________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
કલશામૃત ભાગ-૩ અમારા મોટાભાઈ ગુજરી ગયા ત્યારે તેનું પરણેતર આઠ વર્ષનું હતું, તેને એક જ દિકરો હતો. પછી તેની વહુ રોવે. અને કહે “કુવામાં ઉતારીને દોરડા કાપ્યાં.” આ તો ૧૯૫૭ ની સાલની સાંભળેલી વાત છે. ત્યારે મારી ઉંમર ૧૧ વર્ષની હતી. દુનિયા અજ્ઞાનથી દુઃખી થઈને ક્યાં પડી છે અને તે કેવું માને છે!
અહીં કહે છે- રાગ પણ તારી ચીજ નથી. તો પછી આ પત્નીનો પતિ અને આ નરેન્દ્ર એટલે નરના ઇન્દ્ર એવું ત્યાં કાંઈ કામ નહીં આવે ભાઈ ! હું તો જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છું ને! મારા આનંદમાંથી તો હું નીકળતો જ નથી ને! નીકળે તો (સવિકલ્પ દશામાં) રાગ આવે છે તો તે સાધકને દુઃખરૂપ લાગે છે. તેને મરણનું દુઃખ નથી લાગતું. કેમ કે દેહ છે તે છૂટવાની ચીજ હતી, એ તો છૂટી જ પડી હતી. અહીં આ ક્ષેત્રે હતી તેથી (એકક્ષેત્રાવગાહ) અપેક્ષાએ એક કહેવાય. અહીંયા પણ છૂટી જ પડી હતી પણ.. તે જ્યારે દેહથી ભિન્ન પડ્યો હતો તેને ભાસ્યું કેઓહો ! દેહ તો છૂટો જ છે.
દ્રવ્યનું સ્વરૂપ અનાદિનિધનપણે પ્રગટ છે. “તથાપિ ષ: મોદ: નેપચ્ચે વત શું મસા નાનટીતિ” વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તો પણ આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે મિથ્યામાર્ગમાં, આ વાતનો અંચબો છે.”
આહાહા ! (નેપચ્ચે વત) મિથ્યામાર્ગમાં આ વાતનો અચંબો છે. નેપથ્ય' - પથ્ય નહીં તે, પંથ નહીં તેવો કુમાર્ગ અર્થાત્ કુપંથ તેમ લીધું. અરે...! અજ્ઞાની જીવ આવા કુપંથમાં કેમ નાચો છો? મેં કર્મનો બંધ કર્યો અને મેં પરનું કામ કર્યું, પરને ખુશી કર્યા, પરને રાજી કર્યા, પરને દાન દીધું, મેં પરનું જીવતર બચાવ્યું... એવા “નેપચ્ચ” માં અર્થાત્ જે પંથ નથી તેમાં તમે કેમ નાચો છો? અરે. ભગવાન! આવા અજ્ઞાનના પડદા પાછળ તમે કેમ નાચો છો? જુઓ ને! આ એક એક શ્લોકમાં અમૃતચંદ્ર આચાર્યે કેટલું ભરી દીધું છે.
“નેપથ્ય' તેનો અર્થ મિથ્યામાર્ગ કર્યો. નેપથ્ય એટલે પંથ નહીં તેવો મિથ્યાપથ. અમને આ વાતનો અચંબો છે કે એમાં તું “નિરંતર કેમ પ્રવર્તે છે?” આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કે- જીવદ્રવ્ય અને પુગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે,”ભગવાન આત્મ દ્રવ્ય ભિન્ન છે અને કર્મ-પરમાણું તન્ન ભિન્ન છે. તે પોતાની પર્યાયથી પરિણમી રહ્યા છે અને તું તારી પર્યાયથી પરિણમી રહ્યો છે. સમજમાં આવ્યું?
“મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે.” પુદ્ગલની પર્યાયનો હું કર્તા છું તે ભમ્રણા છે. તે પુદગલ અને જીવને એક માને છે. પરદ્રવ્ય અને હું એક છું તેમ મિથ્યા ભ્રમણાથી માને છે. લોકો કહે ને કે- એ મારી અર્ધાગના છે. અડધું અંગ એનું અને અડધું અંગ આનું, બન્ને થઈને એક... તે મુર્ખાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com