________________
૨૨૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૭ આહાહા! ભારે વાત! રાગાદિ ચિકાશથી કર્મબંધ થાય છે. જ્ઞાન સ્વભાવ અને તેની દૃષ્ટિથી જ્ઞાન પરિણમનમાં બંધ છે નહીં.
જ્ઞપ્ત કરોતિઃ અન્તઃ ન મારૂતે” જ્ઞાનગુણને વિષે અશુદ્ધ રાગાદિ પરિણમનનું અંતરંગમાં એકત્વપણું નથી.” ભાષા તો જુઓ! “અન્ત: ન ભાસ?' તેનો ખુલાસો અંતરંગમાં એકપણું નથી. શું કહે છે? ભગવાન જ્ઞાન સ્વભાવમાં રાગાદિ પુણ્યઆદિ, દયા-દાન-વ્રતાદિના ભાવ તેનાથી અંતરંગમાં એકપણું નથી માટે એકપણું ભાસતું નથી. રાગની રુચિ છોડીને. જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞસ્વભાવ, સૂક્ષ્મદ્રવ્ય સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવાથી રાગ દેખાતો નથી. તેથી તેને અશુદ્ધ પરિણમન છે જ નહીં, તેથી તેને બંધ પણ છે નહીં. આવો માર્ગ છે, અરે ! સાંભળવા પણ મળે નહીં. તે ક્યારે આગળ જાય. અરેરે ! જિંદગી એમ ને એમ ચાલી જાય છે. આખું મીંચીને દેહ છૂટી જશે અને એ ક્યાંય નિરાધાર થઈને તે ચાલ્યો જશે. તે એકલો આવ્યો એકલો ચાલ્યો જશે. નિયમસારમાં ગાથા છે કે તે એકલો મોક્ષે જાય છે. ત્યાં પણ કોઈ બીજાની સહાય નહીં.
ધર્મીને રાગનો રસ છૂટી ગયો છે. જ્ઞાનનો રસ આવ્યો છે. જ્ઞાનનો રસ તેનો અર્થસ્વભાવમાં એકાગ્રતા છે. તો જ્ઞાનનો આનંદનો રસ આવ્યો છે. તેમાં રાગનો રસ આવતો નથી. રાગનો રસ છૂટી ગયો છે. અજ્ઞાનીને રાગના રસમાં જ્ઞાનના રસનો અભાવ છે. બીજી દૃષ્ટિએ કહીએ તો-સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવષ્ટિએ તો રાગનો અભાવ છે. અને જેને રાગની દૃષ્ટિ છે તેને જ્ઞાનાનંદ રસનો અભાવ છે. આહાહા! સમયસાર કર્તાકર્મ અધિકારની ૭૬ ગાથામાં આવી સ્પષ્ટતા છે. જીવઅજીવ અધિકારની ૬૮ ગાથામાં છે. ૬૯ થી ૧૪૪ ગાથામાં લીધું છે. એ સિવાય કર્તાકર્મનાં સ્વરૂપનું બીજી જગ્યાએ આવો અર્થ ક્યાંય છે જ નહીં.
પહેલાં ૯૨ કળશમાં આટલું સ્પષ્ટ આવ્યું હતું. “સમયસારમ વેત” અર્થાત શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો તે કાર્યસિદ્ધિ છે. એ તારું કાર્ય છે અને એ કાર્યની સિદ્ધિ છે. રાગનું કાર્ય અને પરનું કાર્ય એ તો તારામાં છે જ નહીં. આવો મારગ છે. શું કહ્યું? સમયસારમ વેત' ભગવાનને ચેત... ચેત એટલે અનુભવ કર. એ તારી કાર્ય સિદ્ધિ છે. રાગનું કરવું તે અજ્ઞાનીની કાર્ય સિદ્ધિ છે. થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે.
કળશટીકામાં તો ઘણી જ ગંભીરતા છે. અમૃતચંદ્રાચાર્ય એટલે આહાહા ! જેમણે પંચમઆરામાં ગણધર જેવું કાર્ય કર્યું છે અને કુંદકુંદાચાર્યે તીર્થકર જેવું કાર્ય કર્યું છે. આવી આ ટીકા અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે- આત્મપ્રસિદ્ધિ છે. ભગવાન આનંદ સ્વરૂપની જ્ઞાનસ્વરૂપથી પ્રસિદ્ધિ કરવાની છે, રાગની પ્રસિદ્ધિ નહીં, રાગની પ્રસિદ્ધિ કરે તે મિથ્યાષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ તો આત્માની પ્રસિદ્ધિ કરે છે.
અહીં તો પરમાત્મા તારી પ્રભુતાની શક્તિની પ્રસિદ્ધિ કરે છે. પ્રભુ! તું રાગનો કર્તા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com