________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૫૨
કલશાકૃત ભાગ-૩ અજ્ઞાનપણે રાગનો કર્તા હતો તો કર્મ કર્મપણે થતાં હતા. આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. હવે અહીં શાતાપણાનું ભાન થયું તો રાગનો કર્તા ન થયો. તો હવે કર્મ કર્મપણે ન થયા. કર્મ કર્મને કા૨ણે કર્મપણે ન થયાં. અહીંયા રાગનું કર્તાપણું છૂટી ગયું તો હવે નિમિત્તપણું રહ્યું નહીં... તો પુદ્ગલમાં જે નૈમિત્તિક પર્યાય થતી હતી તે પણ રહી નહીં. આવો મારગ છે.
આ વાણિયા ચક્રવૃદ્ધિનું વ્યાજ કાઢવામાં હોંશિયાર. ચક્રવૃદ્ધિનું વ્યાજ એટલે શું સમજ્યા ? પાંચ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હોય. ત્યારે તો આઠઆના (પચાસપૈસા ) વ્યાજ હતું હવે તો તમારે રૂપિયો ને દોઢ રૂપિયો થઈ ગયો. પાંચ લાખ રૂપિયા આપ્યા હોય તો સો રૂપિયાના આઠઆના મહિનાનું વ્યાજ પછી એ રીતે દ૨૨ોજનું વ્યાજ કરે અર્થાત્ વ્યાજ સહિતનાં પૈસાનું પણ વ્યાજ ચઢાવે. તેને ચક્રવૃદ્ધિનું વ્યાજ કહેવાય.
શ્રોતાઃ- આત્મામાં જ્ઞાનની ચક્રવૃદ્ધિ.
ઉત્ત૨:- આ ભગવાન અંદર ચક્રવર્તી છે. આહાહા ! એને ભૂલીને રાગમાં રોકાણો છે ). પહેલાં ગૃહસ્થ માણસ હોય તો બબ્બે લાખ રૂપિયા આપતા અને આઠ આના વ્યાજ તો બસ હતું... હવે દોઢ ટકો થઈ ગયું છે એમ સાંભળ્યું છે. એ આઠઆનાનું દ૨૨ોજનું વ્યાજ ચઢાવે. પાંચ લાખનું દ૨૨ોજનું વ્યાજ અને વ્યાજ સહિતની મૂડીનું ફરીથી બીજે દિવસે વ્યાજ ચઢાવે... તેમ દ૨૨ોજનું વ્યાજ ચઢાવે. આ રીતે બાર મહિના સુધી લઈ જાય તે ચક્રવૃદ્ધિ વ્યાજ. આમાં વાણિયા હોશિયાર.. વાણિયા એટલે જે વેપાર કરે તે વાણિયા, વેપા૨ ક૨ે એ અપેક્ષાએ ખોજાને પણ વાણિયા કહેવાય. તે વાણિયાની નાતના ભલે ન હોય. તેમ ભગવાન આત્મા વાણિયો વેપારી છે. એ વાણિયો કહે છે કે- જ્યાં પોતાના જ્ઞાન સ્વરૂપનો વેપા૨ી થયો ત્યાં રાગનો કર્તા થતો હતો તે છૂટી ગયું અને જે કર્મ કર્મપણે બંધાતા હતા તે ન રહ્યું. સમજમાં આવ્યું ?
“ હર્મ અપિ ર્મ વ ન” મિથ્યાત્વ- રાગાદિ વિભાવ કર્મ પણ રાગાદિરૂપ થતું નથી.” કર્મ પણ હવે કર્મપણે બંધાતા નથી. “ યથા 7 અને વળી જ્ઞાનં જ્ઞાનં भवति ” “ જે શક્તિ વિભાવરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, ” શક્તિ તો શક્તિ છે. પરંતુ પર્યાયમાં જે વિભાવરૂપ હતી તે જ પોતાના સ્વભાવરૂપ થઈ. રાગનો કર્તા વિભાવપણે તો એ સ્વભાવનો કર્તા થયો તો જ્ઞાનરૂપનો કર્તા થઈ ગયો. આ આત્મા જ્ઞાનની શક્તિનો કર્તા છે.
દ
યથા પુદ્દન: અપિ પુદ્દન: ” અને જ્ઞાનાવ૨ણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ કર્મપર્યાય છોડીને પુદ્ગલદ્રવ્ય થયું. ” આહાહા ! ભગવાન આત્મા જ્યારે રાગનો કર્તા છૂટી ગયો અને સમ્યગ્દર્શનમાં જ્ઞાનનો કર્તા થયો.... હવે રાગનો કર્તા થયો નહીં તો તેને રાગ છે નહીં. જ્યાં સુધી રાગનો કર્તા થતો હતો ત્યાં સુધી કર્મ કર્મપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com