________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
કલામૃત ભાગ-૩ આ પર્યુષણમાં ધડાધડ પંડિતોએ લગાવી દીધા છે. વ્રત કરો, તપ કરો. આમ કરો. તેને સાંભળનારા શેઠિયાઓ જય નારાયણ કરે. આહા હા....! બરોબર છે. એ ભાવનગરના પંડિત આવે અને દીધે રાખે; પછી લોકો તો રાજી રાજી થઈ જાય.
પ્રશ્ન- ધર્મ તો કરવો ને?
ઉત્તર:- હા, પરંતુ ધર્મ કોને કહેવો? અહીં શું કહે છે –તપમાં પણ શરીરમાં આહાર-પાણી ન આવ્યા તે જડની ક્રિયા. દયા-શરીરથી પર જીવને ન મારવો તે શરીરની ક્રિયા થઈ. દયા-વ્રત-તપ-શીલ-સંયમ, જડ ઇન્દ્રિયોનું દમન આદિથી લઈને જેટલી શુભક્રિયાઓ એ બધી જડ છે. તેના અનુસારે થયેલું શુભ પરિણામ તેના અનુસાર થયેલી પુણ્યબંધ પ્રકૃતિ જે પુલપિંડ તે ભલા છે તેમ અજ્ઞાની માને છે. મિથ્યાષ્ટિજીવ દેહની ક્રિયા, વ્રત, તપ આદિ અને તેને અનુસારે શુભ પરિણામ અને તેને અનુસાર પ્રકૃતિબંધ આ બધાને મિથ્યાષ્ટિ ભલા માને છે. આટલું સ્પષ્ટ કથન છે તોય મોટી ગરબડ કરે છે.
આ જડની ક્રિયા જે શરીરની, વ્રત-તપનો ભાવ, આ અપવાસ આદિની ક્રિયા અર્થાત્ આહાર ન લીધો એ શરીરની ક્રિયા છે. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યા તે પણ શરીરની ક્રિયા છે. અને તે અનુસાર થયેલા શુભ પરિણામ પુણ્ય અને તેના અનુસાર થયેલ પ્રકૃતિબંધ તે ત્રણેયને અજ્ઞાની ભલા માને છે.
આ “મોહરા' માંથી કાઢે છે કે- અહીંયા તો કર્મ પ્રકૃતિની વાત છે. અને તમે આવો અર્થ કેમ કર્યો! આવો મારગ સ્પષ્ટ છે. અને તને હજુ “હા” પાડવામાં પસીના ઉતરે છે પ્રભુ! તો પછી પરિણમન ક્યારે થાય? કેટલું સ્પષ્ટ કર્યું છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ જડની ક્રિયા છે. અને તેને અનુસાર જે બ્રહ્મચર્યનો ભાવ થયો તે શુભભાવ છે. અને તે અનુસાર પ્રકૃતિબંધ પુણ્ય તે જડ છે. તે ત્રણેયને અજ્ઞાની ભલા માને છે. વાત સીધી છે નહીં શેઠ!
ભાઈ ! એ શુભ પરિણામથી તારો આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શનનો માર્ગ, આ બંધનથી છૂટવાનો માર્ગ તે રાગથી ભિન્ન છે. તે ક્યારેય આત્માનો આશ્રય લીધો નથી. શુભભાવ એ તો પરનો આશ્રય છે. અને ત્યાં તેને સંતોષ થઈ ગયો કે- આપણે ઘણું કર્યું. ઘણું કર્યું. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું તેના અનુસારે શુભભાવ થયો. બીજું કોઈ દયાદાનની ક્રિયા થઈ શરીરથી તેના અનુસાર શુભભાવ થયો અને તેનાથી પુણ્યબંધ થયો તો તેને લાગે છે કે- ઘણું જ સારુ કર્યું. ખુલાસો કેટલો કર્યો છે. જુઓને !
“જે શુભોપયોગ પરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે;”
શતાવેદનીયને કારણે જે પૈસા-લક્ષ્મી-ધૂળ આદિ મળે, શેઠાઈ મળે તેને અજ્ઞાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com