________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૯
૨૫૧ અંશમાં બદ્ધારકના કારણથી વિકૃત અવસ્થા રાગદ્વેષાદિની થતી હતી. મિથ્યાત્વ આદિનું પરિણમન ષકારકથી થતું હતું. હવે તેનાથી રહિત પોતાની શક્તિની સંભાળ લીધી તો રાગથી રહિત પરિણમન કરવું તેવો તેનો ગુણ છે. રાગહો, અને તેનો કર્તા ન હો! એટલે કે- રાગના અભાવ સ્વભાવરૂપ પરિણમન હોં!!
અરેરે... નિરાધાર, અશરણ રાગનું ત્યાં શરણ લેવા જાય છે. પરંતુ ત્યાં શરણ નથી. આત્મા બાહ્યનું શરણ લેવા જાય છે પરંતુ શરણ તો અંદર અનંત જ્ઞાનનો ભંડાર ભગવાન પડ્યો છે ને! ત્યાં શરણ ન લીધું તેથી તે રાગ, દયા-દાન, વ્રત-ભક્તિના શુભ પરિણામનો કર્તા થતો હતો. હવે જ્ઞાનનું ભાન થયું તો તે કર્તા ન ભવતિ. સમાજમાં આવ્યું? આવી અંતરની રમતુંની વાતો છે.
અન્યમતિમાં આવે છે કે- “રામની રમતને તે જ લૂંટે, કંચન અને કામની ચોકી આડે શામની. રામની રમતને તે જ લૂંટે.”કહે છે? આ કંચન અને કામિની, પૈસા અને સ્ત્રીના પ્રેમમાં ભગવાન આનંદના નાથનું ભગવાનપણું ભૂલી ગયો. “કંચન અને કામિની, ચોકી આડી શામની.” શામ અર્થાત્ ભગવાન એને પામવામાં વચ્ચે ચોકી છે. તેને અંદર નહીં પામી શકે. રામની રમતને તે જ લૂંટે-કંચનને કામિનીનો પ્રેમ, તેમ આ દયા-દાન-વ્રત એવો પુણ્યનો-રાગનો પ્રેમ તે આત્મશાંતિને લૂંટે છે. રામની રમતું અર્થાત્ નિજ પદ રમે સો રામ કહીએ. આનંદ અને જ્ઞાનની શક્તિનો ભંડાર છે. તેમાં રમવું તે આત્મારામ છે. એ આત્મારામ થયો એ પહેલાં તેણે રાગની રમતમાં કર્તાપણું માન્યું હતું હવે એ રામની રમતમાં રાગનું કર્તાપણું છૂટી ગયું. આ પોતાનો રામ હોં! એ... આત્મા આનંદરામ. સમજમાં આવ્યું?
“યથા વર્તા વર્તા ન મવતિ” જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વ પરિણામનો કર્તા થતો હતો,” મિથ્યા નામ જૂઠા પરિણામ એ રાગાદિના હતા. શુભ-અશુભભાવ તે બધા જુઠા ભાવ હતા. તે પોતાના આત્માના સત્યભાવ નહીં. આહાહા ! “એ જ્ઞાનગુણ હવે એવો પ્રગટ થયો.” અજ્ઞાનપણાને લીધે એ જીવ મિથ્યાત્વ પરિણામનો કર્તા થતો હતો. જૂઠા પરિણામ જે સત્ય આત્મામાં નથી એવા મિથ્યાત્વના પરિણામનો કર્તા થતો હતો અથવા મિથ્યા જૂઠા પરિણામમાં કર્તા થતો હતો.
“તે તો જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી,” (હું તો) જ્ઞાન સ્વરૂપી પ્રભુ છું, હું તો જ્ઞાનપ્રકાશમૂર્તિ છું તેવો સમ્યજ્ઞાનનો પ્રકાશ થયો તો તે રાગનો કર્તા થતો નથી. પરના કર્તાની વાત તો દૂર રહી. જ્ઞાનપ્રકાશ થવાથી અજ્ઞાનભાવનો કર્તા થતો નથી. “કર્તા કર્તા ન ભવતિ' તેનો અર્થ થયો.
ર્મ પિ વર્ષ વન” કર્મ પણ હવે કર્મરૂપે થતું નથી. કેમ કે જ્યાં સુધી તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com