________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૮
૨૩૭ છે તેમાં સ્ત્રીનો અજ્ઞાની આત્મા રાગના પરિણામનો કર્તા છે પણ તે દાળ-ભાતશાકની પર્યાયને બનાવે તેમ બિલકુલ નથી.
તેમ પૈસા આદિની જે નોટ આવે છે. તેમાં આ નોટને હું કમાઉં છું તેવો રાગ કરે... પણ તે પૈસા રાગને લાવી શકતા નથી. તેમ કોઈએ પૈસા આપ્યા ૫૦, ૧૦૦, ૫OO તો રાગ કરવાવાળો રાગને કરે છે પરંતુ તે નોટને આપવાની ક્રિયાને કરતો નથી. આ વાળ લોંચ કરે છે ને, આ વાળ લોંચ કરવાનો જે વિકલ્પ છે તેનો અજ્ઞાની કર્તા હો, પરંતુ તે લોંચની ક્રિયાને આત્મા કરી શકતો નથી. જ્ઞાની લોંચની ક્રિયાનો કર્તા નથી. પરંતુ તેને જે વિકલ્પ ઊઠયો તેનો પણ તે કર્તા નથી. આવી વાતું છે બાપા! મારગ આ છે.
આહાહા ! એકલો રઝળતો રખડતો ચોર્યાસીના અવતારમાં તે મિથ્યાત્વ અને રાગદ્વેષથી દુઃખી છે. એ દુઃખને અજ્ઞાન ભાવે તે કરે છે, પરંતુ પરને કરી શકે. અર્થાત્ કર્મબંધનને તે કરી શકતો નથી. જ્ઞાનાવરણીકર્મ તે જ કારણથી બંધાય છે. તે અજ્ઞાનભાવે પ્રદોષ, નિવ્વ, માત્સર્ય આદિ છ પ્રકારે ભાવ કરે પરંતુ જ્ઞાનાવરણી કર્મબંધાય છે તે ક્રિયાને આત્મા કરે તેમ છે નહીં. જે ભાવથી જ્ઞાનાવરણીકર્મ બંધાય તે ભાવ જ્ઞાનાવરણી બંધની ક્રિયાનો કર્તા છે નહીં પરંતુ અજ્ઞાની રાગ ભાવનો કર્તા થાય છે. તે જ્ઞાનાવરણી છ કારણે બંધાય છે તેમ તત્ત્વાર્થસૂત્રમાં પાઠ છે. દર્શનાવરણી બંધાય. મોહનીય બંધાય, આયુષ્ય બંધાય લ્યો! આયુષ્ય બંધનમાં જે રાગ છે તે નિમિત્તરૂપ છે તે રાગનો કર્તા અજ્ઞાની છે. પરંતુ એ આયુષ્ય બંધનમાં જે જડની ક્રિયા થઈ એ ક્રિયા આત્માની નહીં. તમારી આ લાદીની ક્રિયા તો ક્યાંય બહાર રહી ગઈ.
શ્રોતા- એ તો નોકર કરે છે.
ઉત્તર- નોકર છે તે રાગને કરે પણ તે ધંધાની ક્રિયા છે તેને ઉપાડે અને ચૈ તે ક્રિયાને કરી શકતો નથી. બહુ ઝીણું તત્ત્વ ભાઈ ! અત્યારે તો લોકોને પરનું કરી દઈએ. પરનું કરી દઈએ.. પરનું કરી દઈએ, પરને સમજાવવાનો વિકલ્પ એમાં તે એમ માને કે- હું પરને સમજાવું છું તો મિથ્યાત્વ છે. તે તેના રાગપણે પરિણમે પરંતુ પરને સમજાવે છે તેમ છે નહીં. આહાહા! સમજાવવાનો વિકલ્પ રહે અને એ વિકલ્પનો કર્તા ન થાય તેને સાચો ઉપદેશક કહેવામાં આવે છે. ઝીણી વાતું બહુ ભાઈ ! એક તત્ત્વનો જ્યાં બીજા તત્ત્વમાં અભાવ છે. તે તત્ત્વ જેમાં છે નહીં તો તે તેનો કર્તા પણ કેવી રીતે બને!
આ સ્ત્રી, કુટુંબ-પરિવાર, મકાન આદિ, અરે! ભગવાનની પ્રતિમા ને મંદિર બનાવી તેમાં સ્થાપવી તે ક્રિયાને પણ આત્મા કરી શકતો નથી એમ કહે છે. હા, એ સમયે રાગી પ્રાણીને રાગની મંદતા છે તો રાગ આવે છે તેનો અજ્ઞાનભાવે તે કર્તા છે. અજ્ઞાનભાવે હોં! ગજબ વાતું છે બાપુ!
આત્મા તીર્થની રક્ષા કરી શકે છે? તો પછી આ ફંડ બાબુભાઈએ બનાવ્યું છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com