________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૯
૨૪૯ આત્મામાં છે જ નહીં. આવી સ્પષ્ટ વાત છે.
હવે ત્યાં તો એમ કહે છે કે- શુભજોગ તે મોક્ષનો માર્ગ છે લ્યો! મખનલાલજીએ કૈલાસચંદજીને ચેલેન્જ આપી છે. કૈલાસચંદજીએ કહ્યું- કુંદકુંદાચાર્ય શુભજોગને હેય માનતા હતા. તો શું કુંદકુંદાચાર્ય મિથ્યાષ્ટિ છે? એ ચર્ચા હવે ઊભી થઈ. અરે. ભગવાન, તું ક્યાં લઈ ગયો !!
ભગવાન આત્મા પોતાના સ્વભાવની દૃષ્ટિમાં જાય છે તો તેને હવે રાગનું કર્તાપણું બંધ થઈ અને અનંત અનંત શક્તિની વ્યક્તતા પ્રગટે છે. આહાહા ! આવું ઝીણું પડે એટલે લોકો પછી (રાડો પાડે). મૂળ ચીજ તો આ છે , આ ચીજ સમજવાની અને કરવાની છે. સમજમાં આવ્યું?
“અનન્તાનઃ સમૂહ હોય છે. , તેમનાથી અત્યંત ગંભીર છે.” જેનું તળ અનંત અને અત્યંત ગંભીર છે. સમુદ્રના તળમાં જેમ હીરા અને મોતી પડયા હોય તેમ ભગવાનના ધ્રુવ તળમાં અનંત શક્તિઓમાં અનંતપણાની ગંભીરતા પડી છે. આહાહા! આવી વાત છે. ધ્રુવ આત્મામાં અનંત અનંત શક્તિ છે એ અનંત અનંત શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે. સમજમાં આવ્યું?
હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળ સિદ્ધિ છેતે કહે છે.” પોતે જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય છે એવું ભાન થયું તો તેને જ્ઞાતાપણાની પ્રતીતથી જ્ઞાતાપણું પ્રગટ થયું. રાગપણાની કર્તાપણાની માન્યતા હતી... પણ, એવો કોઈ ગુણ ન હતો. એ માન્યતા તો અજ્ઞાને ઊભી કરી હતી. આત્મામાં અનંત જ્ઞાન હતું. હવે રાગનું કર્તાપણું છોડી અને જ્ઞાનસ્વભાવની દૃષ્ટિ થઈ તો જ્ઞાન પર્યાય પ્રગટ થઈ. કેવી રીતે ફળ સિદ્ધિ છે તેનો અર્થ.
હવે શ્લોકની પહેલી લીટીનો અર્થ કરે છે. “ર્તા કર્તા ભવતિ ન થથા કર્મ મપિ નૈવ.” આહાહા! ભગવાન આત્મા જે અનંત જ્ઞાનથી ગંભીર એવી ચીજ જ્યાં પ્રગટ થઈ તે સમ્યગ્દર્શન-જ્ઞાનમાં “વાર્તા વાર્તા જ મવતિ” ભગવાન આત્મા જે રાગનો કર્તા થતો હતો એ હવે કર્તા થતો નથી. (અજ્ઞાનીને લાગે કે) આ બધા કામ આખો દિવસ કરીએ છીએ ને? આ હુશિયાર માણસ પ્રમુખ હતાને! એ તો બધા કાર્ય કરતા હતા ને? એ કામ કરતા ન હતા પરંતુ જે રાગ હતો એ પણ એમનું કર્તવ્ય ન હતું. આ તો તેમનો દષ્ટાંત, વાત તો બધાની છે.
ભગવાન તુમ જ્ઞાનગુણથી ગંભીર છે ને! તારામાં અપરિણીત જ્ઞાન ને આનંદ પડ્યો છે. આવા અપરિમિત જ્ઞાન ને આનંદનું ભાન થયું. રાગનું કર્તાપણું છોડીને તો કહે છે “કર્તા કર્તા ન ભવતિ ” પહેલાં રાગનો કર્તા હતો એ હવે જ્ઞાન પ્રગટ થતાં તે “કર્તા ન ભવતિઃ ” આવો મારગ છે ભાઈ ! હવે મખનલાલે ચેલેન્જ આપી છે કે દિલ્હી આવો. અમે ચેલેન્જ આપીએ છીએ કે- શુભજોગ છે તે મોક્ષનો માર્ગ છે તે અમે સિદ્ધ કરશું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com