________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
કલશામૃત ભાગ-૩ લોકો એમ કહે છે ને કે- કર્મનો ઉદય આવે છે તો આત્મામાં વિકાર થાય છે. અહીં કહે છે કે- ઉદય તો ઉદયમાં છે તે ઉદય તારા પરિણામમાં આવ્યો નથી. તો તે કર્મ રાગદ્વેષને કેવી રીતે કરે? છ કારણોથી જ્ઞાનાવરણીય બંધાય છે તેમાં પણ આ પ્રમાણે લઈ લેવું. દર્શનાવરણી, મોહનીય, અંતરાય, વેદનીય જેના નિમિત્તથી બંધાય એવા પરિણામ તો જડની પર્યાયમાં જતા નથી અને જડની પર્યાય, તારા જે પરિણામ થયા તેમાં આવતી નથી. આ રીતે પહેલું ભેદજ્ઞાન કહ્યું. ત્યાર પછી અંતરના ભેદજ્ઞાનમાં ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મા છે. તે જ્ઞાતાના પરિણામમાં રાગદ્વેષના પરિણામ આવતા જ નથી. સમ્યગ્દષ્ટિના નિર્મળ પરિણામમાં- જ્ઞાતાના પરિણામમાં મલિન પરિણામનું અસ્તિત્વ તો આવતું જ નથી. અને મલિન પરિણામમાં નિર્મળ પરિણામ જતા નથી. આહાહા ! આવી વાતું હવે! મારગ તો આ છે બાપુ!
તે જ્ઞાનાવરણાદિ ગુગલપિંડ પણ અશુદ્ધભાવ પરિણતિ મિથ્યાદેષ્ટિ જીવમાં નથી.” જુઓ! જીવમાં નથી. જ્ઞાનાવરણાદિબંધન છે એ પર્યાય અજ્ઞાની જીવની ક્યાં છે? બીજી રીતે કહીએ તો કર્મનો ઉદય છે તે પર્યાય જડમાં હો પરંતુ એ પર્યાય રાગદ્વેષ થયા તેમાં આવતી નથી. આહાહા ! મોટી તકરાર આ ચાલે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે... કર્મના ઉદયથી વિકાર થાય છે. અહીં તો કહે છે- કર્મનો ઉદય તો જડ પર્યાય છે અને જે રાગદ્વેષની પર્યાય તો ચૈતન્યની વિપરીત પર્યાય છે. વિપરીત પર્યાયમાં કર્મનો ઉદય આવતો નથી અને કર્મના ઉદયમાં વિપરીત પર્યાય જતી નથી. તો તે જડ ઉદયને કેવી રીતે કરે? તે બંધને કેવી રીતે કરે ? ભાઈ મારગ બહુ આવોઃ વાણિયાને ધંધા આડે વખત ( ટાઈમ) ન મળેઃ તેમાં બાયડી, છોકરો અને હોહા એકલા પાપના પોષણ. એમાં કલાક બે કલાક ટાઈમ મળે તો પેલા કુગુરુ લૂંટી લ્ય.
અહીં પરમાત્મા ફરમાવે છે કે એકવાર સાંભળ તો ખરો નાથ! તારી સંપદામાં શું પડ્યું છે. અરે! રાગદ્વેષના પરિણામ ને તું ભલે કરે.. પણ તેથી કર્મબંધનની પર્યાયને તું કરે તેમ નથી. એ કર્મનો ઉદય આવે તે જડની પર્યાયમાં છે. એ જડ ઉદય તારા રાગદ્વેષમાં આવે છે અને તે રાગદ્વેષને કરાવે છે એમ છે નહીં. ભારે કામ ભાઈ ! આ બાયડી, છોકરાં, કુટુંબ તે ધૂતારાની ટોળી છે. તે આજીવિકાની ટોળી મળી છે. ભાઈ ! હું તેનું કરું અને હું તેને રાજી રાખું તેમાં મરી ગયો ભાઈ. તારા જ્ઞાતાદેષ્ટાના જીવનમાં તેં ઘા નાખ્યા છે. તું ઘાયલ થયો છે. જેમ છરો વાગે અને ઘાયલ થાય તેમ હું પરને રાજી કરું, પરથી હું રાજી થાઉં. તેમાં ભગવાન તેં તારા ચૈતન્યને ઘાયલ કર્યો છે. તારા જ્ઞાતાદેખાના જીવનમાં તે ચૈતન્યને ન રાખ્યો. પરનો રાગ કરીને મેં પરનું કર્યું તેવું માનવું એ ચૈતન્ય સ્વરૂપથી ઘાયલ થયો છે. કોઈ ઘાયલ થાય તો લોહી લોહી નીકળે છે તેમ અજ્ઞાની ઘાયલ થયો છે તેથી તેની વિપરીત દશા ઉત્પન્ન થાય છે. આહાહા ! આવો માર્ગ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com