________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૯
૨૫૩ હતા. હવે રાગનું કર્તાપણું છૂટી ગયું તો કર્મ કર્મપણે થવાનું છૂટી ગયું. કર્મ કર્મપણે રહ્યા નહીં. આહાહા! નિમિત્ત છૂટી ગયું તો નૈમિત્તિક કર્મની અવસ્થા પણ છૂટી ગઈ. આવી વ્યાખ્યા છે. સમજમાં આવ્યું?
એક ભાઈ કહેતો હતો કે- પેલું કેવું સીધું હતું. અમે દયા પાળીએ, વ્રત પાળીએ, સામાયિક-પોષાને પડિકમણા કરો, પોષા કરો, અપવાસ કરો ! એમાં તમે વચ્ચે આ લાકડું માર્યું કે- એ બધી ક્રિયાઓ રાગની છે. અમે જેને જૈનધર્મ માની બેઠા તેને તમે અધર્મ અર્થાત્ ધર્મ નહીં એમ કહો છો.
એક વીરમગામનો ઈન્કમટેક્ષનો ઉપરી આવ્યો હતો. તે શ્વેતામ્બર દહેરાવાસી હતો. તેણે વ્યાખ્યાન સાંભળ્યું અને વ્યાખ્યાન સાંભળી ને આવ્યો સ્વાધ્યાય મંદિરમાં. વ્યાખ્યાન સાંભળીને કહે- બહુ સરસ. પછી અંદર આવ્યો. અંદર આવીને કહેમહારાજ ! અમે જે કાંઈ આ કરતા હતા તેમાં તમે આ લાકડું માર્યું. અમે પૂજા કરીએ, શૈત્રુંજ્યની જાત્રા કરીએ એમાં ધર્મ નહીં? ત્યાં ભગવાનનું વાતાવરણ કેટલું સરસ હોય. મેં કહ્યું ત્રણકાળમાં ધર્મ નહીં. એ તો પરલક્ષી શુભ ભાવ છે. એવો ભાવ હો પણ તે બંધન કર્તા છે. જ્ઞાનીને પણ એવો ભાવ આવે છે. પણ તે બંધનું કારણ છે. અમે તેને મોક્ષનું કારણ માનતા હતા તે વાત સીધી હતી તેમાં તમે આડ મારી.
અહીંયા કહે છે કે- ભગવાન આત્મા શુભભાવનો કર્તા થતો હતો ત્યાં સુધી તો અજ્ઞાન હતું... અર્થાત્ ચૈતન્યનું જ્ઞાન ન હતું. જે ચૈતન્ય પ્રકાશનું પૂર છે તેના જ્ઞાનનું જ્ઞાન ન હતું. રાગનો કર્તા થતો હતો અને રાગનું જ્ઞાન હતું તે અજ્ઞાન હતું. જ્યારે જ્ઞાનનું જ્ઞાન થયું તો રાગનું કર્તાપણું છૂટી ગયું. અને જે કર્મ બંધન હતું એ પણ રહ્યું નહીં.
આ કર્તાકર્મનો છેલ્લો શ્લોક છે ને! તેથી આમાં સરવાળો કર્યો. આપણે કર્તાકર્મ અધિકાર તો ઘણાં વખતથી ચાલે છે. કલાસના પંદર દિવસ તો થઈ ગયા અને એ પહેલાંની ચર્ચા ચાલે છે. હવે પુણ્ય-પાપ અધિકાર આવે છે. આ બહુ સમજવા જેવી વાત છે. મધ્યસ્થ વાત છે આ કાંઈ બહુ ઝીણી વાત નથી.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com