________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧OO
૨૫૫ કલશ - ૧OO : ઉપર પ્રવચન અત્યાર સુધી કર્તાકર્મ અધિકાર હતો હવે પુણ્ય-પાપનો અધિકાર શરૂ થયો. હવે અધિકાર પલટયો.
શાસ્ત્રમાં શબ્દ તો “પ્રકૃતિના” તેમ છે. અહીં કહે છે પુણ્ય-પાપ પ્રકૃતિ છે તે જડ છે. લોકો તેવો પ્રશ્ન કરે છે કે અહીં તો પ્રકૃતિની વાત છે. પુણ્ય-પાપ એક સરખાં જડ છે તો તે વાત તો જડની છે, ત્યાં શુભાશુભ છે તે એક સરખાં છે એ વાત ક્યાં છે.?
એ “પ્રકૃતિના” એમાંથી અમૃતચંદ્રાચાર્ય અર્થ કાઢે છે. વાત તો પરમાણુની છે, પરંતુ પુણ્ય-પાપ પ્રકૃતિના છે તો જે ભાવથી જે બંધાયા તે ભાવ પણ તેમાં (જડમાં) આવી જાય છે.
આગળ શ્લોક ૧૦રમાં આવશે “ હેતુ સ્વમાવાનુમવા શયાળ” હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય. ત્યાં એકલી (જડ) પ્રકૃતિ લેવી છે તેમ નથી. ભાઈ ! બંધમાં, પુણ્યબંધ અને પાપબંધ બન્ને એક સરખાં છે. તેઓ એમ કહે છે કે શુભાશુભ બન્ને એક સરખાં છે તેમ તેમાં આવતું નથી. આ પ્રશ્ન છે. રતનચંદજી સહરાનપુરવાળા એમ કહે છે કે અહીં તો પ્રકૃતિની વાત છે. પુણ્ય-પાપના ભાવની વાત નથી. પરંતુ અમૃતચંદ્રાચાર્યે એક શબ્દમાંથી ચાર અર્થ કાઢયા છે તે વાત ૧૦૨ શ્લોકમાં આવશે. (૧) કારણ શુભાશુભ ભાવ. (૨) પુણ્ય પ્રકૃતિ બંધન (૩) તેનાં ફળરૂપે સંયોગો (૪) બંધના આશ્રયે શુભાશુભ ભાવ થાય છે.
એ લોકો તો એમ જ કહે છે કે પ્રકૃતિની વાત છે તેમાં પુણ્યપાપ હેય છે તે વાત તેમાં ક્યાં છે? જડની વાત છે તેમાં શુભભાવ ક્યાંથી આવ્યો? અહીં તો કહે છેશુભાશુભ ભાવ કહો કે શુભાશુભ પ્રકૃતિ કહો કે શુભાશુભના આશ્રયે બંધનું કારણ છે એમ કહો. તે બધી એક જ વાત છે. કુંદકુંદઆચાર્યને થોડા શબ્દોમાં ઘણું કહેવું છે, તેમને બહુ વિસ્તારથી નથી કહેવું તેથી તેમણે મુખ્યપણે “પ્રકૃતિ ” લીધી. પછી તેમની ટીકા કરી તો તેમાં પ્રકૃતિનું કારણ એવા શુભાશુભભાવ પણ તેમાં આવી જાય છે.
શ્લોક ૧૦૧માં આવશે કે- શુભાશુભભાવ ચંડાલણીના પુત્રની પેઠે બન્ને હેય છે. બન્ને ચંડાલણીના પેટથી ઉત્પન્ન થયેલાં છે. એક ચંડાલણીના ઘરે રહ્યો અને એક બ્રાહ્મણના ઘરે રહ્યો. પણ.... છે બન્ને ચંડાલણીના પુત્ર તેમ શુભ અને અશુભ બન્ને ચંડાલણીના પુત્ર છે. તે ભગવાનના સ્વભાવના પુત્ર નથી. આહાહા ! આકરું કામ છે. અત્યારે વાંધાજ આ ઉઠયા છે ને!! તે કહે– શુભભાવ મોક્ષનો માર્ગ છે. અહીંયા કહે– શુભને અશુભ બન્ને બંધના કારણ છે. એ મોક્ષનો માર્ગ છે જ નહીં.
અત્યારે મખનલાલજીએ એ ચર્ચા ઊપાડી છે ને! શુભભાવ મોક્ષનો માર્ગ છે. અહીં કહે છે- શુભભાવ બંધ (માર્ગ) છે. તે ચંડાલણીનો પુત્ર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com