________________
૨૬૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧OO
શ્રોતા- નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું.
ઉત્તરઃ- એ તો નિમિત્તને બતાવવા કહ્યું. પરંતુ શુદ્ધ ઉપાદાનના આશ્રયે; અશુદ્ધ ઉપાદાનનો નાશ થયો. અશુદ્ધ ઉપાદાનનો વ્યય થયો તો કર્મનો વ્યય એને કારણે થયો. આત્મા કર્મોનો કર્તા છે અને તેને બાંધે છે એવું છે નહીં. કર્મો તો જડ છે અને જડની અવસ્થા આત્મા કેમ કરે? અને કર્મોને છોડે કેવી રીતે?
અત્યારે આ મોટી ધમાલ ચાલે છે. શુભભાવ છે એ ધર્મ છે. ધર્મ છે. શુભ ભાવથી શુદ્ધતા થાય છે એ મોટું શલ્ય છે. મહા મિથ્યાત્વનો અંધકાર છે. તેમાં શુભભાવ છે તે ધર્મનું કારણ છે એવું માનવું તે ભવ વૃદ્ધિનું કારણ મિથ્યાત્વ ભાવ છે. તે મિથ્યાત્વભાવ ભવરૂપી સમુદ્રમાં ડુબાડે છે. તેથી પહેલાં (માન્યતા) સુધારવી છે. વ્રત-તપના વિકલ્પ એ તો પછી આવશે. પરંતુ આ સમ્યગ્દર્શન થયા વિના; એ મિથ્યાત્વનો નાશ કર્યા વિના એ વ્રત અને પડિમા ફોગટ છે- તે બધા નિષ્ફળ છે. સમજમાં આવ્યું?
પાઠમાં ભાષા કેવી લીધી છે. “મોહરજ' તેમાં મિથ્યા અંધકાર લીધો. (૩૫થ તત વર્મ તેમાં રાગાદિ અશુદ્ધ પરિણામ લીધા. એ ગાથા પણ આવે છે ને ! “મોહરનેT માચ્છાદન” જ્યારે શેઠ હુકમચંદજી આવ્યા હતા ત્યારે સાથે બંસીધરજી અને જીવનધરજી પણ હતા. એમ કે- સમયસારની ગાથામાં આવે છે. મોહરજ છે ને? પરંતુ ટીકાકારે મોહરજનો અર્થ શું કર્યો છે ?
સમયસાર ૧૬૦ ગાથામાં આવે છે. “સો સળTMરિસ સ્મરણમાં fણાવચ્છ0ા” “સબTIMવરિલી' ભગવાન આત્મા તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે. છતાં “વિસ્મરણT fણMIછો ” કર્મરજ-આચ્છાદને,” તે કહે “કર્મરજ' એટલે જડકર્મ. પરંતુ એમ નથી. તે વાત ટીકામાં લીધી છે જુઓ! “જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ.” એ લોકો કહે- જુઓ કર્મ કહ્યું... , પરંતુ કર્મ એટલે જડ કર્મ નહી. કર્મરજનો અર્થ શું છે જુઓઃ “પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ એટલે રાગ પરિણામ, મિથ્યાત્વ પરિણામ તેને અહીંયા કર્મમળ કહ્યું છે. કર્મરાજ એ તો જડની પર્યાય છે, એ તો પર કર્મ છે તેની સાથે શું સંબંધ છે.?
તેમ અહીં પણ “મોહરજ' શબ્દ આવ્યો. મોહરજ, રજ એટલે કર્મ પરમાણું નહીં. આજથી ર૬ વર્ષ પહેલાં પાંચની સાલમાં ચર્ચા થઈ હતી. એ વખતે શેઠ હુકમચંદજી પહેલ વહેલા આવ્યા હતા. જુઓ! અહીં (શાસ્ત્રમાં) મોહરજથી આચ્છાદિત છે. મોહરજજડથી આચ્છદિત છે. કહ્યું કે- એ તો નિમિત્તનું કથન છે; એ વાત અહીં નથી. અહીંયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com