________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૦
કલશાકૃત ભાગ-૩ તે તારી પ્રસિદ્ધિ નહીં, તે તો અજ્ઞાનની પ્રસિદ્ધિ છે.. પ્રભુ ! તારા જ્ઞાનની –જ્ઞાતાપણાની પર્યાય એ રાગ હોય તેને જાણવું એ તારા જ્ઞાનની પર્યાય તે તારા આત્માની પ્રસિદ્ધિ છે. આ બહારનું બધું તમારું થોથાં તે ક્યાંય રહી ગયું. આ છોકરાંને, બે કરોડ રૂપિયા અને મોટા બંગલા.... તેમાં આત્માની પ્રસિદ્ધિ નહીં. અહીં કહે છે-અરે.. ભાઈ ક્યાં જવું છે. અહીં તો આત્મામાં આવવું છે. બહારમાં આવવું-જવું તે વાત નથી.
แ
‘ સમયસારું ચેતયે ’ આ સમયસાર તે તારું કાર્ય છે અર્થાત્ સમયસા૨નો અનુભવ તે તારું કાર્ય છે. કાર્યસિદ્ધિ છે. આ વાત ૯૨ શ્લોકમાં છે. અહીં કહે છે “ જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે.” ‘જ્ઞાન' શબ્દે આખો આત્મા. આત્માની પરિણતિમાં રાગનું ભાસન થતું જ નથી. જેને રાગ ભાસે ત્યાં તેને આત્મા ભાસે નહીં.. અને આત્મા ભાસે ત્યાં રાગ ભાસે નહીં. જેમાં રાગની પ્રસિદ્ધિ ભાસે ત્યાં આત્માની ખ્યાતિ-પ્રસિદ્ધિ નહીં. જ્યાં આત્માના જ્ઞાનની-આનંદની પ્રસિદ્ધિ થઈ તેમાં રાગની પ્રસિદ્ધિ નહીં.
હવે અત્યારે તે લોકો રાડે રાડું પાડે છે. આ તમે વ્યવહાર દયા-દાન-વ્રત-ભક્તિને ધર્મ નહીં કહો તો લોકો બિચારા ડૂબી જશે. આ તમે ભૂલ કરો છે. શ્વેતામ્બરના છે એ અને દિગમ્બરનાં પણ એ જ કહે છે. આમણે તો સીધેસીધું ૧૫-૨૦ માણસને મોકલ્યા ’ તા અમારી પાસે ...... કે તમે ભૂલ કરો છો. આ વ્રત ને તપ ને પૂજાને ભક્તિને તમે ધર્મ નથી કહેતા તે ભૂલ છે. બધા શેઠિયાને તેમણે મોકલ્યા હતા. કે- આ કાનજીસ્વામી શું કહે છે? આ વ્રત-તપ-ભક્તિ-પૂજા તે ધર્મ નહીં ?
શ્રોતા:- એમણે કહ્યું તો પણ આપ ન માન્યાં ?
ઉત્ત૨:- અમે તો કોઈનું માનતા નથી. અમે તો અમારું માનીએ છીએ. જેઠાભાઈ બીડીવાળા છે તે તેમની પાસે ચર્ચા ક૨વા ગયા હતા. તે રામવિજયજીના ભક્ત હતા. તેમણે અમારી વાત સાંભળી તો તેમને એવું લાગ્યું કે- આ વાત તો કોઈ બીજી જ છે. પછી તેમણે ૫૦ પ્રશ્ન કાઢયા.... શ્વેતામ્બર સાધુને પૂછવા માટે. જવાબ આપો આ પ્રશ્નોના ! એક વ્યક્તિએ જવાબ આપ્યા પણ ઠેકાણા વિનાના.
પછી તે રામવિજયજી પાસે ગયા. આપણે ચર્ચા કરીએ. રામવિજયજી કહે-ચર્ચા કરીએ પરંતુ કર્મથી વિકાર થાય છે તે તમને માન્ય છે?
66
જેઠાભાઈ કહે –અમારે તે માન્ય નથી. વિકાર તો પોતાથી થાય છે કર્મ શું કરે ? કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” કર્મ જડ છે તે આત્માને વિકાર કરાવે છે ? પોતાની પર્યાયમાં પર્યાયબુદ્ધિથી વિકાર થાય છે. એ વિકા૨નું પણ કર્તાપણું ક્યારે છૂટે કે જ્યારે સ્વભાવની દૃષ્ટિ હોય તો વિકા૨નું કર્તાપણું છૂટે.
તે કહ્યું ને ! જ્ઞાનગુણમાં અશુદ્ઘ રાગાદિ પરિણમનનું અંતરંગમાં એકત્વપણું ભાસતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com