________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
કલામૃત ભાગ-૩ “તત જ્ઞાન જ્યોતિ તથા ધ્વનિતન” વિધમાન શુદ્ધચૈતન્યપ્રકાશ જેવો હતો તેવો પ્રગટ થયો. આ ૯૯ શ્લોક તેની ટીકામાં પહેલી લીટીમાં છે. ૯૮ માં કર્મથી ભિન્ન સમજાવી પછી આ સમજાવ્યું સમજમાં આવ્યું?
અરે.... ! દસમે ગુણસ્થાને છ કર્મ બંધાય છે. કર્મ બંધાય છે તો તેનું કારણ પણ હશે કે નહીં? તો કહે છે કે કારણ અને બંધન બન્નેનો સમ્યગ્દષ્ટિ જ્ઞાતા છે. શાસ્ત્રમાં એવું આવે છે કે- છઠે ગુણસ્થાને આયુષ્ય સહિત આઠ કર્મ બંધાય છે અને જો આયુષ્ય ન હોય તો સાત બંધાય છે. તેમ આવે છે કે નહીં ? આયુષ્ય ન હોય તો સાત નહીંતર આઠ કર્મ બંધાય છે તે બરોબર છે. હવે પહેલે ગુણસ્થાને જે મિથ્યાત્વ અને રાગદ્વેષ નિમિત્તપણે છે અને દર્શનમોહનીય આદિ બંધાયા. એ બંધ પર્યાયમાં પણ રાગદ્વેષ ન ગયા તો તે રાગદ્વેષે ત્યાં (જડક પર્યાયમાં) શું કર્યું? અને બંધનની પર્યાય અહીં આવી તો એ બંધની પર્યાયે અહીં શું કર્યું? સમજમાં આવ્યું?
હવે આ વાતતો નિર્ણય કરી અને વીતરાગભાવનો સરવાળો લેવો છે. રાગદ્વેષનો કર્તા મિથ્યાષ્ટિ છે તો તે પરિણામ તો તારા છે. હવે જે બંધનની પર્યાય થઈ તેમાં તારા પરિણામ નથી તો તું પરની પર્યાયને કેવી રીતે કરે? આટલું લઈને આમાંથી વીતરાગતા કાઢવાની છે. કેમ કે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. આ સિદ્ધ કરીને તો વીતરાગતા સિદ્ધ કરવાની છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ પરિણામ તારામાં થયા અને કર્મબંધનની પર્યાય પરમાં થઈ.. આટલું બતાવીને હવે વીતરાગતા બતાવે છે.
કહે છે કે- રાગદ્વેષ જે છે તે તારી ચીજમાં નથી. જેમ પર ચીજ તારામાં નહીં તેમ મિથ્યાત્વના પરિણામ પરમાં નથી. તેમ મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ તારી ચીજમાં નથી. બીજું મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામાં તું નથી, તું તો જ્ઞાનસ્વરૂપમાં છો. જ્ઞાન સ્વરૂપમાં રાગદ્વેષ નથી પરંતુ રાગદ્વેષ, રાગદ્વેષમાં છે. અને જ્ઞાયક જ્ઞાયકમાં છે. એ શ્લોક આવે છે ને કર્મધારા અને જ્ઞાનધારા ભિન્ન છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી કર્મધારા રાગધારા અને જ્ઞાનધારા બન્ને છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તેવી દૃષ્ટિ અને જ્ઞાનનું પણ ભાન છે. જે રાગધારા છે તેનો કર્તા જ્ઞાનધારા નથી. તે બતાવવાનું તાત્પર્ય છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ કરે તેનાથી કર્મ બંધાય છે. હવે કર્મના કારણથી ત્યાં રોકાવાનું નથી.
હવે ત્યાં લઈ જવો છે કે પ્રભુ તારી ચીજમાં રાગદ્વેષ નથી. પરની પર્યાય તારામાં નથી અને પરની પર્યાયમાં તું નથી. અહીં તો ત્યાં લઈ જવો છે જ્ઞાતાદેખા શાકભાવ ભગવાન આત્માનો સ્વભાવ છે. તેમાં શુભ અશુભભાવ છે જ નહીં. જ્ઞાયકભાવ શુભ અશુભભાવપણે થાય તો જડ થઈ જાય. આ વાત છઠ્ઠી ગાથામાં છે. અજ્ઞાની જ્ઞાયકભાવને છોડીને રાગદ્વેષ કરે છે તો નિશ્ચયથી તો તે જડ છે, તે ચૈતન્ય ન રહ્યો. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com