________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧OO
૨૫૯ ભિન્ન- “હું ચૈતન્ય જ્યોતિ છું” એવો ચૈતન્ય પ્રકાશ પ્રગટ થતાં મિથ્યાત્વ પરિણામ માટે છે. અહીં “કર્મ” મટે છે તેમ ન લખ્યું પરંતુ મિથ્યાત્વ પરિણામ મટે છે. શુભભાવ સારો છે અને અશુભ ભાવ ખરાબ છે તેવો જે મિથ્યાત્વભાવ તે મટે છે. (શું કહ્યું?) દયાદાન, વ્રત-ભક્તિ-પૂજાના શુભભાવ છે તે ભલા છે અને અશુભભાવ ખરાબ છે એવો જે મિથ્યાત્વભાવ.. એ શુદ્ધ જ્ઞાનપ્રકાશ થતાં મટે છે. અર્થાત્ તેનો નાશ થાય છે.
હું શુદ્ધ ચૈતન્ય આનંદ જ્ઞાનામૃત સૂર્ય છું. જ્ઞાન અને અમૃતથી ભરેલો એવો જ્ઞાનામૃત સૂર્ય. એની દ્રષ્ટિ થવાથી પોતાનો શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થાય છે. ત્યારે પુણ્ય ભલું અને પાપ બુરું એવા મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે.
આ તો સાદો અધિકાર છે. બપોરના જે શક્તિનો અધિકાર ચાલે છે તે જરા સૂક્ષ્મ છે. વર્તમાનમાં આમાં મોટી ગરબડ છે ને વ્યવહાર સમકિત અને વ્યવહાર વ્રત-તપ કરે તો કલ્યાણ થશે. (ખરેખર) વ્યવહાર સમકિત હોતું જ નથી. શુભાશુભ રાગભાવથી ભિન્ન ચૈતન્યની અંતર દષ્ટિમાં અનુભવ થયો તેને સમ્યગ્દર્શન કહે છે. હવે જે યથાર્થ નિશ્ચયની સાથે રાગ છે તેને આરોપ આપીને વ્યવહાર સમકિત કહે છે. તે કાંઇ વ્યવહાર સમકિત છે નહીં. એ તો રાગભાવ ઉપર આરોપ આપીને કથન કર્યું છે.
અહીં કહે છે કે શુદ્ધ જ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વ પરિણમન મટે છે એમ લીધું છે. શુભ-અશુભ ભાવની રુચિ હઠાવીને, શુદ્ધ જ્ઞાન સ્વરૂપની દૃષ્ટિ કરતાં... શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે મિથ્યાત્વ પરિણામનો અંધકાર નાશ થાય છે. સમજમાં આવ્યું?
પાઠમાં- (શ્લોકમાં) “મોહરજા” શબ્દ છે. તેનો અર્થ એવો કર્યો કે- ‘મિથ્યાત્વ અંધકાર.' અર્થાત્ ભાવ મિથ્યાત્વ તેવો અર્થ કર્યો. ટીકાના પાઠમાં ગુજરાતી ચોથી લીટીમાં છે.
અહીંયા એમ કહ્યું કે- પોતાના શુદ્ધગુણના દ્વારા જ્ઞાન પ્રગટ થયું. તેણે મિથ્યાત્વ એટલે મોહ અંધકારનો નાશ કર્યો. તેણે મોહરજ કહ્યું પણ કર્મરજનો નાશ કર્યો એમ ન કહ્યું. કર્મનો નાશ તેના કારણે થાય છે. અહીં તો સમ્યક્ ચૈતન્યમૂર્તિ, ચૈતન્યચંદ્ર શીતળ ચંદ્ર છે તે શાંત, આનંદરસ અને જ્ઞાનામૃત રસથી ભર્યો છે. એવા અમૃતનો સ્વાદ આવે છે તો કહે છે કે- જ્ઞાનનો પ્રકાશ થયો વસ્તુનો પ્રકાશ થયો. એ પ્રકાશ થતાં મિથ્યા અંધકારનો નાશ થાય છે. બીજો કોઈ ઉપાય છે જ નહીં. ભાઈ ! આટલા વ્રત પાળે અને દયા-ભક્તિ-પૂજા ખૂબ કરે તો મિથ્યા અંધકાર નાશ થાય છે એવું નથી. આ તો સાદી ભાષા છે. બપોરે ચાલે છે તે શક્તિનો અધિકાર થોડો સૂક્ષ્મ છે. કેમ કે તે ગુણનો અધિકાર છે ને!
શક્તિમાં એમ આવ્યું કે- આત્મામાં કોઈ એવો ગુણ નથી કે- જે શુભાશુભ ભાવને ઉત્પન્ન કરે. આત્મામાં કોઈ ગુણ કે કોઈ એવી શક્તિ નથી કે કોઈ સત્ત્વ નથી કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com