________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
કલશાકૃત ભાગ-૩ તે દયા દાન-વ્રતના વિકલ્પને ઉત્પન્ન કરે. પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય છે એ તો પર્યાયની યોગ્યતાથી થાય છે. તે ભાવમાં લાભ માને છે. પોતાની પર્યાયની યોગ્યતાથી શુભભાવ પોતાના કારણથી એટલે ષટ્ટારકના વિકૃત પરિણમનને કારણે એ પર્યાય ઉત્પન્ન થઈ. પરંતુ તેમાં એવો કોઈ ગુણ નથી. તે વિકૃત શુભ ભાવને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ કે ગુણ આત્મામાં નથી. તો કહે છે- એ પુણ્ય- પાપના ભાવ જ્યારે પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે ભાવ મારા એવો જે મિથ્યા અંધકાર તે શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરવાથી.... ચૈતન્ય પ્રકાશ પ્રગટ થાય છે અને મિથ્યા અંધકારનો નાશ થાય છે, બન્નેનો સમય એક છે.
એ ચૈતન્ય ભગવાન આત્મા ! જ્ઞાનમય-જ્ઞાનનું પૂર.. અમૃતનો સાગર એવો જે ભગવાન આત્મા તેનો અનુભવ કરવાથી. તેની દૃષ્ટિ કરવાથી તેનો આશ્રય કરવાથી તેનો આશ્રય કરવાથી તેની સન્મુખ થવાથી... પર્યાયમાં સમ્યકજ્ઞાન થયું. એ સમ્યક જ્ઞાને મિથ્યા અંધકારનો વ્યય કર્યો. સમ્યજ્ઞાનની ઉત્પત્તિ અને મિથ્યાજ્ઞાનનો વ્યય અને ધ્રુવપણે કાયમ રહેવું. સમજમાં આવ્યું?
કષાયની મંદતા અને શુભભાવ કરતાં કરતાં ધર્મ થશે એ શલ્ય એટલું કઠણ છે. અને આ મહા મિથ્યા શલ્ય છે. ઝીણી વાત છે ભાઈ ! પ્રભુનો મારગ વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે. જે શુભભાવ છે તે તો રાગ છે; તો રાગથી આત્માનું વિતરાગી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે? આ હાહા ! આ પહેલી મૂળમાં ભૂલ છે.
અહીં કહે છે કે- ચૈતન્ય સત્તા-ચૈતન્યનું હોવાપણું તેનો સ્વીકાર અનુભવમાં કર્યો ત્યારે જ્ઞાન પ્રકાશની પર્યાય પ્રગટ થઈ, તેનાથી મિથ્યા અંધકારનો નાશ થાય છે. ત્યારે સમ્યગ્દષ્ટિ થાય છે.
શું કરતો થકો જ્ઞાનનો ચંદ્રમા ઉદય પામે છે? “થ તત વર્ષ વયે ઉપનયન” અહીંથી શરૂ કરીને રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામરૂપ, શું કહે છે? પાઠમાં “કર્મ' શબ્દ પડ્યો છે. પુણ્ય- પાપના ભાવ અશુદ્ધ પરિણામ રાગાદિ અશુદ્ધ અર્થાત્ શુભ-અશુભભાવ તે રાગાદિ ભાવ છે. વ્રત-તપ-દયા-દાનના ભાવ તે રાગ છે. શબ્દ છે “રાગાદિ” એટલે શુભ-અશુભ ષ આદિ અશુદ્ધ જીવના અશુદ્ધ ચેતના પરિણામ છે.
કર્મ શબ્દના બે અર્થ કર્યા “રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલ પિંડરૂપ કર્મ,” જડનાં પરિણામ તો પછી કહેશે.. એમાં નિમિત્તથી કથન કરે છે. “થ તત્વ ' પુણ્ય-પાપ અશુદ્ધ ચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ એ તો નિમિત્તથી કથન છે. અશુદ્ધ ઉપાદાન છે એટલું પરિણમન પોતાનું અને તેમાં જડ કર્મ નિમિત્ત છે. શુદ્ધ ઉપાદાનના આશ્રયથી અશુદ્ધ ઉપાદાન અર્થાત્ અશુદ્ધ મલિન પરિણામ જે હતા તેનો નાશ થયો તો કર્મનો પણ નાશ થયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com