________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૩૯ એમ કાઢયું કે મારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું અને હે. શ્રોતાજનો ! તમારી જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું. સમજમાં આવ્યું?
જેમ માણસ દેશ-પરદેશ જાય અને વાર-નવાર હોય તો અગાઉથી પસ્તાનું મૂકી આવે. એવું કાંઈ હોય તો પહેલેથી પસ્તાનું મૂકી આવે અને પછી જાવું હોય ત્યારે જાય. એમ અહીં કહે છે કે- એકવાર અનંતા સિદ્ધોનું પસ્તાનું તારી પર્યાયમાં લાવ “વંદિg” નો આવો અર્થ કર્યો. પોતાની જ્ઞાન પર્યાયમાં સિદ્ધની સ્થાપના તેનું નામ વંદન છે. તેનું નામ સિદ્ધોનો આદર કર્યો તેમ કહેવાય છે. જેની પર્યાયમાં અનંતા સિદ્ધની સ્થાપના થઈ તેની દૃષ્ટિ ગુંલાટ ખાય અને દ્રવ્ય ઉપર જાય છે. આહા ! એક-એક શબ્દ ગંભીર છે. જગતના ભાગ્ય કે સમયસાર રહી ગયું. કેવળીના વિરહ પડ્યા. મનઃ પર્યયજ્ઞાની અને અવધિજ્ઞાનીના વિરહ પડયા પરંતુ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર જેવા પુસ્તકો રહી ગયા. આહાહા! કેવળજ્ઞાનીના વિરહને ભૂલાવે એવી ચીજ છે.
આચાર્યદેવ એક-એક શબ્દનો અર્થ ગજબ કરે છે ને! “વંદિત્ત સવ્વ સિદ્ધ” તેનો અર્થ વંદન કરું છું તેમ ન લીધો. તેનો અર્થ એવો કર્યો કે મારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું. આદર કરું છું. હવે તારું લક્ષ બદલી જવું જોઈએ.
આચાર્યદેવ કહે છે– શ્રોતાઓને હું સમયસાર કહીશ, પરંતુ તેની પહેલાં તારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું. તારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી, તારું લક્ષ કરી અને પછી સાંભળ તો તું પણ સિદ્ધ થઈ જઈશ. સમજમાં આવ્યું?
આ ધૂળ- પાંચ-પચ્ચીસ લાખ મળી જાય ત્યાં તો ખુશી ખુશી થઈ જાય. કહેલાપસીના આંધણ કરો. આ પચાસ હજાર એક કલાકમાં સટ્ટામાં કમાણા તેથી લાપસી મૂકો. ધૂળમાંય કમાણી છે નહીં. (ભ્રમણા છે).
અહીં કહે છે- લાપસી મૂકો. અમારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે, હવે અમે થોડા કાળમાં સિદ્ધ થવાના છીએ. શ્રોતાઓને પણ એમ જ કહે છે. અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં બરોબર સ્થાપજે. તમારી સિદ્ધગતિ પણ અલ્પકાળમાં થઈ જશે.
હવે ચાલતો કળશ છે તેમાં કહે છે- આત્મા સિદ્ધની અવસ્થારૂપ તદ્રુપ પરિણમે છે. તે સિદ્ધની અવસ્થાનો કર્તા છે પરંતુ જડ કર્મનો નાશ કરવો અને પર દ્રવ્યનો કર્તા થવું તેમ છે નહીં.
મજ્ઞાનમ પિ માત્માનમ ન” અશુદ્ધ ચેતનારૂપ વિભાવ પરિણામ તે - રૂપ પણ પોતે તદ્રુપે પરિણમે છે.”
અજ્ઞાની – આત્મા વિકારપણે તદ્રુપ પરિણમે છે. તદ્રુપ હોં! તદ્રુપપણે પરિણમે છે. તે ભાઈએ પ્રશ્ન કર્યો હતોને! જે કાળે શુભ અશુભ રૂપે પરિણમે છે તે કાળે આત્મા તન્મય છે. પ્રવચનસારમાંથી પ્રશ્ન કર્યો હતો. અરે... પ્રભુ... ભાઈ ! તદ્રુપ થાય છે તે તો પર્યાયની વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com