________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૮
૨૪૩ ચૈતન્ય તો તેને કહીએ કે જે રાગ થાય છે તેને સ્પર્યા વિના ભગવાન આત્મા રાગનો જ્ઞાતા રહે છે.
શાસ્ત્રમાં આવે છે કે- ચોથે ગુણસ્થાને આયુષ્ય સહિત આઠકર્મ બંધાય કે સાત બંધાય એવો ખ્યાલ શાસ્ત્ર વાંચન કરવાથી આવે તો તેનું જ્ઞાન કરે છે. તેના ખ્યાલમાં એ વાત આવે છે કે અહીં આમ કહે છે... તેનો જાણવાવાળો છે.
અહીં તો હજુ શરીર સારું હોય, વાણી સારી હોય તો તેને લાગે કે અમારું શરીર સારું છે, ભાષા સારી છે. અરે પ્રભુ તમે કોણ છો? આ શરીર ક્યાં અને તું ક્યાં? આ વાણી ક્યાં અને તું ક્યાં? ક્યાં પૈસા અને ક્યાં તું? કંન્દ્રમાં બેમાં એકત્વ તો નથી. એકમાં બીજું તો છે નહીં.
જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે? અર્થાત ન ઘટે. “જ્ઞાતા જ્ઞાતરિ” જેવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે.” અહીં રાગ સહિતનો જ્ઞાતા લેવો છે. અશુભ પરિણામનો કર્તા છે જ નહીં. એક દ્રવ્યત્વથી એકપણાને પ્રાપ્ત થયો છે. “સવા બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે: “વર્ગ વર્મf” જ્ઞાનાવરણાદિ પુગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે; “–તિ વસ્તુ સ્થિતિ: વ્યT” આ રૂપે દ્રવ્યનું સ્વરૂપ અનાદિનિધન પણે પ્રગટ છે.” આવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે– વ્યક્ત છે. ગમ્ય છે.
આગ્રાના તે પંડિત હતા તે કહેતા કે- બસ, કોઈનું કરવું નહીં? થઈ રહ્યું! “કરવું ધરવું કાંઈ નહીં અને આનંદ ઘણો” એમ કહીને કહે કે- દયા-દાન, વ્રત-ભક્તિ કંઈ કરવાનું નહીં? અરે.... પ્રભુ! સાંભળ તો ખરો ! જો રાગનું કરવું માને તો રાગ અને જ્ઞાયક બન્ને એક થઈ જાય છે. જડની પર્યાયને હું કરું છું તો બે દ્રવ્યો એક થઈ જાય છે. તેમ રાગનો કર્તા આત્મા હોય તો રાગ અને જ્ઞાયકભાવ એક થઈ જાય છે. એ બન્ને તત્ત્વ ભિન્ન છે. ઝીણી વાત બહુ બાપુ!
જ્યારે અકસ્માતે (એકાએક) દેહ છૂટવાનો કાળ આવશે ને ત્યારે તેને ખ્યાલ નહીં રહે. અરે આ થયું? (શરીરમાં) દુઃખતાં દુઃખતાં દુખતાં ફટાક દઈને દેહ છૂટી જશે. અત્યારે તો હાર્ટફેઈલ ઘણાં થાય છે. સજ્જામાં આવે છે...
“એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યો જ નહોતો... કાઢો રે કાઢો એને સહુ કહે. સગીનારી રે તારી કામની, એ ઊભી ટગ ટગ જોવે જીરે....
આ રે કાયામાં હવે કાંઈ નથી એમ ઊભી રોવે છે.” આંસુની ધારા વહેતી હોય.... અરે ! તમે ક્યાં ચાલ્યા ગયા. અરેરે... કુવામાં ઉતારીને દોરડા કાપ્યા એમ કહે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com