________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
કલશોમૃત ભાગ-૩ તો મિથ્યાત્વ પરિણામ અને રાગદ્વેષ પરિણામ જે ભાવઘાતિ છે તેનાથી આત્મા ઢંકાયેલો છે. જડથી ઢંકાયેલો છે એ તો નિમિત્તનું કથન છે. સમજમાં આવ્યું?
પોતાના ચૈતન્ય સ્વરૂપ તેને ભૂલીને પુણ્ય ને પાપ તેમાં; પુણ્ય ભલું અને પાપ બુરું એવો જે મિથ્યાત્વ ભાવ છે તેનાથી આત્મા આચ્છાદિત છે. તેનાથી આત્મા ઢંકાયેલો છે. કર્મથી છે એ તો નિમિત્તથી કથન છે, કેમ કે ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
અહીં પણ એ લીધું છે જુઓ ! મોહરજ એટલે મિથ્યા અંધકાર. કર્મમાં પણ રાગાદિ અશુદ્ધ પરિણામ તેમ લીધું છે. “અશુદ્ધ ચેતના પરિણામ તેવો શબ્દ પડયો છે.” કર્મ શબ્દ પુણ્ય ને પાપ એ ચેતનના પરિણામ તેને અહીં કર્મ કહેવામાં આવે છે. અર્થાત્ ભાવકર્મને કર્મ કહેવામાં આવે છે.
ગઈકાલે તો કર્મ શક્તિ બહુ જ ચાલી હતી. એક તો જડ કર્મની પર્યાય તેને કર્મ કહે છે. આ જે મોહ કર્મની પર્યાય-કાર્ય તેને પણ કર્મ કહે છે. પુણ્ય-પાપના ભાવને ભાવકર્મ કહે છે. પોતાની શુદ્ધોપયોગરૂપી નિર્મળ પર્યાય તેને પણ કર્મ કહે છે. આ વાત પ્રવચનસારમાં છે. શુદ્ધ ઉપયોગ-કર્મ ચેતના. જ્ઞાનની કર્મ ચેતના અર્થાત્ જ્ઞાનરૂપી કાર્ય તેની ચેતના. અને શક્તિઓમાં જે કર્મ લીધું એ તો ગુણ લીધો છે. આત્મામાં કર્મશક્તિ નામનો એક ગુણ છે. કર્મ નામ કાર્ય કરવાની શક્તિ... તેવો એક ગુણ છે. આત્મામાં નિર્મળ પર્યાયરૂપી કાર્ય હો એવો એક ગુણ છે. અંદરમાં કર્મ નામનો ગુણ છે. કર્મ એટલે જડ કર્મ નહીં, ભાવકર્મ નહીં તેમજ શક્તિની નિર્મળ પર્યાય થાય તે પણ નહીં. કર્મ નામની શક્તિ તો ત્રિકાળી ગુણ છે. કર્મ નામનો એક ત્રિકાળી ગુણ છે. એ ગુણને કારણે કાર્ય થાય છે.
વિકારી પરિણામ જે થાય છે એ કારણે આચ્છાદિત થાય છે. વિકારી પરિણામ છે એ ભાવઘાતિ છે. જડઘાતિ એ જડ કર્મ છે અને પુણ્ય-પાપના ભાવ એ ભાવઘાતિકર્મ છે. અહીં પણ પહેલાં ભાવઘાતિકર્મનું નામ લીધું છે. “રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામ” ભાષા એમ છે ને! જુઓ! અશુદ્ધ પરિણામ એમ સીધું ન લીધું. “અશુદ્ધ ચેતના પરિણામરૂપ” (કહ્યું છે.)
આહાહા! રાગાદિ પુણ્ય-પાપ, દયા-દાન-વ્રત-કામ-ક્રોધ આદિ અશુદ્ધ ચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું એકત્વપણું સાધતો થકો.” શું કહે છે? શુભ અને અશુભભાવ બે છે તેને સમ્યજ્ઞાન એકપણે સાધે છે. શુભ ઠીક છે અને અશુભ અઠીક છે એવું છે નહીં.
શુભભાવ હો કે અશુભ ભાવ હો બન્ને વિકાર છે, બન્ને દુઃખ છે, બન્ને અશુદ્ધ છે, બન્ને બંધના કારણ છે, આહાહા ! વ્રત પાળવા, દયા-ભક્તિ પાળવી તેને શુભ ભાવ કહે છે.... અને તે દુઃખરૂપ ભાવ છે. તે ભાવ આવે છે પણ તે દુઃખરૂપ છે તેમ જાણે છે. તે ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com