહે છેજ્ઞાની બેને એક માને છે. “ત્તિયતા નતમ બે-પણું કરે છે. કેવું બે-પણું? “શુમાશુમમેવત:”ભલું બુરું એવો ભેદ કરે છે.” શુભ ભલું અને અશુભ બુરું એવો જે ભેદ કરે છે. તે અજ્ઞાની છે. જ્ઞાની પુણ્ય ને પાપ, શુભ કે અશુભ બન્નેને એક માને છે. આહાહા! ભગવાનનું સ્મરણ કરવું. મો અરિહંતાણમ્-સ્મો સિધ્ધાસમ એ પણ વિકલ્પ છે. જેમાં સ્ત્રીના વિષયનો ભાવ અશુભ છે તેમ આ શુભ, બન્ને બંધનું કારણ છે. જ્ઞાની બે ને બેરૂપ નથી માનતા; તે તો એકરૂપ માને છે. અજ્ઞાની બે માં ભેદ પાડે છે. કે- પુણ્ય ભલું છે અને પાપ બુરું છે.
ભાવાર્થ આમ છે કે- કોઈ મિથ્યાષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા.” જુઓ! દયા-વ્રત, તપ બધું બે-ચાર દિવસ ખાધું નહીં એટલે શરીરથી તપ થયું ને! આવી જડની ક્રિયા અને આવો ભાવ આવ્યો તે શુભરાગ, શરીરથી બ્રહ્મચર્યને પાળ્યું, શરીરથી ઇન્દ્રિય દમન કર્યું આદિ લઈને દેહરૂપની જેટલી ક્રિયા એ શુભ ક્રિયા જડની છે.
અને શુભ ક્રિયાને અનુસાર તે- રૂપ જે શુભોપયોગ પરિણામ” , એ શુભક્રિયા જે જડની છે તેના અનુસાર અહીં શુભ પરિણામ અર્થાત્ જીવના વિકારી ભાવ. પેલી જડની ક્રિયા-શુભક્રિયા તે અનુસાર, તે રૂપ છે જે શુભ પરિણામ. “તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ,” અહીં ત્રણ વાત લીધી.
(૧) દેહની ક્રિયા, દયા આદિ જડની, (૨) તે અનુસાર થયેલા શુભ પરિણામ, અને (૩) તેનાથી પુણ્ય પ્રકૃતિનો બંધ થયો.
આ રીતે ત્રણ આવ્યા (૧) દેહની ક્રિયા (૨) શુભ પરિણામ (૩) પુણ્ય બંધન એ ત્રણેય ઠીક છે તેમ અજ્ઞાની માને છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com