________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
કલામૃત ભાગ-૩ અહીં કહે છે કે- શુભજોગ તે તો રાગ છે. રાગને કરે એવી કોઈ શક્તિ આત્મામાં છે જ નહીં.
આત્મા અનંત અનંત શક્તિએ બિરાજમાન છે. પરંતુ તે અનંત શક્તિમાંથી કોઈ એવી શક્તિ નથી કે- પરનું કરે, રાગને કરે, વ્યવહારને કરે એવી કોઈ શક્તિ જ આત્મામાં નથી એમ કહે છે. એ કહે એકલો વ્યવહાર.... વ્યવહાર. દયા-દાન, વ્રતભક્તિ ને પૂજા બસ એ વ્યવહારથી નિશ્ચય થશે. દૃષ્ટિની વિપરીતતા ઘણી.
શાથી ગંભીર છે.?” અનંત અનંત શક્તિથી ગંભીર કહ્યું ને! કયા કારણથી ગંભીર છે? “વિછીનાં નિરમરત: જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ” એક જ્ઞાનગુણમાં અનંતી પર્યાય અને એક એક પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ અંશો. “તેમના અનન્તાનન્ત સમૂહ હોય છે.” જેટલા નિરંશ ભાગ કરો અને એ અંશનો ભાગ ન પડે.. અંશ ન પડે તેવો નિરંશ, ભાગ કરો તો તેના અનંતાનંત સમૂહ થાય છે.
નિરંશ એટલે એ અંશી એકલો છે. તે અંશનો (બીજો) અંશ નથી. અંશ છે તેમાં બીજો અંશ નથી તેવા નિરંશનો અંશ, તેવા તો અનંતા અનંત છે. આ તો સિદ્ધાંતની ગંભીર વાણી છે. અરે ભગવાન! પોતાની શું ચીજ છે એ તરફ ક્યારેય લક્ષ દીધું જ નથી. દેખવાવાળાને દેખ્યો નહીં- જાણવાવાળાને જાણ્યો નહીં. અને પરને જાણવા દેખવામાં રોકાઈ ગયો. સમજમાં આવ્યું?
નિરંશ'; નિરંશ નામ અંશનો. ભેદ નહીં એવો નિરંશ, અંશ વિનાનો જે ભેદ છે તેમાં અનંત આનંદ છે. એમ કહે છે. જ્ઞાનગુણની જ્ઞાનની પર્યાયમાં જેનો બીજો અંશ નથી તેવો નિરંશ. અહીંયા તો છેલ્લે કેવળજ્ઞાનને પણ લઈ લેશે. અંતરમાં નિરંશ જે અનંત શક્તિએ છે તે પર્યાયમાં કેવળજ્ઞાન થતાં એ નિરંશમાં અનંત શક્તિ પ્રગટ થઈ ગઈ. સમ્યગ્દર્શનમાં પણ અનંત અનંત અંશોની પ્રતીત પ્રગટ થઈ ગઈ. હું રાગવાળો છું એ વાત તો છૂટી ગઈ. અનંત નિરંશ ભાગ એવા અનંત-અનંત નિરંશ પ્રગટ થયા. આરે આવી મોટી વાતું બાપુ! તારા મારગડા જુદા નાથ ! તું પ્રભુ છો ને નાથ ! તારી શક્તિમાં તો એ.... નિરંશ અંશ પણ પ્રભુતાથી ભર્યો છે.
અરૂપી અંતર ભગવાનમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો અભાવ છે. જેમાં શરીર રાગાદિનો અભાવ છે. આહાહા...જે અનંત અનંત જ્ઞાન અને આનંદની શક્તિથી ભરપૂર છે એ ભગવાનની પ્રતીત અને અનુભવ થયો તો કહે છે કે- “ર્તા વર્તા ન મવતિ” અજ્ઞાનપણે થતા દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામનો હું કર્તા, તેનો હું રચનારો એવી જે માન્યતા હતી તે હવે કર્તા ન ભવતિ.
એ તો બપોરે શક્તિના પ્રવચનમાં કહ્યું હતું ને! પર્યાયના છ કારકથી પર્યાયમાં વિકૃત અવસ્થા થાય છે. આ જ કારક તે પર્યાયના હોં! ૩૯ મી શક્તિ ગજબ છે. પર્યાયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com