________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૭
૨૩૧ નથી. “ન ભાસ?” ખુલાસો એ કે- એકપણું નથી માટે ભાસતું નથી... એ અર્થ કર્યો. ભગવાન નિર્મળાનંદ ચૈતન્ય જ્યોત મુક્ત સ્વરૂપ બિરાજે છે. ભગવાન આત્મા અનાદિ મુક્તસ્વરૂપ જ છે. પર્યાયે નહીં પરંતુ વસ્તુએ મુક્ત છે.
એ મુક્ત સ્વરૂપની જ્યાં દષ્ટિ થઈ ત્યાં રાગ ભાસતો નથી. એકપણું નથી માટે રાગ ભાસતો નથી. લોજીકથી તો કહે છે, ન્યાયથી તો કહે છે. સમજાણું કાંઈ ? જ્ઞાનગુણમાં અશુદ્ધ રાગાદિ પરિણમનનું “કન્ત: ન ભાતિ' અંતરંગમાં ભાસતું નથી. કેમ કે રાગ અને સ્વભાવ એક નથી. અંતરમાં દેખવાવાળાને રાગની એકતા નથી માટે દેખાતી નથી. કેમ કે રાગ ને સ્વભાવ એક નથી. આહાહા ! આવી વાત સાંભળવી કઠણ પડે. અરે....... આમાં ક્યાં જન્મ-મરણ મટે બાપા! બહારમાં કોઈ સાથી નથી.
તીર્થકર કહે છે કે હું પરદ્રવ્ય છું. તારા દ્રવ્યનું લક્ષ છોડીને મારા ઉપર લક્ષ આવશે તો તને રાગ થશે. મોક્ષપાહુડની ૧૬ મી ગાથામાં તો એમ કહે છે –“પુરવ્યામો તુકારૂં” કુંદકુંદ આચાર્ય કહે છે કે અમે તારા દ્રવ્યથી પરદ્રવ્ય છીએ. અમારા ઉપર તારું લક્ષ જશે તો તારી દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ એ કે- ચૈતન્યની ગતિ નહીં થાય. ગતિ સ્વર્ગની મળે તો તે પણ દુર્ગતિ છે. આ વાત માણસને કઠણ પડે એટલે નિશ્ચયાભાસી છે, વ્યવહારને માનતા નથી તેમ કહે. બાપુ! માર્ગ તો આ છે ને ભાઈ !
આ વસ્તુની મર્યાદા છે. વસ્તુને દેખવાથી રાગની એકતા થતી નથી. માટે મર્યાદામાં રાગ ભાસતો નથી. રામચંદ્રજીને મર્યાદા પુરુષોતમ પુરુષ કહેતા હતાને. તેમ પોતાનો આત્મા છે તે પુરુષોતમ છે–તેને દેખવાથી રાગ ભાસતો નથી તે મર્યાદા છે. આત્માની અંદરમાં રાગ છે જ નહીં. એ પુરુષોતમ પુરુષ આત્મા રામ છે.
નિજ પદ રમે સો રામ કહીએ, રાગમેં રમે સો હરામ કહીએ.” અહીં તો પાઠ છે“અન્ત: ન મારૂતિ' અશુદ્ધ રાગાદિ સાથે અંતરંગમાં એકપણું નથી માટે ભાસતું નથી.
તત: જ્ઞતિઃ રોતિઃ વિભિન્ન” તે કારણથી જ્ઞાનગુણ અને અશુદ્ધપણું ભિન્ન-ભિન્ન છે, એકરૂપ તો નથી.” ભગવાન ચૈતન્ય સ્વરૂપ અને રાગ મલિન સ્વરૂપ તે એક નથી. ધર્મી-સમકિતીને સૂક્ષ્મ સ્વભાવદૃષ્ટિથી ભિન્ન ભાસ્યા છે. રાગને આત્મા એક નથી તો રાગ અને આત્મા એક ભાસતા નથી. ભિન્ન છે તેવું ભાસે છે-જ્ઞાન કરે છે.
તે કારણથી જ્ઞાનગુણ અને અશુદ્ધપણું ભિન્ન-ભિન્ન છે એકરૂપ તો નથી.” જેમ નાળિયેરી હોય તેની ઉપર શ્રીફળને છાલા હોય છે તે ભિન્ન છે. અને કાચલી ભિન્ન છે. કાચલી એટલે કર્મ. છાલા એટલે (ઔદારિક) શરીર. કાચલી એટલે કાર્માણ શરીર. કાચલી તરફની લાલ છાલ હોય તે ટોપરાપાક કરવામાં કાઢી નાખે છે. તેમ આત્મા અને કર્મ તરફના પુણ્ય-પાપના ભાવ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ જે ભગવાન છે તે શુદ્ધ ચૈતન્ય ગોળો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com