________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮
કલામૃત ભાગ-૩ મહિમા દશ હજાર તીર્થકર કરતાં પણ વિશેષ છે. આ વાત તો અધ્યાત્મ પંચ સંગ્રહમાં છે. એ છે શુભ ભાવ પરંતુ શુભ ભાવમાં પણ અંદર આત્માનું સ્મરણ- લક્ષ આવે છે. કે આ ભગવાન આત્મા શાંત રસથી ભર્યો એવો અક્રિય બિંબ છે. જેમ પ્રતિમા શાંત રસથી ભરેલ અક્રિયબિંબ છે. તેમ આત્મા રાગની ક્રિયા વિનાનો અક્રિયબિંબ છે.
સમયસારના આગળના ભાવાર્થમાં આવે છે કે- શાંત ભગવાનને જોઇએ તો શાંતિ આવે. ભગવાનની સ્થાપના દેખતાં શાંતિ થાય છે. શાંતિ આ છે તો શુભભાવ પણ એ અંદર શાંતિની યાદ અપાવે છે. આ શાંત. શાંત.... ઉપશમરસથી ભર્યા પડ્યા છે, તે હલે નહીં– ચલે નહીં– ક્રિયા નહીં એવી મારી ચીજ છે. હું શાંત ચૈતન્ય પ્રતિમા છું એવી યાદ આવે છે તો તેને ભગવાનની પ્રતિમા નિમિત્ત છે તેમ કહેવામાં આવે છે.
અહીં તો જેવી છે તેવી વાત જાણવી જોઇએ. આમાં અહીંયા કોઇ પક્ષ છે નહીં. સંતો પૂર્વે કહી ગયા છે એ વાત છે. શ્રી નાટક સમયસારમાં બનારસીદાસજીએ કહ્યું છે કે- “જિન પ્રતિમા જિન સારખી.”
ચંદ્રમા જેવો આત્મા તેજ:પુંજ દ્વારા પ્રગટ થાય છે. રાગનું અર્થાત્ શુભાશુભભાવનું કર્તાપણું છોડીને... એટલે કે શુભાશુભ ભાવની રુચિ છોડીને જેણે ચૈતન્ય પ્રકાશની રુચિ કરી છે. શીતળ ચંદ્રમાં પ્રગટ થાય છે તેમ ચૈતન્ય પ્રકાશ થતાં શાંતિ પ્રગટ થાય છે.
जाके उर अंतर सुद्रिष्टिकी लहर लसी, विनसी मिथ्यात मोहनिद्राकी ममारखी। सैली जिनशासनकी फैली जाके प्रगट भयौ, गरबको त्यागी षट-दरबको पारखी।। आगमके अच्छर परे हैं जाके श्रवनमें, हिरदै-भंडारमैं समानी वानी आरखी। कहत बनारसी अलप भवथिति जाकी,
सोई जिन प्रतिमा प्रवांनै जिन सारखी।।३।। પ્રવચન નં. ૯૬
તા. ૧૬-૯-'૭૭ પુણ્ય-પા૫ અધિકારનો 100 નંબરનો કળશ ચાલે છે. ભાવાર્થ આમ છે કે“ચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે.” અહીં ચંદ્રનું દ્રષ્ટાંત આપ્યું.... સૂર્યનું નહીં કેમ કે ચંદ્રમામાં પ્રકાશ અને શીતળતા બન્ને સાથે છે. હવે સિદ્ધાંત કહે છે. “શુદ્ધજ્ઞાન પ્રકાશ થતાં પુણ્ય-પાપના રાગથી ભિન્ન એવા આત્માનો ચૈતન્ય પ્રકાશ થતાં... “શુદ્ધ જ્ઞાન પ્રકાશ થતાં.' મિથ્યાત્વ પરિણામ મટે છે.
શુદ્ધ જ્ઞાનપ્રકાશ” તેનો અર્થ શુભ-અશુભ ભાવ જે વિકાર-વિકલ્પ રાગ તેનાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com