________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
કલશામૃત ભાગ-૩ એ ભાવને કયાંથી કરે!! જેમાં અભાવ છે તે ભાવને કયાંથી કરે? આ અધ્યયન કરો તે નાનો યુવાન માણસ અને પેલા મોટા પંડિતને !
અહીંયા સૂક્ષ્મ દૃષ્ટિથીએ જોવાથી. પરના કર્તાનો તો પ્રશ્ન છે જ નહીં. એક ક્ષણની મલિન અવસ્થા છે. એક સમયની વિકારની ભૂલ છે. જેણે ભગવાનને દેખ્યો તે વિકારનો કર્તા થતો નથી.
એ કહ્યું ને સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપની દૃષ્ટિ... તેનો અર્થ-અંતરમાં ભગવાન આત્માને ભાળ્યો. એ તમારા ગાયનમાં આવ્યું હતું ને! “દેખ્યા હમે અવર ના દેખ્યા, દેખ્યા સો શ્રદ્ધાના.” આત્મધર્મ છે તેમાં પહેલા ગાયન લીધું છે. આહાહા ! સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દૃષ્ટિથી તેનો અર્થ સૂક્ષ્મ દ્રવ્યને દેખ્યું. હમે અવર ન દેખ્યાં –ત્યાં બીજી ચીજ ન દેખી.
પ્રશ્ન:- રાગ દેખાય નહીં?
ઉત્તર:- ન દેખાય, તેમાં છે નહીં. એ તો મિથ્યાપણે. રાગ ઉપર દૃષ્ટિ છે તો દેખ્યા, દેખે છે. તેના હાથમાં શું આવ્યું? રાગને દેખવાવાળાને આત્મા દેખાતો નથી. અને આત્માને દેખવાવાળાને રાગ દેખાતો નથી. અહીં તો અંતરની વિવેકદશાની વાત છે... ભગવાન! રાગથી જ્યાં વિવેક થયો, ભેદજ્ઞાન થયું તો રાગથી ભિન્ન પડ્યો તો એ ચીજમાં રાગ ક્યાં છે?
અન્તઃ” રાગથી ભિન્ન પડી અને ( પોતાની) ચીજની જ્યાં દૃષ્ટિ થઈ તો તેમાં રાગ ક્યાં છે? અંતર છે નહીં તો ભાસે ક્યાંથી ? આહાહા ! આવો માર્ગ છે. સત્ પંથના શરણ વિના જન્મ મરણ નહીં મટે. દુનિયાની સિફારશ ત્યાં કામ નહીં કરે. મેં આટલા લોકોને સમજાવ્યા છે. અમારાથી લાખો માણસ સંપ્રદાયમાં રહ્યા છે. એ બધું ત્યાં કામ નહીં આવે. અહીં તો કહે છે. – “અંતઃ” સૂક્ષ્મ દ્રવ્યદૃષ્ટિએ રાગ ભાસતો નથી. સૂક્ષ્મ દ્રવ્યદૃષ્ટિએ અંતરમાં રાગ ભાસતો નથી.
જ્ઞાનગુણ અને મિથ્યાત્વ રાગાદિરૂપ તેનું એકપણું ભાસતું નથી. અર્થાત્ એકપણું છે નહીં માટે એકપણું ભાસતું નથી. અંતર-દ્રવ્યદૃષ્ટિથી દેખવાથી રાગ અને જ્ઞાન એક નથી. અંદરમાં રાગ દેખાતો નથી. સમજમાં આવ્યું?
ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થામાં મિથ્યાષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી.”
સંસારી જીવને આત્મા તો છે અને રાગ પણ છે. હવે તેને આત્માની ખબર નથી પરંતુ આત્મા છે તો ખરો. રાગ પણ છે અને રાગાદિની ચીકાશ પણ છે. ચિકાશથી કર્મબંધ થાય છે. રાગને કારણે કર્મબંધ થાય છે, પરંતુ સ્વભાવને કારણે નહીં. કેમ કે જ્ઞાન સ્વભાવમાં રાગનું થયું છે જ નહીં. રાગનું જ્યાં કર્તાપણું છે ત્યાં જ્ઞાતાપણું છે જ નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com