________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬
કલશામૃત ભાગ-૩ શ્રોતા- એ પરસનુખનો ભાવ છે.
ઉત્તરઃ- પરસમ્મુખ એ પણ શુભ છે ને એમ તે કહે છે. એનું નામ શુભ છે અને તે અશુભની અપેક્ષાએ શુભ છે... બાકી તો બન્ને અશુદ્ધ છે. પંચાધ્યાયમાં પણ એ અર્થ કર્યો છે. પંચાધ્યાયના અર્થ મખનલાલજી એ બનાવ્યા ને! તેમાં એક શ્લોક છે- શુભભાવ દુષ્ટ પુરુષની પેઠે આદરણીય નથી. દુષ્ટ પુરુષનું કથન જેમ આદરણીય નથી તેમ શુભભાવ આદરણીય નથી. મૂળ શ્લોકનો અર્થ કર્યો તેમણે અને પાછી દષ્ટિ ફેરવી નાખી.
અહીંયા કહે છે- “સર્ચ એવોuસુધાર્ણવ: સ્વયમ ઉતિ” આગળના કળશમાં એતદ્ હતું ને! અહીંયા “અય' એમ આવ્યું. (મય) વિદ્યમાન શુદ્ધ જ્ઞાનપ્રકાશ, તે જ છે ચંદ્રમાં” પુણ્ય-પાપના ભાવ એ કાંઈ ત્રિકાળી વિદ્યમાન નથી, એ તો ક્ષણિક ઉત્પન્ન થાય છે. ભગવાન તો ત્રિકાળી આનંદનું ધામ વિદ્યમાન છે. તે શુદ્ધ ચૈતન્યના પ્રકાશનું પૂર છે. “યં- વિદ્યમાન, સવવો- શુદ્ધ જ્ઞાનપ્રકાશ.” અવબોધ એટલે જ્ઞાન. શુદ્ધ જ્ઞાનપ્રકાશ ત્રિકાળ વિદ્યમાન છે. તે જ છે. (સુધાર્ણવ:) ચંદ્રમા. સ્વયં ઉદિત છે.
તે જેવો છે તેવો પોતાના તેજ:પુંજ વડે પ્રગટ થાય છે.” ચૈતન્ય પુંજ પ્રભુ જે વિદ્યમાન છે... એ શુદ્ધ પ્રકાશરૂપી ચંદ્રમા, જોયું! ચંદ્રની ઉપમા આપી. જેમ ચંદ્રનો પ્રકાશ છે તે શીતળ છે તેમ ચૈતન્યના પ્રકાશમાં શીતળતા ને શાંતિ સાથમાં છે. સમ્યગ્દર્શનમાં જે શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થયો તેની સાથે શાંતિ પણ પ્રગટ થાય છે. એટલે અહીં ચંદ્રનું દૃષ્ટાંત આપ્યું. સૂર્યના પ્રકાશમાં આતાપ છે જ્યારે ચંદ્રના પ્રકાશમાં શીતળતાઠંડક છે. ભગવાન આત્મા રાગનું કર્તાપણું છોડીને જ્યાં પોતાના ચૈતન્ય પ્રકાશનું પર્યાયમાં વ્યક્તપણું પ્રગટ થયું તો જ્ઞાનમાં સાથે શાંતિ પણ આવી. એવો જ્ઞાનરૂપી ચંદ્રમાં પ્રગટ થયો.
બીજ ઊગે છે તેને લોકો પગે લાગે છે ને! સવારમાં સૂર્યને પગે લાગે છે. સૂરજને પગે લાગવાનો હેતુ તો એ છે કે તેમાં ભગવાનની પ્રતિમાઓ છે. સૂર્યની અંદર મંદિરમાં જિન પ્રતિમાઓ છે. તેને પગે લાગે છે. બીજ ઊગી એટલે જે ચંદ્ર નહોતો દેખાતો તે દેખાયો. એ રીતે ચંદ્રમામાં પણ જિનપ્રતિમા શાશ્વત મણી રતનની છે, એટલે બીજને પગે લાગે છે. પગે લાગવાનો હેતુ તો અંદર ભગવાન છે તેને પગે લાગવાનો છે.
પ્રશ્ન:- બધે મંદિર છે? ઉત્તર- બધેય મંદિર છે. પ્રશ્ન:- ચંદ્રમામાં પણ મંદિર છે?
ઉત્તર:- બધે જ મંદિર છે- ચંદ્રમાં, સૂર્યમાં જિનમંદિર છે. તેમાં જિન પ્રતિમાઓ શાશ્ચત છે. ચક્રવર્તી એના મહેલ ઉપર ચઢીને દર્શન કરે છે. મૂળતો મંદિરને પગે લાગે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com