________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૮
૨૪૧ અર્થાત્ એ બન્નેમાં એક દ્રવ્યપણું નથી”; રાગદ્વેષ મિથ્યાત્વમાં પરદ્રવ્ય નહીં અને પરદ્રવ્યની પર્યાયમાં રાગદ્વેષ મિથ્યાત્વ નહીં.
યક્તિ નું વિપ્રતિષિધ્યતે તવા વર્તુર્મરિસ્થતિ: ” જો જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યના એકત્વપણાનો નિષેધ કર્યો છે.” જડની કર્મબંધની પર્યાય અને અજ્ઞાનીના રાગદ્વેષના પરિણામ બન્નેને ભિન્ન બતાવ્યા છે. “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે ? આહાહા! ગજબ વાત છે ને! જ્ઞાનાવરણીકર્મ તો ચોથે ગુણસ્થાને બંધાય, પાંચમે બંધાય, છઠ્ઠ બંધાય... પણ તે બંધાય છે જડની પર્યાયમાં... અને અહીંયા જ્ઞાનીને વિકાર થયો તેનો કર્તા જ્ઞાની નથી. રાગ થયો તેનો એ જ્ઞાતા છે અને બંધ થયો તેનો પણ તે જ્ઞાતા છે. સમજમાં આવ્યું? અજ્ઞાની રાગનો કર્તા થઈને અજ્ઞાન ભાવને કરો પરંતુ તે કર્મબંધની પર્યાયને કરે તેમ નથી. બે દ્રવ્યો જ જ્યાં ભિન્ન બતાવ્યા તો ભિન્નદ્રવ્યમાં ભિન્નની ક્રિયા કેવી રીતે હોય?
તો શાસ્ત્રમાં તો એવું આવે છે કે માત્ર આંગળી જેવડી પણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે તેને સંઘવી કહેવામાં આવે છે. એ કઈ અપેક્ષાએ કહ્યું છે ભાઈ ! પાનંદી પંચવિંશતિમાં આવે છે કે- નાની પ્રતિમા બનાવી અને પધરાવે તો તે મોટો ધર્મી છે. એ વાત સમ્યગ્દષ્ટિની છે. જ્ઞાનીને રાગ એવો આવ્યો પરંતુ તે તેનો કર્તા નથી. તે પરનો કર્તા નથી તેથી તેને પ્રતિષ્ઠાની પ્રભાવનાના ભાવવાળો કહેવામાં આવે છે. આવી આવી વાતો છે.
શ્રોતા:- કહેવું કાંઈ અને અંદર માનવું કાંઈ ! ઉત્તર- જ્ઞાનીની ભાષા શું છે અને તેમાં તેનો આશય શું છે તે જાણવું જોઈએ.
અહીં તો કહે છે- પરદ્રવ્યની પર્યાય અર્થાત્ કર્મની પર્યાયમાં રાગદ્વેષ આવતા નથી. ચોથે, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને છે કારણે જે જ્ઞાનાવરણી બંધાય છે પરંતુ તે પરિણામનો કર્તા જ્ઞાની નથી. તેથી ખરેખર તેને બંધન છે તેમ પણ નથી. આહાહા! સમજમાં આવ્યું? રાગનો કર્તા પણ જ્ઞાની નથી અને છ કારણે જે જ્ઞાનાવરણી બંધાય તેનો કર્તા પણ જ્ઞાની-ધર્મી નથી. જેનાથી બંધ થાય છે તે કારણો તે કર્તા તો છે નહીં.
જ્ઞાની જ્ઞાતા થયો તો તેને ખ્યાલમાં આવ્યું કે- આ છે કારણરૂપ ભાવ છે તેમ ખ્યાલમાં આવ્યું. અને જ્ઞાનાવરણી બંધાય છે તેનું જ્ઞાન થયું. તેને ખ્યાલમાં આવ્યું કેઆ પ્રકારનો રાગ છે તે આ પ્રકારના જ્ઞાનાવરણી બંધમાં નિમિત્ત થયું. તેનું જ્ઞાન થયું. આવો મારગ છે. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ એમ કહે છે કે પરદ્રવ્ય અને સ્વદ્રવ્યની ભિન્નતા તને બતાવી. તો પણ તું પરદ્રવ્યની ક્રિયા કરે છે એ ક્યાંથી આવ્યું?
શ્લોક ૯૯ માં અંતરમાં ભિન્નતા બતાવશે. જેમ રાગદ્વેષ અને ચૈતન્ય ભિન્ન બતાવ્યા..... તો ભિન્ન દ્રવ્ય ભિન્નનું કર્તા કેમ હોય? આ શ્લોકમાં ભિન્ન દ્રવ્ય શું છે? આ શ્લોકમાં ભિન્ન દ્રવ્ય કર્મ છે. અને હવે પછીના શ્લોકમાં ભિન્ન દ્રવ્ય રાગદ્વેષ આવશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com