________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
કલશામૃત ભાગ-૩ દુઃખફલા ' એ વાત અહીંયા કરે છે. શુભભાવ અને અશુભભાવ બન્ને દુઃખ છે. શુભભાવનું ફળ પણ દુઃખ જ છે. એમ કહ્યું. ( તાત્પર્ય એ કે- ) શુભભાવથી સંયોગી ચીજ મળશે અને એ સંયોગ ઉપર લક્ષ જશે તો તને રાગ જ થશે. આહાહાઃ ગજબ વાત છે ને! પૂર્વના કોઈ શુભભાવથી પુણ્ય બંધાશે અને પુણ્યબંધના ઉદયથી તેને અનુકૂળ સંયોગો મળ્યા. હવે એ સંયોગ ઉપર લક્ષ જશે તો તને રાગ જ થશે. “Rવ્વાલો કુમારૂં” આવી વાત છે.
ગઈકાલે કહ્યું ને કે હજાર કેવળીથી એક તીર્થકરની મહિમા વિશેષ છે અને હજાર તીર્થકર કરતાં એક પ્રતિમાની મહિમા વિશેષ છે. એ વ્યાખ્યા તો શુભભાવની વ્યવહારની કરી. કેમ કે જિનેન્દ્ર તીર્થકર ભગવાન તો અમુક જગ્યાએ હો. જ્યારે પરમાત્માની પ્રતિમા તો ચોવીસે કલાક અને બસો, પાંચસો વર્ષ સુધી રહે છે. એ અપેક્ષાએ એ વાત છે. ભગવાન તો અમુક ઠેકાણે થોડો કાળ રહે. જ્યારે પ્રતિમા તો એક સ્થાનમાં કાયમ રહે છે. એ કારણે તેની મહિમા કરી છે. છે તો એ પણ શુભભાવ છતાં વ્યવહારમાં આટલો ફેર બતાવ્યો છે.
સર્વજ્ઞ કેવળી ભગવાન અને તીર્થકર કેવળી તેમાં તીર્થકરને પુણ્યનો અતિશય છે, ઉપરથી ઇન્દ્રો ઉતરે અને તેને લોકો દેખે તેથી તેનો મહિમા બહારમાં વિશેષ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન તો બન્નેના સરખાં છે. તેમાં ફેર છે જ નહીં. કેવળીનું કેવળ અને તીર્થકરનું કેવળ સમાન છે પરંતુ બહારમાં-પુણ્યમાં મહિનામાં ફેર છેને! સભામાં ઇન્દ્રો હોય, વાઘ-નાગ, સેંકડો સિંહ વગેરે હોય.
અહીંતો કહીએ છીએ- કેવળી કરતાં તીર્થકરને પુણ્યનો યોગ એટલો છે એથી વ્યવહારમાં આટલો ફેર છે. બાકી તેનો આશ્રય લેવાવાળાને તો શુભભાવ જ થશે. ઝીણી વાતું બાપુ! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે.
આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કે- જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે. કર્મમાં તો ભલું કોઈ નથી.” શાતાવેદનીય બાંધો કે અશાતા વેદનીય બન્ને દુઃખરૂપ છે. તેના બે ભાવ છે તે બન્ને દુઃખરૂપ છે. આ તો સાદી વાત છે. આમાં કાંઈ બહુ સૂક્ષ્મ નથી. બપોરના જે શક્તિનું વર્ણન છે તે તો અલૌકિક છે. એક એક ન્યાય છે શક્તિના વર્ણનમાં તેમાં ગુણીનું વર્ણન છે, ગુણનું વર્ણન છે. ભગવાન આત્માના અનંતગુણ કેવા છે અને તે ગુણનું કાર્ય શું છે? પર્યાય; તેનું વર્ણન અલૌકિક છે.
આ તો સમજાય એવી ચીજ છે. આમાં કાંઈ સૂક્ષ્મ છે નહીં. કર્મમાં કોઈ ભલું નથી શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે. શુભકર્મથી વીતરાગી વાણી સાંભળવા મળે પણ એ રાગનું નિમિત્ત છે. અને આ બે કરોડ પાંચ-દસ કરોડ ધૂળ મળે તે તો દુઃખનું નિમિત્ત છે. તેને દુઃખનું જ કારણ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com