________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
કલશામૃત ભાગ-૩ ત્યાં તો મોટી ચર્ચા ચાલે છે કે તેમને સહયોગ ન આપવો. અહીં તો પ્રભુ એમ કહે છે તે સાંભળ તો ખરો નાથ ! આ સત્યની સ્થિતિ મર્યાદા છે. સત્યની મર્યાદા એ છે કેતારા અજ્ઞાન ભાવે તું રાગ-દ્વેષને કરે પરંતુ પરની ક્રિયા- આ પૈસા મળવા અને એ પૈસાનું ખર્ચ કરવું, મંદિર બનાવવું, પ્રતિમા સ્થાપવી તેને કરી શકતો નથી. ગજબ વાતું છે. બાપુ!
બાબુભાઈ બોલે. ઝટ બોલો, ઝટ (જલ્દી) કરો. અહીં તો કહે છે– એ વાણીના કાળે વાણી હો ! પરંતુ તે વાણીનો કર્તા આત્મા નહીં. એ વખતે જે રાગ આવે છે તે રાગ ઉપર જેની દૃષ્ટિ છે તે રાગનો કર્તા થાય છે. દષ્ટિ રાગ ઉપર છે ત્યાં સુધી. અને જેની દૃષ્ટિ સ્વભાવ ઉપર છે સાથે લ્યો. જ્ઞાયક ઉપર છે તે રાગનો કર્તા પણ નથી. તે તો રાગનો જાણવાવાળો છે. આવો મારગ છે. દુનિયા પાસેથી માની લેવું કે- દુનિયાની પાસે કાંઈક ગણતરીમાં હું આવું એમ ગણાવવા માટે કરે. આહાહા! એ બધી પરની ક્રિયા છે. અરે.... પ્રભુ! શું છે ભાઈ! મને કોઈ દુનિયામાં ગણે, ગણતરીમાં લ્ય કે- હું કાંઈક છું; પરની ક્રિયામાં પોતાને ગણાવવાનો એવો ભાવ કરે.... તે (સ્થૂળ મિથ્યાત્વ છે.)
આ ભગવાન! પોતાના આત્મામાં સવળી દૃષ્ટિ અથવા અવળી દૃષ્ટિરૂપ પરિણમો. પોતાના સ્વભાવની દૃષ્ટિ કરી એ તો વસ્તુની સ્થિતિ છે. કદાચિત્ તે સ્વમાં ન રહી શકે તો તે અજ્ઞાની રાગદ્વેષ મિથ્યાત્વને કરે, છતાં એ રાગદ્વેષને કારણે તે પરની ક્રિયાને કરી શકે તેમ નથી. દયાનો ભાવ આવ્યો તો તે અજ્ઞાની રાગનો કર્તા હો; અજ્ઞાની હોં!! પરંતુ પરની ક્રિયાને કરે તે આત્મામાં છે નહીં. આવી વાત છે.
“તે જ્ઞાનાવરણાદિ પુગલપિંડમાં નિશ્ચયથી નથી” અર્થાત્ તે બંનેમાં એકદ્રવ્યપણું નથી; શું કહે છે? જીવ જે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામને કરે છે તે (પરિણામ) જ્ઞાનાવરણાદિકર્મમાં નિશ્ચયથી નથી. આઠ કર્મ જે બંધાય છે તેમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ છે? અર્થાત્ તે બન્નેમાં એક દ્રવ્યપણું નથી. જીવ પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાશ્રદ્ધા અને રાગદ્વેષ કરે. પરંતુ તે રાગદ્વેષ અને મિથ્યાત્વમાં તે કર્મ પર્યાય નથી. બન્નેમાં એક દ્રવ્યપણું નથી. તે બન્ને કોઈ એક ચીજ નથી. કર્મબંધનની દશા જુદી છે અને રાગદ્વેષની દશા જુદી છે. તે બન્ને એક નથી. તે બન્ને બન્ને રીતે ભિન્ન છે. આહાહા ! આવી વાત છે.
તત ફર્મ ભરપ વર્તાર નાસ્તિ” તે જ્ઞાનાવરણાદિ પુગલપિંડ પણ અશુદ્ધભાવ પરિણત મિથ્યાષ્ટિ જીવમાં નથી. અર્થાત્ એ બન્નેમાં એકદ્રવ્યપણું નથી.” શું કહે છે? અજ્ઞાની જ્યારે પોતાના પરિણામમાં મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષ કરે છે તે પરિણામ કર્મપિંડમાં નથી. રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત ભક્તિનો રાગ તેનો કર્તા મિથ્યાષ્ટિ થયો. એ પરિણામથી જે કર્મ બંધ થયો તેમાં તે પરિણામ નથી. અને એ કર્મની પર્યાય પણ મિથ્યાત્વ અને રાગદ્વેષમાં છે નહીં. તે બન્ને ભિન્ન-ભિન્ન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com