________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૮
૨૩૯
સત્ય વાતનો બહુ ફેરફાર થઈ ગયો ! જૈન સંપ્રદાયમાં જન્મ્યો છતાં સત્ય વાત શું છે તેની તેને ખબર નથી. બહુ ફેરફાર થઈ ગયો.
આચાર્ય શું પોકાર કરે છે. પ્રભુ તું અજ્ઞાનભાવે મિથ્યાત્વ અને રાગદ્વેષને કર પણ ત્યાં જે કર્મબંધનની પર્યાય થાય તેમાં આ ( જીવના ) પરિણામ નથી કેમ કે તે તો જડની પર્યાય છે. પુદ્ગલાદિ જે જ્ઞાનાવરણાદિ તેના છ કારણથી તે જડની પર્યાય થઈ છે. (ભાવબંધના ) પરિણામનો કર્તા અજ્ઞાનભાવે તું છો પણ એ પરિણામ જ્ઞાનાવરણી કર્મમાં ગયા નથી. આ જે છ કારણથી જ્ઞાનાવરણી બંધાયા તે ( ભાવબંધની ) પર્યાયમાં કર્મપિંડની પર્યાય આવી નથી.
જેને સ્વભાવની દૃષ્ટિ નથી તે મિથ્યાર્દષ્ટિ રાગના પરિણામનો મિથ્યાત્વભાવે કર્તા હો, પરંતુ એ પરિણામ જડની પર્યાયમાં જતા નથી. જો જડની પર્યાયમાં જતાં નથી તો તે જડની પર્યાયને કેમ કરે? અને જે રાગદ્વેષના પરિણામ થયા તેમાં જડની પર્યાય આવી નથી તો તે રાગદ્વેષને કેવી રીતે કરે ?
કર્મબંધન થયું એ જડની પર્યાય થઈ, એ પર્યાયમાં આ મિથ્યાત્વ રાગદ્વેષના પરિણામ તેમાં છે જ નહીં, તેમાં છે જ નહીં તો તેને ક્યાંથી કરે ? અને તે પુદ્ગલપિંડની પર્યાય રાગ-દ્વેષ પરિણામમાં છે નહીં તો તે પુદ્ગલપિંડની પર્યાય રાગદ્વેષને કેવી રીતે કરે ? આહાહા ! સમજમાં આવ્યું ? મારગ આવો છે ભાઈ !
અરેરે.... દુઃખી પ્રાણી ચારગતિમાં થતાં મિથ્યાત્વના પરિણામવાળો (જીવ ) પણ ૫૨ના પરિણામને ન કરી શકે. ધર્મી જીવ ને પોતાના સ્વભાવના અસ્તિત્વનું-હું શાયક ચિદાનંદ છું તેવું જ્યાં ભાન થયું- પ્રસિદ્ધિ થઈ તો તેના અસ્તિત્વમાં રાગદ્વેષ છે જ નહીં,... તેથી રાગદ્વેષનો કર્તા જ્ઞાની છે જ નહીં. મારા અસ્તિત્વમાં તે નહીં અને તેના અસ્તિત્વમાં હું નહીં.
શું કહે છે? સૌ પહેલાં તો એ લીધું કે- રાગદ્વેષ અને મિથ્યાત્વના પરિણામમાં પુદ્ગલ નહીં અને પુદ્ગલના પરિણામમાં રાગદ્વેષ પરિણામ નહીં. હવે ત્રીજી વાત છે તે અંદરથી ભાવથી લીધી. અજ્ઞાની રાગદ્વેષનો કર્તા હતો ત્યારે તો નવા બંધનમાં તે પરિણામને નિમિત્ત કહેવામાં આવતા હતા. હવે કહે છે– જ્ઞાની થયો. જ્ઞાનીને પણ દશમાં ગુણસ્થાન સુધી છ કર્મ બંધાય છે. જે જ્ઞાનાવરણી બંધાય છે તેમાં તેનો રાગ નિમિત્ત છે. છતાં જ્ઞાની તે રાગનો કર્તા નથી. સમજમાં આવ્યું ?
આહાહા ! રાગ તત્ત્વ ભિન્ન છે, અજીવ તત્ત્વ ભિન્ન છે, ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે. હવે જે રાગ તત્ત્વ ભિન્ન છે તે પુદ્ગલની પર્યાયને કેવી રીતે કરે? તે જડથી તો રાગના પરિણામ ભિન્ન છે, અને રાગના પરિણામ તો પોતાનામાં થાય છે તો તેને જડની પર્યાય કેવી રીતે કરે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com