________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૫
૧૪૭
શ્રોતા:- તમે ફરમાવી રહ્યા છો કે કોઈ લાવી શકતું નથી.
ઉત્ત૨:- એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
અહીંયા કહે છે કે -ભગવાન અવાચ્ય છે. તે વાણી દ્વારા કહેવાય એવી ચીજ ક્યાં છે ? તેને કેવી રીતે કહેવામાં આવે ? આહાહા ! સાકરનો સ્વાદ મૂંગો લ્યે છે તો એ ગૂંગો બોલી શકતો નથી. હવે મૂંગાને કહે છે કેવો છે સ્વાદ ? તે આમ (ઈશારાથી કહે ) બસ તે બોલી શકતો નથી. તેમ અવાચ્ય ભગવાન આત્મા તે વાણી દ્વા૨ા કેવી રીતે કહેવામાં આવે ? તે તો સમ્યગ્દર્શનમાં એટલે શુદ્ધોપયોગમાં મતિ-શ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે. તેનો સ્વાદ તો જેને પ્રત્યક્ષ થયો છે તે જાણે. સમજમાં આવ્યું ?
કલશ-૮૫ : ઉ૫૨ પ્રવચન
જીવ નાનારૂપ છે એટલે કે અનેકરૂપ છે તેમ એક નયનો પક્ષ છે. અનેકરૂપ અર્થાત્ ગુણ-પર્યાયોના ભેદથી ભગવાન અનેકરૂપ છે. તે જ્ઞાનરૂપ છે, દર્શનરૂપ છે, પર્યાયરૂપ છે એવા વ્યવહારનયનો પક્ષ છે તેને તો છોડાવતા આવ્યા છીએ. બીજો નયનો પક્ષ છે જીવ નાનારૂપ નથી. આત્મા ચિદાનંદ એકરૂપ જ છે. તે નિશ્ચયનયનો પક્ષ છે. એ પણ છે પક્ષ કે–હું અભેદ એકરૂપ, ચિદાનંદ અનાકુળ આનંદકંદ છું.
સક્કરકંદનું દૃષ્ટાંત આપીએ છીએ ને! સક્કરકંદ હોય છે તેની લાલ છાલને ન જુઓ તો તે આખો સકર નામ સાકરની મીઠાસનો પિંડ છે. તેથી તેને સક્કર કહ્યું છે. તે સક્કર લાલ છાલ વિનાનો અંદરમાં આખો મીઠાસનો પિંડ છે. તેમ આત્મા વિકલ્પની છાલ વિનાનો આનંદકંદ છે. પ્રભુ પૂર્ણ આનંદનું દળ છે. પોતાની નજરું નિધાન ઉપર ગયા વિના નિધાનનો પત્તો લાગશે નહીં. બહા૨માં અને શાસ્ત્રમાં નજર ફેરવ્યા રાખે ત્યાં આત્મા છે નહીં. બહા૨માં તેને આત્માનો પત્તો નહીં લાગે.
ભગવાન એકરૂપ છે. એકરૂપ છે ને! એકરૂપ ધ્રુવ ચિદાનંદ સામાન્ય સ્વરૂપ અંદ૨માં છે તેનો પક્ષ ક૨વો કે –હું એક છું, સામાન્ય છું એવો વિકલ્પ પણ દુઃખરૂપ છે. આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાત રહિત છે. ” પાઠમાં ‘નિરંતર ’ એવી ભાષા છે. નિરંતર ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય એવા પક્ષપાત રહિત તત્ત્વને જાણવાવાળો છે. તે તત્ત્વને નિરંતર જાણે છે. આહાહા ! એકરૂપ છે એવા વિકલ્પને છોડીને તેને નિરંતર એકરૂપતાનું વેદન છે. હવે તેને કાંઈ હું આવો છું, રાગથી ભિન્ન છું તેવું ભેદજ્ઞાન કરવું પડતું નથી.
અહીં કહે છે– ‘નિરંતર ' આહાહા ! જ્યાં વિકલ્પથી ભિન્ન પડયો અને નિર્વિકલ્પ ભગવાનને (લક્ષમાં ) લીધો. એ સત્તાને પર્યાયે (લક્ષમાં ) લીધો તો તે તત્ત્વવેદી હવે નિરંતર તત્ત્વસ્વરૂપ જ છે.. બસ. ધર્મી તો તત્ત્વના વેદનને કરવાવાળો તત્ત્વવેતા જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com