________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૮
૭૯ કલશ - ૬૮: ઉપર પ્રવચન શ્લોક છે નાનો પાનું છે મોટું. ટીકાનું આખું પાનું ભર્યું છે. “એમ કહ્યું છે કેસમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદેષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમન વિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. “અજ્ઞાની દ્રવ્યર્નનિમિત્તાનાં ભાવાનામ દેતુતામ તિ” મિથ્યાદેષ્ટિ જીવ, જે ધારાપ્રવાહરૂપ નિરંતર બંધાય છે.”
આહાહા! મિથ્યાષ્ટિની શુભ પરિણામ ઉપર રુચિ છે. તેથી મિથ્યાત્વનું બંધન નિરંતર કરે છે. વ્રત, તપ, ભક્તિ, દાન, શીલ આદિ ભાવો તે શુભ છે.. એ તેને તે ધર્મ માને છે. અને ધર્મનું કારણ માને છે.
પુગલ દ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બધ્ધ- બન્ધકભાવ પણ છે.”
દ્રવ્યકર્મમાં બંધ થાય છે અને બંધ થવાની લાયકાત પર્યાયમાં છે. મિથ્યાત્વ આદિ ભાવો બંધ થવામાં બાહ્ય કારણરૂપ છે. “મિથ્યાષ્ટિના મિથ્યાત્વ, રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણામ”, તે બાહ્ય કારણરૂપ છે.
“ભાવાર્થ આમ છે કે- જેમ કળશ રૂપે મૃત્તિકા પરિણમે છે”, દૃષ્ટાંત આપે છે. માટી કળશરૂપ- ઘટરૂપ પરિણમે છે, તે પરિણામ તો માટીના જ છે. “જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે,” અર્થાત્ નિમિત્તે કારણથી થયું નથી. આ વાત સમયસાર ૨૭ર ગાથામાં આવી ગઈ છે.
પ્રશ્ન- કુંભાર તો ઘડા બનાવે છે.
ઉત્તર- કુંભાર ઘડા બનાવે છે તેમ અમે તો જોતા નથી. પરંતુ માટી ઘડાને કરે છે તેમ જોઈએ છીએ. સ્ત્રી રોટલી બનાવે છે એવું અમે તો માનતા નથી.
જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી. તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુગલદ્રવ્ય સ્વયં વ્યાપ્ય- વ્યાપકરૂપ છે,”
કહે છે? અજ્ઞાનીના જે વિકાર પરિણામ છે તેમાં વ્યાપ્ય અવસ્થા ને વ્યાપક જીવ તેમ તો છે પરંતુ કર્મ બંધનની અવસ્થા વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમ નથી. વ્યાપ્ય વ્યાપકભાવ કર્મમાં જાય છે. કર્મની પર્યાય વ્યાપ્ય ને પુદ્ગલ દ્રવ્ય તેનું વ્યાપક તેમ તો છે. કર્મની પર્યાય વ્યાપ્ય ને આત્મા તેનો વ્યાપક એમ તો છે નહીં.
ભાષા તો જુઓ! વ્યાપ્ય ને વ્યાપક. હજુ તો નિર્ણય કરવાના પણ ઠેકાણા ન મળે અને એમ ને એમ ધર્મ કરો. ધર્મ કરો ! દેવદર્શન કરો, વ્રત કરો, ત૫ કરો, પૂજા કરો, દાન કરો, ભક્તિ કરો, શરીરથી બ્રહ્મચર્ય પાળો.. બસ લ્યો થઈ ગયો ધર્મ તો એમ છે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com