________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮
કલશામૃત ભાગ-૩ આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશ એટલે અંશ. અસંખ્ય અંશ છે તે વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં. જીવના અસંખ્ય પ્રદેશ છે એ સર્વજ્ઞ સિવાય કોઈએ કહ્યું નથી. શ્રીમજીમાં આવે છે- “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન.” શુદ્ધ અર્થાત્ પવિત્ર ભગવાન અને બુદ્ધ એટલે જ્ઞાનની મૂર્તિ પ્રભુ અને ચૈતન્યઘન એટલે અસંખ્ય પ્રદેશી.
“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ.” તે ચૈતન્યઘન સમૂઠું છે. સ્વયં પોતાથી જ્યોતિ છે. અને તે આનંદનું ધામ છે. પ્રભુ અતીન્દ્રિય આનંદનું સ્થળ છે. તે અતીન્દ્રિય આનંદની ભૂમિકા છે. આગળ કહ્યું કે- “કર વિચાર તો પામ.“છેલ્લો શબ્દ આ લીધો. એ તરફનું જ્ઞાન કર તો તું પામ. ત્યાં એમ ન લીધું કે- તું દેવગુરુશાસ્ત્રની ભક્તિ કર તો પામ! શુદ્ધ સ્વરૂપનો વિચાર કર તો પામ.
આહાહા ! અનાદિથી શુભ અશુભ ભાવનો અભ્યાસ છે એ અભ્યાસને છોડીને. (આત્માનો અભ્યાસ કર.) આત્મા અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. આત્માનો દેશ તે એનું ક્ષેત્ર છે. આત્માનો દેશ એટલે ક્ષેત્ર. અસંખ્યાત પ્રદેશી દેશ છે. તેનું ક્ષેત્ર... ભૂમિ અસંખ્યાત પ્રદેશી ભૂમિ છે. અને તેમાં અનંતગુણ વ્યાપક છે.
વળી કેવો છે? “વૈ: અત્યન્ત-શ્મીરમ” ઉચ્ચઃ નો અર્થ અનંત કર્યો, અને અત્યંતનો અર્થ પણ અનંત કર્યો. આત્મા અનંતથી અનંત શક્તિએ બિરાજમાન છે. બપોરના શક્તિ ચાલે છે ને? તો કહે છે- અસંખ્ય પ્રદેશમાં અનંત અનંત અપરિમિત શક્તિએ અર્થાત્ જેનું માપ નહીં એટલી શક્તિએ ભગવાન બિરાજમાન છે. “અનંતથી અનંત શક્તિ” એમ પાઠમાં લીધું ને?
શૈ: અત્યન્તશ્મીરમ” જેને અનંત અનંત શક્તિથી ભરપૂર હું છું એવું ભાન સમ્યગ્દર્શનમાં થાય છે, ત્યારે તે શુભરાગનો કર્તા પણ થતો નથી. સમજમાં આવ્યું? કેમ કે અનંત અનંત શક્તિનો ભંડાર ભગવાન તેમાં એવી કોઈ શક્તિ નથી કે વિકૃતભાવને કરે ? અનંત શક્તિમાં એવી કોઈ શક્તિ નથી. આ પ્રશ્ન કળશટીકામાં ચાલ્યો છે- અનંત શક્તિ છે તો તેમાં એક શક્તિ એવી પણ હોય કે તે પરનું કરે. આત્મામાં અનંત શક્તિ છે ને! તો અંદર એક એવી પણ શક્તિ હો કે- પરનું કરે, રાગનું કરે. આવો શિષ્યને પ્રશ્ન થયો. તે આપણે આવી ગયું છે.
સર્વશક્તિ કહો તો પણ સર્વશક્તિમાન અર્થાત પોતાની શક્તિ. પરના કર્તાપણાની શક્તિ તેમાં છે જ નહીં. લોકમાં એમ કહે છે કે- જે એક ગાયને ચારે તે ગોવાળ સાથે સાથે પાંચ ગાયને ચારે તેમાં તેને શું હરકત છે? એક ગાયને ચરાવે તો સાથે સાથે તે પાંચ ગાયને પણ ચરાવે. તેમ આત્મામાં અનંત શક્તિ છે તો એક શક્તિ એવી પણ હો કેપોતાનું પણ કરે અને રાગને પણ કરે! ભાઈ ! એમ છે નહીં. અનંત અનંત શક્તિ પોતાનામાં પવિત્ર ભરી છે તો તે પવિત્ર પરિણામને કરે. રાગને કરે એવી કોઈ શક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com