________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર
કલામૃત ભાગ-૩ જેમ શ્રીફળમાં લાલ છાલની પાછળ સફેદ અને મીઠો ગોળો છે. એ શ્રીફળ છે. તેમ ભગવાન આત્મા આ છાલ નામ શરીરથી ભિન્ન છે તે જડ છાલા છે. હવે અંદરમાં જે કર્મ છે તે કાચલી છે. કાચલી છે તે કર્મ-માટી-ધૂળ છે. તે પર છે. લાલછાલ પર છે. એ દયાદાનના વિકલ્પ અંતર સ્વરૂપમાં નથી. આહા! આવો મારગ છે. એક જ દુકાને આ માલ મળે એવું છે. એવી આ ભગવાનની એક દુકાન છે.
ભાવાર્થ આમ છે કે- જ્ઞાનગુણ અને અશુદ્ધપણું દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે.” જેમ લાલ છાલ અને શ્રીફળ એક જેવા દેખાય છે. અથવા તે સક્કરકંદ હોય છે તો તે અધશેર પોણો શેર નો છે. લાલછાલ ભિન્ન છે અને સક્કરકંદ એટલે મીઠાશનો પિંડ એ ભિન્ન ચીજ છે. મીઠાશના પિંડમાં લાલ છાલ નહીં અને લાલ છાલમાં મીઠાશનો પિંડ નહીં. તે બન્ને ભિન્ન ભિન્ન છે. એક જેવાં દેખાય છે પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. રાગની છાલમાં આત્મા નહીં. અને આત્મામાં રાગ નહીં. રાગની છાલ તે ભગવાનમાં નહીં. અરે... એ ભિન્ન ભિન્ન છે.
આ નવ તત્ત્વ છે તેમાં પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન-ભિન્ન છે, અને આત્મતત્ત્વ ભિન્ન છે-જ્ઞાયક તત્ત્વ, આસ્રવ તત્ત્વ, બંધ તત્ત્વ તે ભિન્ન છે. એ જ્ઞાયકતત્ત્વમાં નહીં. જો એક હોય તો નવ કેવી રીતે થયા? ભિન્ન ભિન્ન છે તો નવ થઈ ગયા.
પ્રભુનો માર્ગ તો ભાઈ આવો છે. તારો મોક્ષનો પંથ આવો છે. મુક્ત સ્વરૂપ છે તેની દૃષ્ટિ ને જ્ઞાનમાં રાગ નથી. તે મોક્ષનો પંથ છે. ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ છે. તેમાં રાગ નથી તેની દૃષ્ટિ-જ્ઞાન અને રમણતામાં પણ રાગ નથી. રમણતામાં પણ જ્ઞાન આનંદની રમણતા છે. તેમાં પણ રાગ નથી. જ્ઞાન આનંદની રમણતા તે મોક્ષનો પંથ છે. આવી પર્યાય એ મોક્ષનો પંથ છે. સમજમાં આવ્યું?
જાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે;” શ્રીફળમાં તો મીઠાશ અને સફેદાઈ જ દેખાય છે. ત્યાં છાલ દેખાતી નથી. તેમ ભગવાન આત્મામાં તો જ્ઞાન અને શુદ્ધતા જ છે. તેમાં રાગ ભાસતો નથી. આવો ઉપદેશ હવે.
શ્રોતા:- મારગ બહુ સ્પષ્ટ છે. અમૃતથી ભરી દીધો છે.
ઉત્તર:- મારગ તો આવો જ છે. ભાઈ ! દુનિયા માને ન માને (તેથી શું?) દુનિયા એમ કહે કે- આ તો વ્યવહારનો લોપ કરે છે. વસ્તુ જ એવી છે. વ્યવહારનો લોપ કર્યા વિના નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી. વ્યવહારને પડખે ચઢવાથી નિશ્ચય મળતું નથી. વ્યવહારની રુચિ છોડવાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર છે પરંતુ વ્યવહારની રુચિ છોડી દે! વ્યવહાર ચાલ્યો જાય છે. સર્વજ્ઞ થાય ત્યારે વ્યવહાર હોતો નથી. વ્યવહારને છોડવો તેનો એવો અર્થ નથી કે અશુભમાં આવવું. આ વાત પંડિતજીએ લખી છે. શુભની રુચિ છોડવી. શુભ છોડીને અશુભમાં જાવું તે પ્રશ્ન છે જ નહીં. શુભની-રાગની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com