________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૮
રુચિ છોડવી કેમ કે તે સ્વરૂપમાં છે જ નહીં.
แ
જાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે.” જે આત્માને દેખે છે તેને જ્ઞાન અને આનંદ જ દેખાય છે. તેમાં ગર્ભિત જ્ઞાન ને આનંદ દેખાય, તેમાં ગર્ભિતપણે રાગ દેખાય છે તેમ છે નહીં. આહાહા ! મનુષ્યપણાના ગર્ભમાં મનુષ્ય જ દેખાય છે... ત્યાં વાંદરો કે કૂતરો દેખાતા નથી. તેમ ભગવાનના ગર્ભમાં જ્ઞાન અને આનંદ ભાસે છે.... ત્યાં રાગરૂપી ફોતરા દેખાતા નથી. અહીં ‘ ગર્ભિત ’ શબ્દ આવ્યો ને ! પેટમાં જે મનુષ્ય આવ્યું તેમાં મનુષ્યપણું છે. ભલે હજુ નાનો હોય. ત્યાં (ગર્ભમાં ) પાંચ ઇન્દ્રિય પણ સ્પષ્ટ ન થઈ હોય.. પરંતુ તે છે તો મનુષ્ય જ, તે તિર્યંચ નથી. સમજમાં આવ્યું ? તેમ સમ્યગ્દર્શનમાં આખો ૫રમાત્મા ભાસે છે. ભલે ત્યાં ચારિત્ર અને વીતરાગતા પૂર્ણ ન હો. પરંતુ પર્યાયમાં શુદ્ધ ચિદાનંદ ભાસે છે. ત્યાં તેના ગર્ભમાં રાગ ભાસે છે તેવું છે જ નહીં. આવો મારગ છે. એક એક કળશ કેવા બનાવ્યા છે.
અમૃતચંદ્રઆચાર્યને કરુણા થઈ. વિકલ્પ આવ્યો અને ટીકા બની ગઈ... છતાં તે કહે છે વિકલ્પ અમારામાં છે તેમ ભાસતું નથી. ગાગરમાં સાગર ભરી દીધો. કળશ એટલો નાનો હોય છે ને તેમાં આખો સાગર ભરી દીધો. સ્વયંભૂ રમણ સમુદ્રને બનાવી એક કળશમાં નાખી દીધો. આહાહા ! અરે ! પ્રભુએ.. સંતોએ મારગ બહુ સહેલો કરી દીધો છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે-દિગમ્બર સંતોએ મારગ બહુ સ૨ળ કરી દીધો છે. તેમાં તેને સમજવામાં સરળ પડે એવો કરી દીધો છે.
แ
૨૩૩
‘ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. તત: સ્થિત જ્ઞાતા ન હર્તા, તે કા૨ણથી આવો સિદ્ધાંત નિષ્પન્ન થયો- સમ્યગ્દષ્ટિ પુરુષ રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ” કેમ કે આત્મામાં અશુદ્ધપણું ભાસતું નથી તેથી કર્તા થતો નથી.
,,
ભાવાર્થ આમ છે કે- દ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી. અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દષ્ટિને અશુદ્ધપણું નથી તેથી સમ્યગ્દષ્ટિ કર્તા નથી. ” અશુદ્ધપણું અશુદ્ધપણાનું કર્તા છે.. જ્ઞાન સ્વરૂપ નહીં. તેથી સમ્યગ્દષ્ટિને અશુદ્ધપણું છે જ નહીં. તેને શુદ્ધપણાની દૃષ્ટિ છે તો શુદ્ધપણું જ છે. તેથી એ કા૨ણે સમ્યગ્દષ્ટિ કર્તા નથી.
* * *
(શાર્દૂલવિક્રીડિત )
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिर्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ।।५३ - ९८।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com